પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ગુજરાત અને આધુનિક ગુજરાત વિષે સંપૂર્ણ માહિતી, ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન યુગ થી આધુનિક યુગ સુધી નો ઇતિહાસ જાણો
પ્રાચીન ગુજરાત
પ્રાગૈતિહાસિક યુગઃ પુરાતત્ત્વવિદોનાં સંશોધન પરથી અનુમાન કરી શકાય કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવજીવન પણ પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગમાંથી પસાર થયું હશે. સાબરમતી, મહી, રેવા (નર્મદા), મેશ્વો, માઝમ, વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, ભોગાવો, ભાદર વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળનાં સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયાં છે. ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાંની સાથે શહેરોનો વિકાસ થયો હતો. સોમનાથ પાટણ, લોથલ, ભૃગુકચ્છ, સ્તંભતીર્થ, સોપારા વગેરે બંદરો મારફતે પરરાજ્યો સાથેનો વેપાર ચાલતો હતો. રંગપુર (જિ. સુરેન્દ્રનગર), લોથલ (જિ. અમદાવાદ), કોટ અને પેઢામલી (જિ. મહેસાણા), લાખાબાવળ અને આમરા (જિ. જામનગર), રોજડી (જિ. રાજકોટ), ધોળાવીરા (જિ. કચ્છ), સોમનાથ પાટણ (જિ. ગીરસોમનાથ), ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી મળેલા હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના અવશેષો આ હકીક્તની સાક્ષી પૂરે છે.
મહાભારત યુગઃ કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વૈદિક યુગ આવે; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશનો કોઈ ઉલ્લેખ મળતો નથી, મહાભારત કાળમાં જુદાં જુદાં અનેક રાજ્યો હોવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે. શર્યાતિના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તરના ભાગો પર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ ‘આનર્ત’ કહેવાયો.
જરાસંધ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા. આનર્તનો પુત્ર રેવત યાદવો સામે પરાજિત થયો. શ્રીકૃષ્ણે કુશસ્થળી પાસે નવું નગર દ્વારાવતી (હાલનું બેટ દ્વારકા) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી. ઈ. સ. પૂર્વે 14મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવસત્તા અગ્રસ્થાને હતી. યાદવોના અસ્ત બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ક્યાં રાજકુળોનો સત્તા સ્થપાઈ તે સંબંધે કોઈ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.
મૌર્ય યુગઃ ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. ઈ. સ. પૂર્વે 319માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો મગધના રાજા ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે આવ્યા હતા. ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પુષ્યગુપ્તે ગિરિનગર (જૂનાગઢ) અને તેની આસપાસના પ્રદેશમાં ખેતીને ઉત્તેજન આપવા ‘સુદર્શન’ નામે જળાશય બંધાવ્યું હતું, એવો ઉલ્લેખ અશોકના ગિરનાર પર્વત પાસેન શિલાલેખમાં છે. મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો પૌત્ર સમ્રાટ અશોક તથા તેનો પૌત્ર સંપ્રતિનું શાસન ગુજરાતમાં હતું, એવું જૈન અનુશ્રુતિ પરથી માલૂમ પડે છે,
અનુ-મૌર્ય યુગઃ મૌર્ય શાસનના પતન બાદ ગુજરાતમાં કોઈ પ્રબળ શાસન ન હતું. ઈસુના જન્મ પછી ચાર સદી સુધી ક્ષત્રપોનું આધિપત્ય રહ્યું. ગિરનાર પાસેના શિલાલેખોના વિવરણ પ્રમાણે ક્ષત્રપોમ રુદ્રદામા શ્રેષ્ઠ રાજવી હતો. છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ પરાજય આપી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો.
ગુપ્ત યુગઃ ઈ. સ. 400ની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર, ગુજરાત તથા માળવા જીત્યા હોવાનું તેમના સિક્કાઓ તથા લેખો પરથી સિદ્ધ થાય છે. આ પ્રદેશોમાંથી ચંદ્રગુપ્ત બીજા, કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સોનાના તથા ચાંદીના સિક્કાઓ મળ્યા છે. ઈ. સ. 455માં સ્કંદગુપ્તના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું. ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો.
મૈત્રક યુગઃ ગુપ્ત સામ્રાજ્યની પડતી થતાં ગુપ્ત રાજાના સુબા મૈત્રક વંશના ભટ્ટાર્કે ઈ. સ. 470માં વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. આ વંશનો કુળધર્મ શૈવ હતો. મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગુસેન (ઈ.સ.553થી 569) હતો. તેનાં દાનપત્રોની પ્રશસ્તિ પરથી જણાય છે કે ગુહસેન પ્રજાપ્રિય શાસક હતો. આ વંશનો શીલાદિત્ય પહેલો (ઈ. સ. 590થી 615) ‘ધર્માદિત્ય’ તરીકે ઓળખાયો. ધ્રુવસેન બીજા(ઈ. સ. 627થી 643)ના સમયમાં ચીની યાત્રાળુ યુએન સંગે ઈ.સ. 640માં ગુજરાતની મુલાકાત લીધી હતી. ધ્રુવસેન બીજાના પુત્ર ધરસેન ચોથા(ઈ. સ. 643થી 650)એ મહારાજાધિરાજ’ અને ‘ચક્રવતી’નાં બિરુદ ધારણ કર્યાં હતાં. મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી હતી. વલભીપુરમાં અનેક બૌદ્ધ વિહારો હતા. ‘વલભી વિદ્યાપીઠ’ની ગણના નાલંદી વિદ્યાપીઠની હરોળમાં થતી હતી. ઈ. સ. 788માં આરબ આક્રમણોએ મૈત્રક શાસનનો અંત આણ્યો. ઈ. સ. 788થી 942 સુધી ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તાનું શાસન પ્રવર્તતું ન હતું.
આ પણ વાંચો
મૈત્રકોનાં સમકાલીન રાજ્યો : સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ (પાટનગર ઢાંક) અને સેન્ધવ વંશ(પાટનગર : ધૂમલી)ના રાજવીઓનું શાસન હતું.
જિસ ગુજરાતમાં વેટો (અપરાના પ્રદેશ), કમ્પ્યૂરીઓ (ભૃગુક), ગુર્જર નૃપતિઓ (નાન્દીપુર), ચાહમાનો (અંકલેશ્વર), સંન્દ્રકો (તાપી તટ) અને ચાલુક્યો(નવસારી)નું શાસન હતું.
અનુ-મૈત્રક યુગઈ…745થી 942 સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા વંશનું શાસન હતું. તેમની રાજધાની પંચાસર(રાધનપુર પાસેનું એક ગામ)માં હતી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર લગભગ 200 વર્ષ સુધી ગુર્જરપ્રતિહાર્સનું શાસન હતું. જિલ્લા (આબુની વાયવ્યમાં આવેલું હાલનું ભીનમાલ) તેમની રાજધાની હતી. આ જ સમયમાં દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધી રાષ્ટ્રકૂટનું (ઈ.સ. 750થી 972) સામ્રાજ્ય હતું. તેમની રાજધાની માન્યખેટ(નાશિક)માં હતી. આ સમયગાળામાં જ ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા માટે વતન ત્યજી સંજાણમાં આવીને વસ્યા હતા; તેઓ ‘પારસીઓ’ તરીકે જાણીતા થયા.
સોલંકી યુગઃ સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે. ચાલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે છે.માદમાં અગિપુર પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી પોતાની રાજસત્તા સ્થાપી. મૂળરાજ સોલંકી (ઈ. સ. 942થી 997) કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા ખેડા સુધીના પ્રદેશનો સાર્વભૌમ શાસક બન્યો હતો, મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવ્યો હતો. ભીમદેવ પહેલા (ઈ.સ. 1022થી 1064)ના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ ઈ.સ. 1026ની 7મી જાન્યુઆરીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. ત્યાં ભીમદેવે ઈ. સ. 1027 માં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર પણ ભીમદેવના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. ભીમદેવે વિમલમંત્રીને આબુનો દંડનાયક નીમ્યો હતો. તેણે ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. કર્ણદેવે (ઈ.સ. 1064થી 1094) નવસારી પ્રદેશ પર પોતાની આણ વરતાવી હતી. તેણે આશાપલ્લી જીતી કર્ણાવતીનગર વસાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094 થી 1143) સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદી રાજા હતો. સિદ્ધરાજે જનાગઢના રાજા રા’ખેંગારને હરાવ્યો હતો અને માળવાના રાજા પોવનેિ હરાવી ‘અવંતિનાથ’નું બિરુદ ધારણ કર્યું હતું. તેનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણમાં ખંભાત, ભરૂચ અને લાટનો પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક ભાગો સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજે પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને સિદ્ધપુરના રમહાલયનો જીર્ણોદ્રાર કરાવ્યો હતો. તેણે હેમચંદ્રાચાર્યને સિહહેમ
શબ્દાનુશાસન’ નામનો વ્યાકરણનો ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી. ગુજરાતની અસ્મિતાની વૃત્તિ કરનાર કુમારપાળ (ઈ.સ. 11-13થી 1173) લોકપ્રિય અને આદર્શ રાજા હતો. તેણે અજમેરના રાજા અક્કરાજ અને કોઠાના રાજા મલ્લિકાર્જુનને પરાજય આપ્યો હતો, કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો હતો.
ભીમદેવ બીજાએ (ઈ.સ.1178થી 1242) લગભગ 63 વર્ષ રાજ્ય કર્યું. તે નિર્બળ રાળ હતો તેના સમયમાં સૌલંકી વંશનો અંત અને વાઘેલા વંશની શરૂઆત થઈ. ધોળકાના રાણા વીરધવલ અને મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલકી રાજ્યના રક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ઈ.સ. 1244માં ત્રિભુવનપાળનું અવસાન ષના સોલંકી વંશની સત્તા અસ્ત પામી
વાઘેલા-સોલંકી યુગ ઈ.સ. 1244માં ધોળકાના મહામંડલેશ્વર વિસલદેવે (ઇ. સ 1244થી 1262) પાટણની ગાદી મેળવી. તેણે મેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુદ્ધો કર્યાં હતાં. આ વંશનો દેવ (ઇ.સ.1296થી 1304) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. દેવનો મહામાત્ય માધવ મુસલમાનોને ગુજરાત પર ચઢાઈ કરવા બોલાવી લાવ્યો હતો. અલાઉદીન ખલજીના હુકમથી ઉલુઘખાન અને નસતાને ગુજરાત પર ચડાઈ કરી અને અણહિલપુર મુસ્લિમ શાસકોના હથનું આવ્યું.
મધ્યકાલીન ગુજરાત
દિલ્લી સલ્તનત યુગઃ અલાઉદીનનો બનેવી અલપખાન (ઈ.સ. 1306થી 1315) ગુજરાતનો ગવર્નર બન્યો. અલાઉદીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું.
તઘલ યુગઃ ઇ. સ. 1320માં પલક યુગની શરૂઆત થઈ. તઘલક વાનો મહંમદ તઘલક તરંગી અને વિદ્વાન હતો. તેનો મોટા ભાગનો સમય ભરૂચ, તપી વગેરે અમીરોના હવાઓને શમાવવામાં ગર્યો હતો. તેણે જુનાગઢ અને પોષાના રાજાઓને હરાવ્યા હતા.
ઈ.સ. 1908માં તેમૂરે દિલ્લી પર ચડાઈ કરતાં તાતારખાને (મહંમદશાહ પહેલાએ) ગુજરાતમાં આશ્રય લીધો.
ગુજરાત સલ્તનત યુગઃ ઑક્ટોબર, 1407 માં ઝફરખાને, મુઝફ્ફરશાહ પહેલાનો ઇલકાબ ધારણ કરી બીરપુર મુકામે ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી.
10મી જાન્યુઆરી, 1111માં એમખાન ‘નસીરૂદીન અહમદશાનો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો. તે ગુજરાતની સલ્તનતનો ખરી સ્થાપક ગણાય છે. તેણે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ કર્ણાવતીનગર પાસે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી. તેણે વડોદરા અને મોડાસામાં થયેલા બળવાનોનું શમન કર્યું તથા ઈડરના રાવ અને માળવાના સુલતાનો સાથે અવારનવાર યુદ્ધો કર્યાં. તેણે ઝાલાવાડ, ચાંપાનેર, નાંદોદ અને જૂનાગઢના રાજાઓને તથા મની સુલતાન મદશાહને કરાવ્યા. તેણે હાથમતી નદીના કિનારે અહમદનગર (મતનગર) વસાવ્યું હતું, તેના સમયમાં અમદાવાદમાં જમા મસ્જિદ, ભદ્રનો કિલ્લો અને ત્રણ દરવાજાનું બાંધકામ થયું હતું. કુતુબુદીન એહમદશાહે (ઈ.સ. 1451 થી 1458) ‘બીજે ક્યુબ’ (કિરિયા તળાવ) અને નગીનાવાડી બંધાવ્યાં હતાં.
ગુજરાતના ઇતિહાસમાં મેહમૂદ વેગડાને નામે પ્રખ્યાત નસીરૂદીન મેહમૂદશાહ (ઈ. સ. 1458થી 1513) મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજ્યકર્તા હતી. તેણે જૂનાગઢ અને પાવાગઢ જીત્યાં હતાં અને ચાંપાનેર, સિંધ, માળવા તથા ઈડરના રાજાઓને હાર આપી હતી. મેહમૂદ બેગડાએ ચેઘા બંદર પાસે ફિરંગીઓને અને દ્વારા પાસે ચાંચિયાઓને હરાવ્યા હતા. તેણે સરખેજ, રસુલાબાદ, વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા, ઇમારતો વગેરે બંધાવ્યાં હતાં. તેના સમયમાં અમદાવાદમાં દાદા હરિની વાવ અને અડાલજની વાવનાં સ્થાપત્યો થયાં હતાં.
મુઝફ્ફરશાહ બીજો (ઈ.સ. 1513થી 1526) વિજ્ઞાન, સંયમી અને પવિત્ર સુલતાન હતો. તેણે ઈડર, ચિત્તોડ અને માળવાના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા હતાં. તેણે હુમાયુ સામેની લડતમાં નજીવી મદદ કરનાર પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની પરવાનગી આપીને ગંભીર ભૂલ કરી હતી. છેલ્લા સુલત્તાન મુઝફ્ફરશાહ ત્રીજા(ઈ.સ. 1561 થી 1572)ના વજીર ઇતિયાદખાને અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું અને
ગુજરાત સલાનતનો અંત આવ્યો. મુઘલ યુગઃ કબરે ઈ.સ. 1572–73માં ગુજરાતમાં વિજયી મેળવી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી અને મુઘલ શાહજાદાઓને ગુજરાતના સુબા તરીકે મોકલ્યા. અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી. જહાંગીરે સત્તા પર આવતાં ખંભાતની મુલાકાત લીધી હતી.
તેણે અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપતાં અંગ્રેજોએ ઈ.સ. 1613માં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું હતું. આ પછી અંગ્રેજોએ ભરૂચ, અમદાવાદ, ઘોઘા, ખંભાત વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યાં. અંગ્રેજો વેપાર વધારતા ગયા અને લશ્કરથી સુસજ્જ થતા ગયા.
જહાંગીરે અમદાવાદની ટંકશાળમાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતા. શાહજહાંના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બન્યો હતો.
