Museums of Gujarat: ગુજરાતના સંગ્રહાલયો – Museums, જાણવા જેવું, મ્યુઝિયમ એટલે શું?

Museums of Gujarat: શું તમે જાણો છો ગુજરાતના આ મ્યુઝીયમ વિષે વિન્ટેજ કાર મ્યુઝિસમ Vintage Car Museum વિન્ટેજ કાર એટલે કે ઈ.સ.૧૯૪૦ પહેલાં બનેલી હોય તેવી કાર. એમ. એસ. યુનિવર્સિટીનું પુરાતત્વવિધા વિષય સંગ્રહાલય આ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. તેની સ્થાપના ઈ.સ.૧૯૫૦માં કરવામાં આવી. કચ્છ મ્યુઝિયમ કચ્છ” મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જુનું અને સૌપ્રથમ સ્થપાયેલ સંગ્રહાલય છે.

મ્યુઝિયમ એટલે શું

મ્યુઝિયમ એટલે શું:- મ્યુઝિયમ એક સ્થાન અથવા સંગ્રહાલય છે જેનો ઉદ્દેશ સામાજિક, ઐતિહાસિક, વિજ્ઞાનિક અથવા કલાત્મક માહિતીનો સંગ્રહણ, સંજોગનું અને પ્રદર્શન કરવું હોય. આ સ્થાન સામગ્રીની સંગ્રહણ, અધ્યયન, અનુસંધાન અને પ્રદર્શન માટે વિવિધ કાર્યક્રમો અને નિરીક્ષણી પ્રદાન કરે છે. મ્યુઝિયમ વિવિધ વિષયો પર આધારિત હોઈ શકે છે, જેમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયો, કલા, પ્રાકૃતિક વિજ્ઞાન, તકનીકી, અને અન્ય વિષયો શામેલ હોય છે. મ્યુઝિયમો સારી અજેંડા અને પ્રોગ્રામ્સ પ્રદાન કરે છે જેથી લોકો માહિતી મેળવી શકે અને વિવિધ વિષયો પર અનુશોચન કરી શકે. ભારતમાં સ્મારકો, વિજ્ઞાનશીલ સંસ્થાઓ, કલાનગરીઓ, અને અન્ય અનેક પ્રકારના મ્યુઝિયમો હોય છે જેનું પ્રદર્શન સામાજિક શિક્ષા અને સાંસ્કૃતિક અનુભવનું વિકાસ કરે છે.

Museums of Gujarat ગુજરાતના પ્રમુખ સંગ્રહાલયો

  • વિશ્વનું પ્રથમ મ્યુઝિયમ એમોલિયન મ્યુઝિયમ(ઓક્સફર્ડ ખાતે ઈ.સ.૧૯૮૩માં)
  • ભારતનું પ્રથમ જાહેર મ્યુઝિયમ ઈન્ડિયન- મ્યુઝિયમ(કોલકાતા)
  • ગુજરાતમાં સંગ્રહાલય પ્રવૃત્તિનો ઈતિહાસ ઈ.સ. ૧૮૭૭ થી શરૂ થાય છે.
  • ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ- ભુજમાં ઈ.સ.૧૮૭૭માં સ્થપાયું.
  • ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.
  • ગુજરાતમાં હાલમાં નાના-મોટા કુલ ૩૯ મ્યુઝિયમો છે.

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઈલ Calico Museum of Textiles

કોટન કાપડના ઉત્પાદનમાં ભારતમાં મોખરાનું સ્થાન રહી ચૂકેલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સારાભાઈ ફાઉન્ડેશનમાં કેલિકો ટેકસટાઈલ સંગ્રહાલય આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના શ્રી ગૌતમ સાશભાઈએ ઇ.સ. ૧૯૪૯ માં કરી હતી.

સમગ્ર ભારતમાં કાપડ ઉદ્યોગને લગતું આ એકમાત્ર મ્યુઝિયમ છે.

ગાંધીસ્મારક સંગ્રહાલય ( હૃદયકુંજ ) Gandhi Memorial Museum (Hridaykunj)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતનું પોરબંદર અને મુખ્ય કર્મભૂમિ અમદશા રહી હતી. ઈ.સ. ૧૯૧૭ માં સાબરમતી ખાતે ગાંધીજી એ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. આ સાબરમતી આશ્રમખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહિંસાનું આંદોલન અને ચળવળની પ્રવૃતિઓ ચલાવતા હતા.
ઈ.સ. ૧૯૫૮ માં મહાત્મા ગાંધીજીના જીવનની યાદમાં એક સંગ્રહાલય (મ્યુઝિયમ) બનાવવાનું નક્કી થયું અને તેને બાંધનાર કે મુખ્ય સ્થપિત ( આર્કિટેકટ) તરીકે ચાર્લ્સ કોરિયાને નિમંત્રણ મોકલવામાં આવ્યું. ચાર્લ્સ કોરિયાએ તને ઝડપી લીધી અને ગાંધી સ્મારક સંગ્રહાલય તરીકે ઓળખાતું આ બિલ્ડિંગ ચાર્લ્સ કોરિયાનું સૌથી વધુ જાણીનું સ્થાપત્ય
છે. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ઈ.સ. ૧૯૬૩ માં ભારતના વડાપ્રધાન જવાહરલાલનહેરુએ કર્યું હતું.
હૃદયકુંજ તરીકે પ્રચલિત આ સંગ્રહાલયમાં ગાંધીજીના દનિક કાર્યોની ચીજવસ્તુઓ તેમજ તેમની અંગત
જીવનઉપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે તેની મૂળ સ્થિતમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.


પતંગ સંગ્રહાલય
Kite Museum

અમદાવાદનું પતંગ સંગ્રહાલય દેશભરનું એકમાત્ર પતંગોનું સંગ્રહાલય છે.

‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ બની ગઈ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલાં પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્કૃતિને ઊજાગર કરનું પતંગ સંગ્રહાલય પતંગનો એક હજાર વર્ષ જૂનો ઈતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા – માણવા માટે વિતાના પ્રવાસીઓ માટે પતંગ સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

એમ. એસ. યુનિવર્સિટીનું પુરાતત્વવિધા વિષય સંગ્રહાલય

આ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. તેની સ્થાપના ઈ.સ.૧૯૫૦માં કરવામાં આવી. ભૂસ્તરશાસ્ત્ર વિષયક અને પ્રાણીશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ, વડોદરા આ બધાં સંદર્ભ મ્યુઝિયમો છે.કાન્ન અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે.ઈતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર અને જુદી-જુદી માનવ સંસ્કૃતિના સ્વરૂપને આલેખતું આ ભવ્ય સંગ્રહાલય ગાયકવાડી,યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્ય નમૂનાનું રજુ કરે છે.

માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય Museum of Human Culture

ભારતીય સંસ્કૃતિ દર્શન’ ખામે પ્રખ્યાત સંસ્કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્ય કરતું આ સંગ્રહાલય ભુજ ખાતે ગુજરતની સંપતિ આવેલું છે. કચ્છની ગ્રામીણ સંસ્કૃતિના પ૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃતિ, કળાના પુસ્તકો અને અન્ય દુર્લભ સામગ્રી ઉપલબ્ધ છે. આ સંગ્રહાલય કુલ ૫ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્યખંડમાં સાહિત્ય ચિત્ર વિભાગમાં અલભ્ય સાહિત્યનો ખજનો છે. ખૂબ જ કલાત્મક ચર્મકામ, સંગીત કળાના વાઘોના નમૂના ખૂબ જ આકર્ષક અને મુળ રીતે રજૂ કરાયેલા છે.

જે તે સમયની કિંમતી ચીજ વસ્તુઓ, ઉપરાંત સોનું ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે કોઠારનું નિર્માણ અને તેની બનાવટ આકર્ષતનું કેન્દ્ર બન્યું છે.

કચ્છ મ્યુઝિયમ Kutch Museum

કચ્છ” મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જુનું અને સૌપ્રથમ સ્થપાયેલ સંગ્રહાલય છે. આ મ્યુઝિયમ કચ્છના મુખ્ય મથક મુજ ખાતે આવેલું છે. ભુજમાં હમીરસરના કાંઠે આચાર્ય જે. ડી. એસ્પેન્સના માર્ગદર્શન હેઠળ કચ્છના મધરાવ શ્રી ખેંગારજી ત્રીજાએ કામુકની લાંલત કલાઓના પ્રચાર-પ્રસાર અર્થે 1લી જુલાઈ, ૧૮૭૭ના રોજ તેની સ્થાપના કરી હતી. આ સંગ઼હાલય ફર્ગ્યુસન સંગ્રહાલય (જૂનું નામ) નામે પ્રચલિત હતું.

