PM KISAN E KYC: પીએમ કિસાન 16 માં હપ્તા માટે E KYC ફરજિયાત, E KYC નહીં હોય તો હપ્તો નહીં મળે

PM KISAN E KYC: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક આવરદાયક યોજના એટલે PM Kisan Sanmman Nidhi Yojana. આ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામા ખેડૂતો ના ખાતામા વર્ષે રૂ.6000 જમા કરવામા આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવતા તમામ ખેડૂતો માટે e-kyc કરાવવુ ફરજીયાત બનાવવામા આવ્યુ છે. જે ખેડૂતોએ એ PM KISAN e-kyc નહિ કરાવ્યુ હોય તેમના ખાતામા 16 મા હપ્તાની રકમ રૂ.2000 જમા નહિ થાય. e-kyc કઇરીતે કરાવી શકાય અને તેના માટે કયા કયા ડોકયુમેન્ટ જોઇએ.

PM KISAN E KYC

Pradhanmantri Kisan Sanmman Nidhi Yojana હેઠળ સહાય મેળવતા ખેડૂતો માટે સરકાર દ્વારા 15માં હપ્તાથી e-kyc કરવાનુ ફરજીયાત બનાવવામા આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય અને ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો તેમના ખાતામા જમા થાય તે માટે e-kyc કરવુ ફરજીયાત છે.

ઈ-કેવાયસી કરાવવુ ફરજીયાત

દેશભરના ખેડૂતો સરળતાથી e-kyc કરાવી શકે તે માટે ભારત સરકાર દ્વારા તા. 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટે ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઇને બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવવુ ફરજીયાત છે.

ખેડૂતો અન્ય રીતે પણ ઈ-કેવાયસી કાઅવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ જઇને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકે છે.

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ ખેડૂતો “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ e-kyc કરાવી શકે છે. પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન સીસ્ટમ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરાવી શકે છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો