Safety Precautions in handling Oxy-acetylene gas welding plant ITI Welder Book

General Safety Precautions Safety concerning Gas cylinder Safety of rubber hose-pipes Safety in Gas cutting process Equipment Safety Safety for the operator Safety during operatation

અકસ્માતને દૂર રાખવા માટે દ૨૨ોજના કામોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઇએ. જયારે સુરક્ષા સમાપ્ત થાય છે ત્યારે અકસ્માત શરૂ થાય છે,એમ કહેવામાં આવે છે.

ગેસ વેલ્ડીંગમાં, પોતાને અને બીજાને અકસ્માતથી રક્ષણ આપવા માટે વેલ્ડીંગ પ્લાન્ટને વાપરતી વખતે અમુક ચોક્કસ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઇએ.

વધુ પડતા અકસ્માતને અટકાવવા માટે નીચે જણાવેલ સાવચેતીઓને ધ્યાનમાં રાખવી જોઇએ.

General Safety Precautions ( સુરક્ષાની સામાન્ય સાવચેતીઓ )

  • ગેસ વેલ્ડીંગ પ્લાન્ટની એસેમ્બલીમાં કોઇ પણ ભાગમાં ગ્રીસ અથવા ઓઇલનો ઉપયોગ કરવો નહીં, તેના કારણે વિસ્ફોટ થઈ શકે છે.
  • કોઇ પણ જવલનશીલ પદાર્થ વેલ્ડીંગ ક્ષેત્ર થી દૂર રાખવા જોઇએ.
  • વેલ્ડીંગ કરતી વખતે, હમેશા ફિલ્ટર લેન્સવાળા ગોગલ્સ પહેરવા જોઇએ. વેલ્ડીંગ કરતી વખતે અગ્નિ અવરોધક કપડાઓ, એસ્ફેટોસના ગ્લોવ્ઝ અને એપ્રન પહેરવા જોઇએ.
  • વેલ્ડીંગ કરતી વખતે નાયલોન અથવા ગ્રીસવાળા કપડા પહેરવા જોઇએ નહી.
  • જરા પણ લીકેજ ધ્યાનમાં આવે કે તરત જ તેને દૂર કરવું જોઇએ તેના કારણે મોટું અકસ્માત થઇ શકે છે. અગ્નિશામક સાધનો હમેશા હાથવગા અને ચાલુ હાલતમાં રાખવા જોઇએ.
  • કામ કરવાની જગ્યાને છોડતા પહેલા કોઇપણ પ્રકારની આગ ન હોય તેની ખાત્રી કરી લેવી જોઇએ.

Safety concerning Gas cylinder ગેસ સીલીન્ડર સંબંધિત સાવચેતીઓ

  • સીલીન્ડર લઇ જવા માટે તેને રોલ કરવા જોઇએ નહી, તેના માટે હંમેશા સીલીન્ડર ટ્રોલીનો ઉપયોગ કરવો જોઇએ.
  • ગેસ સીલીન્ડર નીચે પાડવા જોઇએ નહી.
  • સીલીન્ડર ઉપયોગમાં ન હોય અથવા ખાલી હોય તો તેના વાલ્વ બંધ રાખવા જોઇએ. ખાલી અને ભરેલ
  • સીલીન્ડર જુદા-જુદા રાખવા જોઇએ.
    સીલીન્ડર વાલ્વને હંમેશા ધીમેથી ખોલવા જોઇએ અને એક અથવા અર્ધા આટાં કરતા વધારે ખોલવું જોઈએ નહીં. હંમેશા યોગ્ય સાઇજની સીલીન્ડરકીનો ઉપયોગ કરવો જોઇએ. સીલીન્ડર ખોલતી વખતે એક બાજુ ઉભા રહેવું જોઇએ.
  • વેલ્ડીંગ કરતી વખતે સીલીન્ડર-કી સીલીન્ડર પરથી દૂર કરવી જોઈએ નહીં.આપાત સ્થિતિમાં સીલીન્ડર બંધ કરવામાં તે મદદ રૂપ હોય છે.
  • ઉપયોગ કરવાની અને સુરક્ષાની દ્રષ્ટિએ સીલીન્ડર હમેશા ઉભી સ્થિતિમાં રાખવા જોઇએ. રેગ્યુલેટરને જોડતા પહેલા વાલ્વ સોકેટને સાફ કરવા માટે સીલીન્ડર વાલ્વ હમેશા ક્રેક કરવા જોઇએ.