ના મ્યુઝિયમમાં કચ્છની ભાતીગળ કળાના તેમજ અનેક અલભ્ય નમૂનાઓ ઉપરાંત ૧લી થી છઠ્ઠી સદી સુધીના

બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારાયેલા નમૂના છે. આ સંગ્રહાલયમાં ૧૯મી સદીનો ‘ઐરાવત’ તેનો શ્રેષ્ઠ નમૂનો છે.

વિન્ટેજ કાર મ્યુઝિસમ Vintage Car Museum

વિન્ટેજ કાર મ્યુઝિયમનું બીજું નામ “પ્રાણલાલ ઓટોમોબાઈલ મ્યુઝિયમ” પણ છે. આ મ્યુઝિયમ અમદાવાદ નજીક કઠવાડા વિસ્તારમાં આવેલી છે. આ મ્યુઝિયમના પ્રણેતા જાણીતા ઉદ્યોગપતિ શેઠ પ્રાણલાલ મોગીલાલ છે. વિન્ટેજ કાર એટલે કે ઈ.સ.૧૯૪૦ પહેલાં બનેલી હોય તેવી કાર. આ અદ્ભુત મ્યુઝિયમમાં લગભગ ૨૫૦ જેટલી વિન્ટેજ કારોનો સંગ્રહ છે અને આ બધી કારો ટીપટોપ કન્ડીશનમાં ચાલુ હાલતમાં છે. આ મ્યુઝિશ્ચમમાં બેન્ટલીઝ, દાઈમલસ, રોલ્સ રૉયલ જેવી જૂની અને ખૂબ વખણાયેલી કારોનો સંગ્રહ છે.

લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિધામંદિર મ્યુઝિયમ

આ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૫૯માં એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડોલોજીના કેમ્પસમાં જ થઈ હતી. આ મ્યુઝિયમની સ્થાપનામાં બે મહાનુભાવોનો અમૂલ્ય ફાળો છે – (૧) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (ગુજરાતના કલારસિક અગ્રગણ્ય ઉદ્યોગપતિ) ૭૦ (૨) મુનિશ્રી પુવિજયજી (પ્રાચીન હસ્તપ્રતોનાં સંશોધન-જાળવણી માટે જીવન સમર્પિત કરનાર વિદ્વાન) આ મ્યુઝિયમને બાંધનાર કે મુખ્ય સ્થપતિ (આર્કિટેક્ટ) બાલકૃષ્ણ દોશી હતા. આ મ્યુઝિયમને ઈ.સ. ૧૯૮૪ થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં તાડપત્રો અને કાગળ પર લિખિત અંદાજે ૭૫,૦૦૦ પ્રાચીન સચિત્ર હસ્તપ્રતો છે. પથ્થર, બ્રોન્ઝ તેમજ લાકડામાં કંડારાયેલા શિલ્પી છે. આમ, અલભ્ય હસ્તપ્રતો અને કલાના અદ્વિતીય નમૂનાઓ એકત્ર કરીને તેની જાળવણી કરવા માટેનું આ અદ્દભુત છે.

આદિવાસી-નૃવંશવિણ મ્યુઝિયમ Adivasi-Anthropological Museum

આ મ્યુઝિયમ અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલ છે. આની સ્થાપના ઈ.સ. ૧૯૬૧ થઈ હતી. આ મ્યુઝિયમમાં ગુજરાતના આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ, તેમની વસ્તુસામગ્રી, તેમનાં સંગીત વો, ખેતીવાડીના સાધનો, પરંતાંઓ, રમકડાંઓ અને વિવિધ નમૂનાઓ વચ્ચે નો સંચો રાખવામાં આવ્યો છે.

સાપુતારા મ્યુઝિયમ Saputara Museum

ના મ્યુઝિશ્ચમ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૭૦માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિ શારાને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતાં ચાર પ્રકારના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં આદિવાસીઓનાં સંગીત વાદ્યો, પોશાકો, ઘરેણાં તથા ડાંગ પ્રદેશમાંથી મળી આવેલાં પ્રાગૈતિહાસિક કાળનાં સાધનોનો સમાવેશ થાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ Sardar Vallabhbhai Patel Museum

આ મ્યુઝિયમ આણંદ જિલ્લાના વલ્લભ વિધાનગરમાં આવેલું છે. આ મ્યુઝિયમ ચારૂતર વિદ્યામંડળે શ્રી અમૃત વસંત પંડ્યાની પ્રેરણા અને શ્રી ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) ના પ્રોત્સાહનથી ઈ.સ. ૧૯૪૯માં સ્થાપ્યું હતું. અહી કલા તથા પુરાતત્વ વિદ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

ખેતી સંગ્રહાલય (એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ) Agricultural Museum

ગુજરાતના બે સ્થળોએ એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ આવેલાં છે
(૧) આણંદ (૨) વડોદરા

આ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતી અને વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ બંને મ્યુઝિયમો ખાનગી કે બિનસરકારી મ્યુઝિયમો છે.

મેડિકલ કોલેજ મ્યુઝિયમ Medical College Museum

મેડિકલ કોલેજ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. આ મેડિકલ કોલેજ મ્યુઝિયમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

(૧) ટોકસીકોલોજી વિભાગ ધરાવતું મ્યુઝિયમ
(૨) એનેટોમી વિભાગ ધરાવતું મ્યુઝિયમ
(૩) ફાર્મોકોલોજી વિભાગ ધરાવતું મ્યુઝિયમ
(૪) પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન વિભાગ ધરાવતું મ્યુઝિયમ


એન. સી. મહેતા સંગ્રહાલય

આ સંગ્રહાલય અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલ છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૬૧માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ મ્યુનિસિપલ મ્યુઝિયમ’ તરીકે પણ જાણીતું છે. ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન. સી. મહેતાએ એકત્રિત કરેલાં ચિત્રોનો સંગ્રહ છે, જેમાં ૪૮૩ હસ્તપ્રતો, ૫૮૫ લઘુચિત્રો અને ૧૨ હસ્તપ્રતોની પોથીઓનાં કવરનો સમાવેશ થાય છે.

ભો. જે. વિધાભવન-અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ

ભો. જે. વિદ્યાભવન-અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ અમદાવાદમાં આવેલો છે.
આ એક સંદર્ભ મ્યુઝિયમ છે, જેમાં સિક્કાઓ, તાડપત્રો, હસ્તપ્રતો, ફોસિલ્સ, વગેરે પ્રાચીન અવશેષોનું સંગ્રહ અને પ્રદર્શન કરવામાં આવેલું છે.

બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ

આ મ્યુઝિશ્ચમ અમદાવાદમાં આવેલું છે. આ મ્યુઝિયમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે અને દરેક વિભાગમાં પોતપોતાના વિષે ડીના નમૂનાઓ દર્શાવવામાં આવ્યા છે.

(૧) પેથોલોજી વિભાગ ધરાવતું મ્યુઝિયમ
(૨) એનેટોમી વિભાગ ધરાવતું મ્યુઝિયમ
(૩) ફાર્માકોલોજી વિભાગ ધરાવતું મ્યુઝિયમ
(૪) હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન વિભાગ ધરાવતું મ્યુઝિયમ


વોટ્સન મ્યુઝિયમ
Watson Museum

  • આ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮માં થઈ હતી.
  • આ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.

ગુજરાતમાં વડોદરામાં મ્યુઝિયમ પછીનું મહત્વનું મ્યુઝિયમ રાજકોટનું આ વોટ્સન મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમને બહુહેતુક મ્યુઝિયમ કહી શકાય, કારણકે અહીં ઓછામાં ઓછા ૨૫ પ્રકારના પ્રદર્શિત નમૂનાઓ છે. જેમાં હસ્તઉદ્યોગના નમૂનાઓ, કાષ્ઠના નમૂનાઓ, દરબારખંડ, સંગીતવાદ્યો, નૃવંશવિદ્યા વિષયક નમૂનાઓ, શિલ્પો, સિક્કાઓ, લધુચિત્રો, તની, કાપડના નમૂનાઓ, ચાંદીના કારીગરીના નમૂનાઓ, તામ્રપત્રો, પ્રાકૃતિક ઈતિહાસના નમૂનાઓ વગેરેનો સમાવેશ થાય છે.

દરબાર હોલ સંગ્રહાલય Darbar Hall Museum

આ મ્યુઝિયમ જૂનાગઢમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૪૭માં થઈ હતી.

આ મ્યુઝિયમ પણ બહુડી તુ મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં પાંચ પ્રકારના નમૂનાઓ છે, જેમાં હથિયારો, તૈલચિત્રો, ઐતિહાસિક ફોટોગ્રાફસ, પાલખીઓ, કાપડના નમૂનાઓ અને ગાલચીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં જૂનાગઢ રાજયના રાજવીઓનું શાહી રાચરચીલું પણ જોવાં મળે છે. આ મ્યુઝિયમની સૌથી મહત્વની ગેલેરી દરબાર હોલ છે, જે જૂનાગઢ રાજ્યના શાહી રાજવીઓના દરબાર હોલનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.

જૂનાગઢ મ્યુઝિયમ Junagadh Museum

આ મ્યુઝિયમ સક્કરબાગ જૂનાગઢમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૯૦૧માં થઈ હતી.

આ મ્યુઝિશ્ચમ આઝાદી પહેલાં રસૂલખાનજી મ્યુઝિયમ તરીકે પ્રખ્યાત હતું. આઝાદી પછી આનું નામ બદલીને જૂનાગઢ મ્યુઝિયમ. રાખવામાં આવ્યું છે,

આ મ્યુઝિયમને બહુહેતુક મ્યુઝિયમ કહી શકાય, કારણકે આમાં મુખ્યત્વે કલા, પુરાતત્વવિદ્યા અને પ્રાકૃતિક ઈતિહાસ એમલગભગ ૧૫ પ્રકારના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

બાર્ટન મ્યુઝિયમ Barton Museum

  • આ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે.
  • આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૮૮૨મા થઈ હતી.

આ મ્યુક્લિંગને બહુહેતુક મ્યુઝિયમ ગણી શકાય, કારણકે આમાં લગભગ ૨૫ પ્રકારના પ્રદર્શિત નમૂનાઓનો સંગ્રહ છે. જેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપ્રતો, વલભીના માટી કામનાં નમૂનાઓ, ધાતુની પ્રતિમાઓ, તૈલચિત્રો, ફોસિલ્સ, સિક્કાઓ, તાડપત્રો, હથિયારો, લોકકલાના નમૂનાઓ, વહાણવટાના નમૂનાઓ,ભૂસ્તર વિદ્યાના નમૂનાઓ, બાળવિભાગ માટેના નમૂનાઓ, મોતીકામ-ભરતકામ, પુરાતત્વ વિષયક પ્રાચીન અવશેષો વગેરેનો સમાવેશ થાય છે.

ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ Gandhi Memorial Museum

આ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. આ મ્યુઝિયમમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની અંગત વસ્તુઓ, તસ્વીરો, દસ્તાવેજો, હસ્તલિખિત પત્રો વગેરેનો સંગ્રહ પ્રદર્શિત કરેલો છે. ગુજરાતનું આ મ્યુઝિયમ પર્સોલેનિયા પ્રકારનું મ્યુઝિયમ છે. એટલે કે એમાં એક જ વ્યક્તિના જીવનથી સંબંધિત વસ્તુઓ પ્રદર્શિત કરેલી છે.

ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ

લેડી વિલ્સન મ્યુઝિયમ Lady Wilson Museum

આ મ્યુઝિયમ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૨૮માં ધરમપુરના મહારાજાએ કરી હતી. આ મ્યુઝિયમ આદિવાસી વિસ્તારમાં આવેલું છે. આ મ્યુઝિયમમાં ગુજરાત, ભારત અને વિદેશની આદિવાસી જાતિઓની કલા સંસ્કૃતિનો અદ્ભુત સંગ્રહ કરવામાં આવ્યો છે. વિશેષ કરીને ગુજરાતના આદિવાસીઓની કલા અને સંસ્કૃતિનો.

આઝાદી પહેલાં આ મ્યુઝિયમ ધરમપુરના મહારાજાના હસ્તક હતું. આઝાદી પછી ઈ.સ.૧૯૪૮માં આ મ્યુઝિયમનો વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ વિભાગને સોંપવામાં આવ્યો હતો. ઈ.સ.૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તેનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક આવ્યો હતો. આ મ્યુઝિયમમાં માનવજાત શાસ્ત્રને લગતા નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

મ્યુઝિયમ ઑફ એન્ટિકિવટિઝ

આ મ્યુઝિયમ જામનગરમાં આવેલું છે.

આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૪૬માં નવાનગર રાજ્યમાં લાખોટા નામના મહેલમાં કરી હતી. આ મ્યુઝિયમમાં પાંચ પ્રકારના નમૂનાઓ પ્રદર્શિત કરેલાં છે જેમાં કલા તથા પુરાતત્વ વિદ્યા વિષયક વસ્તુઓ જેમ કે શિલ્પો, ચિત્રો, લોકકલાના નમૂનાઓ, પ્રાકૃતિક ઈતિહાસના નમૂનાઓ અને સિક્કાઓનો સમાવેશ થાય છે.

પ્રભાસ પાટણ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પહેલાં આ જૂનાગઢ જિલ્લામાં હતું. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૫૧માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સોલંકી કાળના જૂના સોમનાથ મંદિરના અવશેષોને સંગ્રહિત કરવાનો હતો કારણકે ઈ.સ.૧૯૫૦માં સોમનાથના મંદિરનું નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું.

આ મ્યુઝિયમ મુખ્યત્વે પુરાતત્વવિદ્યા વિષયક મ્યુઝિયમ છે, જેમાં કલા, પુરાતત્વવિધા અને પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ તેમજ બીજા લગભગ ૩૫૦૦ જેટલા નમૂનાઓ અત્રે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ગિરધરભાઈ બાળસંગ્રહાલય

આ મ્યુઝિયમ અમરેલીમાં આવેલું છે. મુંબઈ રાજ્યના નાણાંમંત્રી ડૉ.જીવરાજ મહેતાના પ્રોત્સાહનથી શ્રી પ્રતાપરાય મહેતાએ મ્યુઝિયમ સ્થાપવાનું વિચાર્યુ. રાજ્ય સરકાર તરફથી રંગમહલનું મકાન સંગ્રહાલય માટે પ્રદાન કરવામાં આવ્યું અને અંતે ઈ.સ.૧૯૫૫માં શ્રી પ્રતાપરાય મહેતાએ આ મ્યુઝિયમની સ્થાપના કરી. શ્રી પ્રતાપરાય મહેતાના પિતાનું નામ ગિરધરલાલ મહેતા હતું અને તેમના નામ પરથી આ સંગ્રહાલયનું નામ પાડવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ બાલોપયોગી સાર્વજનિક મ્યુઝિયમ છે.

અમને ગૂગલ ન્યૂઝ પર ફોલ્લો કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

મિત્રો તમને ગુજરાતના મ્યુઝીમ વિષે જાણી ને આનંદ આવ્યો કે પછી કઇક નવું શીખવા મળ્યું હોય તો તમે તમારા મિત્રો ને પણ શેર કરો અને તમારો કોઈ શુંજાવ હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. આભાર

Museums of Gujarat: ગુજરાતના સંગ્રહાલયો - Museums, જાણવા જેવું

ગુજરાતમાં વિન્ટેજ કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે ?

આ મ્યુઝિયમ અમદાવાદ નજીક કઠવાડા વિસ્તારમાં આવેલી છે.

વિશ્વનું પ્રથમ મ્યુઝિયમ ક્યાં આવેલ છે?

વિશ્વનું પ્રથમ મ્યુઝિયમ એમોલિયન મ્યુઝિયમ(ઓક્સફર્ડ ખાતે ઈ.સ.૧૯૮૩માં)

ભારતનું પ્રથમ જાહેર મ્યુઝિયમ ક્યાં આવેલ છે?

ભારતનું પ્રથમ જાહેર મ્યુઝિયમ ઈન્ડિયન- મ્યુઝિયમ(કોલકાતા)

ગુજરાતમાં સંગ્રહાલય પ્રવૃત્તિનો ઈતિહાસ ક્યાંથી શરૂ થાય છે?

ગુજરાતમાં સંગ્રહાલય પ્રવૃત્તિનો ઈતિહાસ ઈ.સ. ૧૮૭૭ થી શરૂ થાય છે.

ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યારે સ્થપાયું અને ક્યાં આવેલું છે ?

ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ- ભુજમાં આવેલું છે. ઈ.સ.૧૮૭૭માં સ્થપાયું.

ગુજરાતમાં હાલમાં કેટલા મ્યુઝિયમો છે?

ગુજરાતમાં હાલમાં નાના-મોટા કુલ ૩૯ મ્યુઝિયમો છે.

ગુજરાતનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે?

આ મ્યુઝિયમ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલું છે.

ગુજરાતના પ્રથમ આદિવાસી સંગ્રહાલયનું નામ શું છે?

લેડી વિલ્સન મ્યુઝિયમ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો