ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો

By Natvar Jadav

Published On:

Follow Us
ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો

ચાલુ ટ્રેનમાં મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો અને તમારા માંથી કેટલાક વ્યક્તિનો જવાબ હશે ટ્રેનની સેઇન ખેસવી તો મિત્રો ટ્રેન સેઇન ખેસવા માટે આ કારણ પૂરતું નથી. ટ્રેનમાંથી મોબાઈલ કે અન્ય કોઈ જરૂરી વસ્તુ પડી જાય તો પરત મેળવવા માટે શું કરવું જોઈ તે આજે અમે તમને જણાવી શું.

એમાં લખ્યું છે કે બિનજરૂરી અને યોગ્ય કારણ વિના ચેન ખેંચવાથી ૧૦૦૦ રૂપિયાનો દંડ અને/અથવા ૧ વર્ષ સુધીની જેલ “અથવા બંને થઈ શકે છે”. વિના કારણે ચેન ખેંચવાથી આખા વર્ષ દરમિયાન રેલવે પ્રશાસનને ખૂબ મોટું નાણાકીય નુકસાન થતું હોઈ છે, માટે આવા કેસમાં ચેન ખેંચવી એ ગુનો બને છે, આ યાદ રાખવું. કારણકે આવા ફાલતુ કારણથી ચેન ખેંચવાથી તમારી પોતાની ટ્રેનો મોડી થશે જ, પણ સાથે સાથે પાછળ આવતી દરેક ટ્રેન પર આની અસર થશે જે ધ્યાનમાં રાખવું

ચેન માત્ર આવા સંજોગોમાં ખેંચી શકાય,

  • કોઈ વ્યક્તિને કોઈ મેડિકલ ઇમરજન્સી હોઈ.
  • ડબ્બામાં આગ લાગે,
  • કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોઈ એવું તમને ખ્યાલ આવે વગેરે

જેવા ઇમરજન્સી કારણો હોય તો જ તમે ટ્રેનની ચેન ખેંચી શકો. બાકી ફૉન નીચે પડી ગયો કે મિત્ર નાસ્તો લેવા માટે નીચે ઊતર્યો અને હજુ નથી આવ્યો, ડબ્બામાં પાણી નથી આવતું. સીટ બરાબર નથી કે મારું પાકીટ નીચે પડી ગયું. આવા કારણોસર તમે ક્યારેય ચેન ખેંચી શકતા નથી. તો હવે પ્રશ્ન એ છે કે ચાલુ ટ્રેને ફોન પડી જાય તો આવી પરિસ્થિતિમાં ખરેખર શું કરવું? છે.

જો તમારો ફોન કોઈ વેરાન અને માણસોની ઓછી અવરજવર વાળા પ્રદેશમાં પડી ગયો હોઈ, તો એવી શક્યતા વધુ છે કે ફોન તમને પાછો મળી શકે. જો એવા પ્રદેશમાં ફોન પડી ગયાં જ્યાં માણસોની અવરજવર વધુ રહેતી હોઈ, તો શક્યતા ઓછી છે. જો કોઈ સજ્જન વ્યક્તિના હાથમાં ફોન આવે તો તમારા સારા નસીબ છે એવું માનવું.

જો કોઈ વેરાન જગ્યાએ ફોન પડી જાય, તો માત્ર અને માત્ર એક જ કામ કરવાનું ફોન ઉપરથી ધ્યાન હટાવી, અને સાઈડમાં આવા નંબર શોધવા, અને જે નંબર સૌથી પહેલા તમને દેખાય એ નોંધી લેવા

સાલું ટ્રેન માંથી ફોન પડી જાય તો શું કરવું ?

જો કોઈ વેરાન જગ્યાએ ફોન પડી જાય, તો માત્ર અને માત્ર એક જ કામ કરવાનું ફોન ઉપરથી ધ્યાન હટાવી, નીચે ફોટો બતાવવામાં આવ્યા છે તે ધ્યાન જુઓ અને તેને લખીલો અથવા તો યાદ રાખો અને સાઈડમાં આવા નંબર શોધવા, અને જે નંબર સૌથી પહેલા તમને દેખાય એ નોંધી લેવા

ચાલુ ટ્રેનમાં મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો
ચાલુ ટ્રેનમાં મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો
ચાલુ ટ્રેનમાં મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો

ફરીથી એક વાર કહી દઉં તમારો ફોન જે પણ એરિયામાં પડયો હોઈ, તમારે આસપાસમાં આવો નંબર શોધવો, અને જે સૌથી પહેલા દેખાય, એ નોંધી લેવો

ત્યારબાદ રેલવે પ્રોટેક્શન ફોર્સની હેલ્પલાઇન નંબર ૧૮૨ ૫૨ ફોન કરવો અથવા રેલવે પોલીસ હેલ્પલાઇન ૧૫૧ પર સંપર્ક કરવો, તમારો ફોન ટ્રેનમાંથી પડી ગયો છે એ જણાવવું અને તમે ઉપર મુજબ નોંધેલ નંબર જણાવો. બસ આટલું જ, જો તમારો ફોન કોઈએ લીધેલો નહિ હોઈ તો તમને મળી જશે.

બાકી જો થોડી વારમાં ફોન સ્વીચ ઓફ આવે, તો પૂરું, ખેલ ખતમ પૈસા હજમ, જાજુ વિચાર્યા વિના સીમ કાર્ડ બ્લોક કરાવીને નવો ફોન લઈ લેવો.

ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ પડી જાય તો પરત મેળવવા શુ કરવુ અને શું ન કરવું તે જાણો

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો