વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

PM Suryoday Yojana: PM સૂર્યોદય યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે, જુઓ અહીં થી

PM Suryoday Yojana: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ મોદીએ દેશમાં સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ રુફટોપ સોલાર લગાવવા બાબતે જાહેરાત કરી હતી. અહીં જાણી લો તમે કઈ રીતે લઈ શકો આ યોજનાનો લાભ, PM સૂર્યોદય યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે, જુઓ અહીં થી, આ યોજના અતર્ગત પીએમ મોદિએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે 1 કરોડ જેટલી સોલાર રૂફટોપ પેનલ લગાવવામા આવશે. આ યોજનામા સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ થશે ? કેટલી સબસીડી મળશે ? વગેરે આ યોજના સંબંધિત માહિતી.

PM સૂર્યોદય યોજના

દેશના પીએમ નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલાની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ PM Suryoday Yojana શરૂ કરવા અંગે મહત્વની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ વડાપ્રધાને દેશના એક કરોડ લોકોને ઘર પર વિજળી ઉત્પાદન માટે રૂફટોપ સોલાર પેનલ લગાવવાનુ લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ દેશના લોકોને વારંવારના વીજળી બીલ ભરવા માથી અને વીજ કાપની સમસ્યાથી છૂટકારો મળશે. જેનાથી લોકોને આર્થિક ફાયદો પણ થશે. તો આવો જાણીએ આ યોજના ની તમામ માહિતી અને કઈ રીતે એપ્લાય કરવું તે બાબતે.

PM Suryoday Yojana

હવે દેશભરમાં PM Suryoday Yojana હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે. આ સોલાર પેનલ રૂફટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવનાર છે એટલે કે તેનાથી ઘરનું વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવાના કિસ્સામાં એટલે કે ઈમરજન્સી સમયે પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય ચાલુ રહેશે. આથી હવે સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોને વીજ બિલ ભરવામાથી મુક્તિ મળશે અને વીજ પુરવઠાની સમસ્યા પણ દૂર થશે.

સોલાર લગાવવામાં કેટલો ખર્ચ આવે?

PM Suryoday Yojana હેઠળ સોલાર લગાવવા એપ્લાય કરતાં પહેલાં કોઈપણ વ્યક્તિ ઘરે બેસીને સોલર પેનલ લગાવવાના ખર્ચની ગણતરી કરી શકે છે. એટલે કે, તમે અગાઉથી તપાસ કરી શકો છો કે સોલર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે અને પછી ઘરેલું વીજળી બીલમાં કેટલી રાહત મળશે. તમારે આ યોજના માટે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વીજળીનો ખર્ચ જે પહેલા આવતો હતો તેમાં કેટલી રાહત મળશે?

PM Suryoday Yojana હેઠળ જો તમે પણ ઘરની છત પર સોલર રૂફટોપ પેનલ લગાવવા માંગતા હોય તો ઓફીસીયલ પોર્ટલના હોમ પેજ પર કેલ્ક્યુલેટર વિકલ્પ માથી તમામ વિગતો ભરીને તમને કેટલો ખર્ચ પડશે તે ચેક કરી શકો છો અને પછી આ યોજના માટે એપ્લાય કરી શકો છો. આ સોલાર પેનલ લગાવવાથી તમને કેટલો લાભ મળશે. વીજળીનો ખર્ચ જે પહેલા આવતો હતો તેમાં કેટલી રાહત મળશે? તમે જાતે જ ઓનલાઈન જાણી જશો કે તમારે પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે અને તેનાથી કેટલી રાહત થશે ત્યારબાદ આ યોજના હેઠળ એપ્લાય કરીને તમે તમારા ઘરની છત પર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો, આ યોજના માટેના ઓફીસીયલ સત્તાવાર પોર્ટલની લિંક નીચે આપેલ છે.

સોલાર એનર્જીથી વીજ ઉત્પાદન

PM Suryoday Yojana હેઠળ સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી આપવામાં આવી રહિ છે. ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ નહિવત આવશે અને સોલાર એનર્જીથી વીજ ઉત્પાદન થાય છે. પેનલ લગાવવા માટે તમારે ફક્ત એકવાર ખર્ચ કરવો પડશે અને ભવિષ્યમાં વિજબીલ ભરવામાથી મુક્તિ મેળવી શકસો. આ યોજનાથી તમારે દર મહિને થતા વીજળી બીલના ખર્ચમાં ઘટાડો થશે. PM સૂર્યોદય યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને અરજી કરવાની પ્રોસેસ નીચે આપેલ છે.

PM Suryoday Yojana માટે એપ્લાય કરવા માટે સૌ પ્રથમ કેન્દ્ર સરકારના ઓફીસીયલ પોર્ટલ પર જાઓ, જેની લિંક https://solarrooftop.gov.in/ છે. અહીં તમને સોલર રૂફટોપ યોજના માટે અરજી કરવાનો ઓપ્શન દેખાશે. આ ઉપરાંત સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરતાં પહેલાં કેટલો ખર્ચ થશે તેની ગણતરી પણ અહીંથી જાણી શકો છે. સરકાર સોલર પેનલ લગાવવા પર જ સબસિડી આપે છે માટે જે લોકો એપ્લાય કરશે તેમને ત્યાં સોલાર પેનલ લાગ્યા બાદ જ સબસિડી મળશે. જેથી હવે આગળ અરજી વિકલ્પ પર ક્લિક કરો અને માંંગવામા આવેલી સમગ્ર માહિતીને વિગતવાર ભરો.

ઓનલાઇન અરજી કરતા પહેલા હંમેશા ઘરની છતની માપણી કરીને ફોર્મ સબમીટ કરવુ જોઇએ. ઘરની છતના ક્ષેત્રફળ મુજબ સોલાર પેનલ લગાવો. આમ કરવા માટે ફોર્મમાં માંગવામા આવેલી મૂળભૂત માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી નિયત કરેલી એજન્સી દ્વારા તમારા ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. આ માટેનો ખર્ચ લાભાર્થી પાસેથી વસૂલવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. એકવાર રુફટોપ સોલાર પેનલ લાગી એટલે લાભાર્થીને દર મહિના આવતા વીજળીના બીલમાં મોટી રાહત મળી જશે.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દસ્તાવેજો

જો તમે પણ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ તમારા ઘરમાં સોલર પેનલ લગાવવા માંગો છો, તો તમારે નીચે દર્શાવેલ કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. આ માટે સરકાર દ્વારા પોર્ટલ જાહેર થયા બાદ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે.

  • આધાર કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • રેશન કાર્ડ
  • વીજળી બિલ
  • મોબાઇલ નંબર
  • બેંકની વિગત
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

વડા પ્રધાને આ નિર્ણય ખૂબ જ ઝડપથી લીધો હોવાથી સરકાર ટૂંક સમયમાં આખી પ્રક્રિયા શરૂ કરશે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, તમામ દસ્તાવેજો સાથે તૈયાર રહો અને સમય આવે કે તરત જ અરજી કરો.

Leave a Comment