Shaitaan Movie trailer: ગતવર્ષે એક ગુજરાતી ફિલ્મ રીલિઝ થઈ હતી, જેનું નામ ‘વશ’ હતું. આ ફિલ્મને દિગ્દર્શક વિકાસ બહલે હિન્દીમાં રૂપાંતરિત કરી છે અને તેનું નામ ‘Shaitaan’ રાખ્યું છે. અજય દેવગનની આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મની રિલીઝ ડેટ 8 માર્ચ છે. ‘Shaitaan’નું ટ્રેલર રસપ્રદ લાગી રહ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!અજય દેવગનની 2023માં આવેલી ફિલ્મ ‘ભોલા’માં પણ આવી જ વાઈબ જોવા મળી છે. ફિલ્મનો ટોન બરાબર એવો જ છે. ‘ભોલા’નું નિર્દેશન ખુદ અજય દેવગણે કર્યું હતું. આ તમિલ ફિલ્મ ‘કૈથી’ની રિમેક હતી. જો કે તે એક એક્શન થ્રિલર ફિલ્મ હતી, પરંતુ ‘Shaitaan’ને હોરર થ્રિલર ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે.
Shaitaan Movie trailer
Shaitaan Movie trailer: ટ્રેલર પરથી વાર્તાના વિચાર મુજબ, એવું જાણવા મળે છે કે કોઈ દંપતીના ઘરમાં બળજબરીથી ઘૂસ્યું છે. તે આવે છે અને તેમની પુત્રીને પોતાના વશમાં કરી લે છે. આ પછી, છોકરી તે શખ્શની દરેક વાત માને છે. આ ફિલ્મ “વશિકરણ”ની આસપાસ ફિલ્મ ફરે છે. ‘Shaitaan’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે, તે બહુ ઓછા લોકોએ જોઈ હશે.
‘Shaitaan’માં અજય દેવગન અને સાઉથની અભિનેત્રી જ્યોતિકા પતિ-પત્નીની ભૂમિકામાં છે. આર. માધવન એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવે છે જેણે દંપતીની પુત્રીને પોતાના વશમાં કરી લીધી છે. જાનકી બોડીવાલાએ અજય અને જ્યોતિકાની દીકરીનો રોલ કર્યો છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’માં પણ તેણે જ આ રોલ કર્યો હતો.