Safety of rubber hose-pipes રબર હોઝ પાઇપની સાવચેતીઓ

  • ગેસ વેલ્ડીંગમાં ફકત ભલામણ કરેલ પ્રકારની હોઝનો ઉપયોગ કરવો જોઇએ.
  • ફકત કાળા રંગની પાઇપ ઑકસીજન માટે અને મરૂન રંગની પાઇપ એસીટીલીન ગેસ માટે ઉપયોગમાં લેવી જોઇએ. શાર્પ એઇઝ અથવા હાર્ડ જગ્યા પરથી ઘસાતાં હોઝ પાઇપને નુકસાન થતા અટકાવવું જોઇએ.
  • હોઝ ગેંગ-વેને ક્રોસ કરતી હોવી જોઇએ નહીં હોઝની લંબાઇ વધારવા માટે ટુકડાઓ ઉમેરવા જોઇએ નહીં
  • હોઝ પાઇપને બ્લોપાઇપ સાથે જોડતા પહેલા તેમાની ધૂળ-કચરો સાફ કરી લેવું જોઇએ. રેગ્યુલેટરને,પાણી,ધૂળ,ઓઇલ વિગેરેથી બચાવવા જોઇએ.
  • રેગ્યુલેટરને ફિટ કરતી વખતે ઑક્સીજન અને એસીટીલીનને એક બીજા સાથે બદલવા જોઇએ નહીં તેનાથી ગ્રેને નુક્સાન થવાની શક્યતા હોય છે.
  • હમેશા યાદ રાખો કે ઑક્સીજનનું જોડાણ જમણી બાજુના થ્રેડવાળા અને એસીટીલીનનું જોડાણ લેફટ થ્રેડવાળા હોય છે. બેક ફાયર થવાના કિસ્સામાં,ઝડપથી બ્લોપાઈપના બન્ને વાલ્વ બંધ કરવા જોઇએ.(ઓકસીજન પહેલા અને બ્લોપાઇપને પાણીમાં નાખી દેવી જોઇએ.
  • ફ્લેમ સળગાવતી વખતે બ્લોપાઇપ નોઝલને સુરક્ષિત દિશામાં રાખવી જોઇએ. ફલેમ ઓલવતી વખતે પહેલા એસીટીલીન વાલ્વ બંધ કરવું .બેક ફાયર અટકાવવા માટે પહેલા
  • એસીટીલીનનું વાલ્વ અને પછી ઑક્સીજનનું
  • વાલ્વ બંધ કરવું જોઇએ.
  • ઑક્સી-એસીટીલીન વેલ્ડીંગ સાધનો ઉપયોગમાં લેતા પહેલા લીકેજ માટે તપાસ કરી લેવી જોઇએ. આગથી નુકસાન થતું અટકાવવા માટે સ્પાર્ક લાઇટરનો ઉપયોગ કરવો જોઇએ.
  • અમુક મટીરીયલને વેલ્ડીંગ કરતી વખતે ઝેરી ધૂમાડા બહાર આવે છે તેમને ભેગા કરીને દૂર કરવાથી શ્વાસની તકલીફને અટકાવી શકાય છે. જ્વલનશીલ પદાર્થોને રાખવા માટેના કન્ટેઇનરોને વેલ્ડીંગ કરતા પહેલા સંપૂર્ણ પણે સાફ કરી લેવા જોઇએ તેનાથી કન્ટેઈનર વિસ્ફોટ થવાની શકયતા હોય છે.

Safety in Gas cutting process ગેસ કટીંગ ક્રિયાની સાવચેતીઓ

Equipment Safety સાધનની સુરક્ષા

  • ગેસ કટીંગ સાધનોની સુરક્ષાની સાવચેતીઓ ગેસ વેલ્ડીંગના સાધનો જેવી જ છે.
  • તમારી આખોના રક્ષણ માટે,બળી જવાથી રક્ષણ માટે,કપડાઓના રક્ષણ માટે, બળેલ ગેસોથી શ્વાસની તફલીફ થતી અટકાવવા માટે હમેશા સુરક્ષાના સાધનો પહેરવા જોઇએ.ચશ્મા,ગ્લોવ્ઝ અને બીજા રક્ષણ આપનારા કપડાઓ અવશ્ય પહેરવા જોઈએ.

Safety for the operator ઑપરેટરની સુરક્ષા

તમારી આખોના રક્ષણ માટે,બળી જવાથી રક્ષણ માટે,કપડાઓના રક્ષણ માટે, બળેલ ગેસોથી શ્વાસની તફલીક થતી અટકાવવા માટે હમેશા સુરક્ષાના સાધનો પહેરવા જોઇએ.ચશ્મા,ગ્લોઝ અને બીજા રક્ષણ આપનારા કપડાઓ અવશ્ય પહેરવા જોઇએ.

Also Read

Safety during operatation કામકરતી વખતે સુરક્ષા

  • જ્વલનશીલ મટીરીયલને કાર્ય ક્ષેત્રથી દુર રાખવા જોઇએ.
  • જ્વલનશીલ મટીરીયલ કટીંગ ક્રિયાના ક્ષેત્રથી ઓછામાં ઓછા 3 મીટર સુધી દૂર હોવાની ખાત્રી કરી લેવી જોઇએ. જ્વલનશીલ મટીરીયલ ખસેડવા અઘરાં હોય તો યોગ્ય અગ્નિ અવરોધક ગાર્ડ વિગેરેનો ઉપયોગ કરવો જોઇએ.
  • ઉડતા સ્પાર્કથી પોતાને અને બીજાને રક્ષણ આપવું જોઇએ. કપાતું મટીરીયલ યોગ્ય રીતે સપોર્ટ કરેલ હોવુ જોઇએ જેનાથી તે ઓપરેટરના પગ પર અથવા હોઝ પર પડે નહી.કટીંગ જોબના નીચેનો ભાગ બરાબર સાફ હોવું જોઇએ જેથી સ્લેગ સરળતાથી વહી શકે અને કટીંગ થયેલ ભાગ સુરક્ષિત રીતે નીચે પડી શકે.
  • કટીંગ શરૂ કરતી વખતે ઉડતા મેટલ અને સ્પાર્કથી સાવધાન રહેવું જોઇએ. જ્વલનશીલ પદાર્થ ધરાવતા કન્ટેઇનરને સીધી રીતે અથવા વેલ્ડીંગની સામે લાવવા જોઇએ નહી. કન્ટેઇનરોને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને કૉસ્ટીક સોડાથી વેલ્ડીંગ અથવા કટીંગ કરતા પહેલા સાફ કરવા જોઇએ અને રીપેરીંગ કરતા પહેલા પાણી અથવા આર્ગન ગેસથી ભરી દેવું જોઇએ.
  • અગ્નિશામક સાધનો હંમેશા હાથવગા અને તૈયાર હોવા જોઇએ.

Follow Us On Google NewsClick Here
Technicalhelps HomepageClick Here

Safety Precautions in handling Oxy-acetylene gas welding plant ITI Welder Book
Safety Precautions in handling Oxy-acetylene gas welding plant ITI Welder Book

Leave a Comment

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Related Job Posts

RMC Fire & Emergency Services Recruitment 2025 – Apply Online for 117 Posts,

Job Post:

Varius

Qualification:

As Per Post

Job Salary:
Job Salary:
Apply Now

SSC CGL Tier-I Result 2025 OUT – Check Result PDF Now

Job Post:
Qualification:
Job Salary:
Job Salary:
Apply Now

Bank of India Credit Officer Recruitment 2025 Notification – Apply Online for 514 Vacancies

Job Post:
Qualification:
Job Salary:
Job Salary:
Apply Now

GVK EMRI Emergency 108 Recruitment 2025 – Walk-In Interview for Emergency Medical Technician Posts

Job Post:

Emergency Medical Technician (EMT)

Qualification:

B.Sc, GNM, ANM, HAT

Job Salary:
Job Salary:
Apply Now
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો