sebexam.org: પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવું

By Jadav Harshid

Published On:

Follow Us
Primary and Secondary Apprenticeship Examination

sebexam.org: રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી સહાયકારી યોજનાઓ ચાલુ છે. આવી જ એક શિષ્યવૃતિ માટેની યોજના એટલે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા. વર્ષ 2024 માટે PSE EXAM અને SSE EXAM ના ફોર્મ ભરવા માટેનુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. ચાલો જાણીએ આ શિષ્યવૃતિ પરીક્ષા માટે કોણ ફોર્મ ભરી શકે અને તેની ફોર્મ ભરવાની તથા પરીક્ષાની તારીખો શું છે ?

શિષ્યવૃતિ પરીક્ષા

યોજનાનુ નામપ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા
ફોર્મ ભરવાની તારીખ01-3-2024 થી 11-3-2024
મળતી શિષ્યવૃતિનિયામાનુસાર
પરીક્ષા ફીનિયમાનુસાર
પરીક્ષા તારીખ28-4-2024


ઉમેદવારની લાયકાત :

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.

અભ્યાસક્રમ:

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
    • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
    • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.
  • માધ્યમ:
    • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ: પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
ભાષા સામાન્ય જ્ઞાન100100180
ગણિત વિજ્ઞાન100100180

પરીક્ષાનું નામપરીક્ષા ફી
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષારૂ:- 50
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષારૂ:- 50

શિષ્યવૃતિ માટે અરજી કેવી રીતે કરવી?

  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
  • ‘Apply online’ ઉપર Click કરવું.
  • “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
  • Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
  • શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
  • “પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
  • અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
  • હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
  • જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
  • હવે Print Application/Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી.(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)

આ શિષ્યવૃતિ યોજનામાં અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી, જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો તેમજ અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો