વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષકોની 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો

  • મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે.
  • રાજ્યના 3300 શિક્ષકોની ભરતી પણ રાજ્ય સરકારે કરી.
  • શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર છે.
  • 5360 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો.
  • ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ.
  • TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન.
  • 3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી.
  • જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું.
  • સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું.
  • આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું.

ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો અપાશે

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-૧૦માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ થી ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી ધોરણ ૯માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે.

શિક્ષણ વિભાની વેબ સાઈટઅહીં ક્લિક કરો
Technicalhelps Homepageઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો [FAQ]

શિક્ષકોની કેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે?

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે

શિક્ષકોની ભરતીના ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે?

સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

TETની પરીક્ષા ક્યારે લેવાશે?

સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.

શિક્ષકોની ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?

જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

Leave a Comment