GSEB SSC Time Table 2024: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા તારીખ જાહેર, ધોરણ 10 ટાઈમ ટેબલ

GSEB: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 Boardની Exam લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે GSEB SSC time Table અને GSEB HSC Time Table જાહેર કરવામા આવ્યુ છે, બોર્ડની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થનાર છે. ધોરણ 10 અને 12 પરીક્ષા તારીખ 11 માર્ચ 2024 સોમવાર થી 26 માર્ચ દરમિયાન યોજાશે. કયા દિવસે કયુ પેપર લેવાશે તેની માહિતી નીચે આપેલી છે.

GSEB SSC Time Table 2024 – ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2024 ટાઈમ ટેબલ

સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ધોરણધોરણ 10 અને 12 SSC અને HSC
પરીક્ષા તારીખ11 માર્ચ 2024 સોમવાર
વેબસાઇટgseb.org/
અમારા Whatsapp ચેનલમાં જોડાવાઅહીં ક્લિક કરો

નવી શિક્ષણ નિતી પેપર સ્ટાઇલ

નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.

  • ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

ધોરણ 10 ટાઇમટેબલ

ધોરણ 10ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.

તારીખ અને વારવિષય
11-3-2024 – સોમવારગુજરાતી અને અન્ય પ્રથમ ભાષાઓ
13-3-2024 – બુધવારસ્ટાન્ડર્ડ ગણિત/ બેઝીક ગણિત
15-3-2024 – શુક્રવારસામાજિક વિજ્ઞાન
18-3-2024 – સોમવારવિજ્ઞાન
20-3-2024 – બુધવારઅંગ્રેજી (દ્વિતીય ભાષા)
21-3-2024 – ગુરૂવારગુજરાતી (દ્વિતીય ભાષા)
22-3-2024 – શુક્રવારઅન્ય દ્વિતીય ભાષાઓ તથા અન્ય વિષયો

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી ના અમલીકરણ ને ધ્યાનમા રાખીને માર્ચ 2024 મા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓ માટે પ્રશ્નો ના પ્રકાર મુજબ ગુણભાર બદલાવેલ છે.

  • નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય કરવામા આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી આ નિર્ણયોનો અમલ કરાશે.
  • ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. હવે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  • હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામા આવ્યુ છે.
  • ધો-૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે
  • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે
  • શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
  • શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર
  • તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

GSEB SSC ટાઇમટેબલઅહિં ક્લીક કરો
SSC HSC નવી પેપર સ્ટાઇલઅહિં ક્લીક કરો

  1. ધોરણ 10 પરીક્ષા તારીખ કઈ છે?

    ધોરણ 10ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.

Leave a Comment

અમારું Whatsapp ચેનલ જોઈન કરવા અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!