Salaar Movie 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ Salaar ના ડાયરેક્ટર પ્રશાંત નીલ છે. ફિલ્મ મેકર પ્રશાંત નીલને એની એક્શન ડ્રામા કેજીએફ માટે જાણીતા છે. જ્યારે પ્રશાંત નીલ એક જબરજસ્ત એક્શન ફિલ્મ ‘સાલાર’ લઇને આવ્યા છે. Salaar Movie રિલીઝ થતાની સાથે છવાઇ ગઇ છે. એક દિવસમાં Salaar એ છપ્પરફાડ કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ કલેક્શન પણ હચીમચી ગયુ છે એમ કહીએ તો એમાં કંઇ ખોટુ નથી. Salaar Movie પહેલાં દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાઓ સામે આવ્યા છે.
Salaar Movie પહેલાં દિવસની કમાણી
Salaar Movie ને લઇને ફેન્સમાં હાલમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. Salaar Movie ને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. રિલીઝ પહેલાંથી આ મુવીનું બમ્પર Advance Booking થયુ હતુ. આમ, પહેલાં દિવસે Salaar Movie એ તાબડતોડ કમાણી કરી છે.
સેકનિલ્કના પૂર્વાનુમાન આંકડાઓ અનુસાર પ્રશાંત નીલની આ મુવીએ ઓપનિંગ ડે પર Salaar movie has made a smashing box office collection of 95 crores on the first day. ફિલ્મની આ કમાણી દરેક ભાષાઓમાં છે. એવામાં સાલાર હવે શાહરુખ ખાનની ડંકી પર ભારે પડી શકે છે.
સલાર ફિલ્મની કહાની શું છે?
તમને જણાવી દઇએ કે ફિલ્મ ‘સાલાર’માં રેબેલ પ્રભાસનો દમદાર અંદાજ દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. ‘સાલાર’ એક એક્શન પેક્ડ ફિલ્મ છે. ફિલ્મ ‘સાલાર’ની કહાની બે મિત્રોની ભાવનાત્મક વાર્તા છે, જે સૌથી મોટા દુશ્મન બની જાય છે. ફિલ્મમાં સાલારની શ્રુતિ હાસન એટલે આદ્યા સાથે મુલાકાત થાય છે અને એ ગુંડાથી પ્રોટેક્ટ કરે છે.
કહાની લીપની સાથે આગળ વધે છે જ્યાં વર્ષ 2017માં આદ્યા એના પિતા કૃષ્ણકાંતની જાણકારી વગર ન્યુયોર્કથી ભારત આવી જાય છે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનની ભૂમિકાનું નામ વર્ધારાજ મુન્નાર છે. લોકોને સુકુમારનનો નવો અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે. જો કે હાલમાં એવુ લાગી રહ્યું છે કે પ્રભાસની આ ફિલ્મ પઠાન, જવાનથી લઇને ડંકીનો રેકોર્ડ પણ તોડી શકે છે.