ઔરંગઝેબના સમયમાં એક્સરખી જકાત દાખલ કરવામાં આવી હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું. તે સુન્ની અને સહિષ્ણુ મુસલમાન નો. તેણે હોળી અને દિવાળીના ધાર્મિક ઉત્સવો ઊજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સમયમાં સુરત ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું. અહીં અંગ્રેજ, ડચ અને ફ્રેંચ વેપારીઓની કોઠીઓ હતી. અમદાવાદ સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. ખંભાતથી કાપડ, ગળી, જરીવાળું કાપડ વગેરેની નિકાસ થતી હતી. ઈ.સ. 1664 અને 1670માં શિવાજીએ સુરત લૂંટ્યું હતું.
ઈ. સ. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી. ત્યારપછી મુઘલો ગાયકવાડ અને પેશ્વાના હુમલાઓ ખાળી ન શક્યા. મુઘલ અને મરાઠાઓ વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી ન રહી. મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઈ જૂનાગઢ, રાધનપુર અને ખંભાતના શાસકો સ્વતંત્ર બન્યા. સુરત અને ખંભાતનાં બંદરોની જાહોજલાલી અસ્ત પામી. દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના લહનો લાભ લઈ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં પોતાની સત્તા દૃઢ કરી.
આ પણ વાંચો
આધુનિક ગુજરાત
ગુજરાતનાં દેશી રાજ્યો : ભારતનાં કુલ 562 દેશી રાજ્યોમાંથી ગુજરાતમાં 366 દેશી રાજ્યો હતાં. જૂનાગઢ, નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડલ, વાંકાનેર અને રાજટ સૌરાષ્ટ્રનાં મોટાં રાજ્યો હતા. રાજપીપળા, દેવગઢબારિયા, લુછાવાડા, છોટા ઉદેપુર વગેરે રાજ્યોના શાસકો રાજપૂતો હતા અને વાડાસિનોર, ખંભાત, સચિન, રાધનપુર તથા પાલનપુરના શાસકો મુસ્લિમો હતા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા(ઈ.સ. 1875થી 1999)ના સમયમાં વડૌદરા રાજ્યે નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો.
બ્રિટિશ યુગઃ ઈ. સ. 1818માં પેશવાઈનો અંત આવતા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની. કંપનીને ગુજરાતના મળેલા પ્રદેશો પાંચ જિલ્લામાં વહેંચાયેલા હતા. ઈ.સ. 1853માં સિંધિયાએ પંચમહલ જિલ્લો તથા પાવાગઢ અને ચાંપાનેરના પ્રદેશો બ્રિટિશ સરકારને સોંપ્યા. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી સામાન્ય લોકોના સુખમાં વધારો થયો. રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઇતિહાસ પર પણ પડી. બ્રિટિશ સરકારે પણ સામાજિક સુધારાઓ કરવા માંડ્યા.
1857નો સંગ્રામ:- ગુજરાતમાં વિપ્લવની શરૂઆત અમદાવાદમાં રહેલી લશ્કરની સાતમી ટુકડીએ જૂન, 1857માં કરી હતી. જુલાઈમાં ગોધરા, દાહોદ અને ઝાલોદમાં સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી. આ સમય દરમિયાન ખેરાલુ, પાટણ, ભિલોડા, વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારોએ બળવા કર્યા. આણંદના મુખી ગરબડદાસે ખે જિલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો. ઓખાના વાઘેરોએ જોધા માણેકની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો. તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી છોટા ઉદેપુર કબજે કર્યું. જૂન, 1858 સુધીમાં ગુજરાતની પ્રજાને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર કરી દેવામાં આવી.
બ્રિટિશ તાજનો યુગઃ ઈ.સ. 1858માં બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો. ગુજરાતના પાંચ જિલ્લાનો વહીવટ મુંબઈ ઇલાકાના ગવર્નર મારફતે કરવામાં આવતો હતો. બ્રિટિશ સરકારે ઈ.સ. 1860માં આવકવેરો શરૂ કરતાં સુરતના વેપારીઓએ આંદોલન ચલાવ્યું હતું. ઈ. સ. 1878માં લાયસન્સ ટૅક્સના વિરોધમાં પણ સુરતમાં આદોલન થયું હતું.
ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામ : ઈ. સ. 1871 માં સુરત તથા ભરૂચમાં અને ઈ.સ. 1872માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ’ નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ઈ. સ. 1884માં અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના થઈ. ઈ.સ. 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થાના મકાનમાં મળ્યું હતું. ત્યારપછી કૉંગ્રેસનાં અધિવેશનો ઈ.સ. 1902માં અમદાવાદમાં અને ઈ. સ. 1907માં સુરતમાં થયાં હતાં.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી મળી હતી. 13 નવેમ્બર, 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે વાઇસરૉય લૉર્ડ મિન્ટો પર બૉમ્બ નાખવામાં આવ્યો હતો. ઈ.સ. 1916માં મગનભાઈ ચતુરભાઈ પટેલે અમદાવાદમાં હોમરૂલ લીગની શાખા સ્થાપી હતી. માર્ચ, 1918માં એની બેસન્ટે ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી હતી.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવી, 25 મે, 1915ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ગાંધીજીએ વીરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી રજૂ કરતાં સરકારે એ જકાત રદ કરી હતી. અમદાવાદના મિલમજૂરોએ 35 ટકા પગારવધારાની માંગણી કરતાં ગાંધીજીએ તેમને હડતાળ પાડવાની સલાહ આપી. હડતાળ સફળ થઈ અને મિલમજૂરોને 35 ટકાનો પગારવધારો મળ્યો હતો. ઈ.સ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ ન કર્યું. ગાંધીજીની નેતાગીરી હેઠળ ખેડાના ખેડૂતોએ સત્યાગ્રહ શરૂ કર્યો. ઈ.સ. 1918માં ગાંધીજીને સફળતા મળી.
ઈ.સ. 1919માં પસાર થયેલા ‘રૉલેટ ઍક્ટ’ વિરુદ્ધ ગુજરાતમાં 6, એપ્રિલના રોજ અમદાવાદ અને નિડયાદમાં હડતાળ પડી. અમદાવાદમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા. 13, એપ્રિલે આણંદમાં હડતાળ પડી. હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે ગાંધીજીએ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ કરી શાંતિ સ્થાપી.
અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં 18 ઑક્ટોબર, 1920ના રોજ અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના કરવામાં આવી. સરકારી કેળવણીનો બહિષ્કાર કરી અમદાવાદ, સુરત અને વડોદરાની કૉલેજોના અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલો છોડી. વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. વિદેશી કાપડની દુકાનો પર બહેનોએ પિકેટિંગ કર્યું અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી. ટિળક સ્વરાજ ફાળામાં ગુજરાતે હૈં 15 લાખનો ફાળો આપ્યો. ચૌરીચોરામાં થયેલી હિંસાના કારણે આ ચળવળ બંધ કરવામાં આવી.
બોરસદ તાલુકામાં નાખવામાં આવેલા પોલીસ ખર્ચના વધારાના કરનો પ્રજાએ વિરોધ કર્યો. આ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે રચાયેલી ‘સંગ્રામ સમિતિ’નો વિજય થયો.
ઈ.સ. 1928માં સુરત જિલ્લાના બારડેલી તાલુકામાં જમીન મહેલમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો. લોકોએ આ વધારાનો વિરોધ કર્યો. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને આ સત્યાગ્રહની જવાબદારી સોંપી. સરકારે દમનનીતિ શરૂ કરી. બારડોલી સત્યાગ્રહની સહાનુભૂતિમાં સમગ્ર ભારતે બારશૈલી દિન’ ઊજવ્યો. આ લતમાં સત્યાગ્રહીઓનો વિજય થી અને વલ્લભભાઈ પટેલ “સરદાર’ કહેવાયા.
12 ઑક્ટોબર, 1988ના રોજ અમદાવાદની ગુજરાત કોલેજના ટેટલાક વિદ્યાર્થીઓએ સાઇમન કમિશનના વિરોધમાં હડતાળ પાડી સત્રાંત પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શિરાઝે તેમની સામે વેરવૃત્તિ રાખી. તેથી વિદ્યાર્થીઓએ 39 દિવસની હડતાળ પાડી. 30 જાન્યુઆરી, 1929ના રોજ દેશભરની કૉલેજોએ હડતાળ પાડી અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન’ ઊજવ્યો અને શિરાઝના પગલાને ધિક્કાર્યું, 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીર્ય શરૂ કરી. 6. એપ્રિલે દાંડી મુકામે પહોંચી, ચપટી મીઠું ઉપાડ્યું. આ રીતે ગાંધીજને મીઠાના કાપનો ભંગ કર્યો.
સુરત જિલ્લાના ધરાસણામાં સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો. બારડૈલી અને બોરસદ તાલુકામાં નાકરની લો ચાલી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં.
ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ડૉ મલાલ દેસાઈ અને કનૈયાલાલ દેસાઈની, તેઓ વ્યક્તિગત સત્યાગ્ર કરે તે પહેલાં જ, ધરપકડ કરવામાં આવી. ૩ માર્ચ, 1941 સુધીમાં ગુજરાતમાંથી 296 સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ તાળો પાી.
8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી મહાસમિતિની બેઠકમાં ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9 ઑગસ્ટની વહેલી સવારે અમદાવાદમાંથી ગણેશ માવળંકર અને ભોગીલાલ લાલા, સુરતમાંથી ચંપકલાલ ઘીયા અને છોટુભાઈ મારફતિયા, વડોદરામાંથી છોટુભાઈ સુતરિયા અને પ્રાાલાલ મુનશી, સૌરાષ્ટ્રમાંથી માર્કોક્લાય ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવનાર મીતા અને ઉચ્છંગરાય ઢેબર જેવા કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. 9 ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં 105 દિવસની હડતાળ પડી. ૭મીએ અમદાવાદના ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયો. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં થયેલા ગોળીબારથી વિનોદ કિનારીવાલા શહીદ થયો. 18 ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે વડોદરાના પાંચ યુવાનો પોલીસ ગોળીબારથી શહીદ થયા.
ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમો આપવામાં આવતા હતા. અમદાવાદમાંથી બી. કે. મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ પીયા, ભરૂચ જિલ્લામાંથી છોટુભાઈ પુરાણી, સૌરાષ્ટ્રમાંથી રતુભાઈ અદાણી ભાંગફોડની પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હતા. કિશોરલાલ મશરૂવાળાને 23 ઓગસ્ટના ‘હરિજન’ અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું, તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળોએ તાર-ટેલિફોનનાં દોરડું કાપવામાં આવ્યાં, પોલીસ પાર્ટી, પોલીસવાન, પોલીસ ચોકીઓ, પોસ્ટ-ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી, તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા.
અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી પોલીસ ચોકીઓ, પોસ્ટ-ઑફિસો તથા સરકારી કચેરીઓ પર નાખ્યા અને અરાજક્તા ફેલાવી. આ રીતે ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ.
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. 1 નવેમ્બર, 1956ના રોજ મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું.
ગુજરાતનું અલગ રાજ્ય : મહાગુજરાતની અલગ રચના કરવા માટે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ લડત શરૂ થઈ. 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર ગોળીબાર થતાં ચાર યુવાનો શહીદ થયા. નિડયાદ, આણંદ, વડોદરા વગેરે શહેરોમાં હડતાળો પડી. થોડા દિવસોમાં આ ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ. સપ્ટેમ્બર, 1956માં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ ‘મહાગુજરાત જનતા પરિષદ’ની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા. અમદાવાદમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1990માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1 મે, 1960થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી. અમદાવાદ તેનું પાટનગર બન્યું. ઈ. સ. 1971 માં શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું.
Homepage | Click Here |
Follow us on Google News | Click Here |
વારંવાર પુછાતા પ્રશ્નો [FAQ]
મુંબઈ રાજ્યની રચના કયારે થઇ ?
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં 1 નવેમ્બર, 1956ના રોજ મુંબઈ રાજ્યની રચના થઇ.