Gujarat Junior Clerk Exam: 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે, પરીક્ષાના તમામ વાહનો GPSથી સજ્જ કરાશે, શહેર અને જિલ્લાના 3 હજાર કેન્દ્રોમાં 9.53 લાખ ઉમેદવારો બેસશે. Gujarat Junior Clerk exam ગુજરાતભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે ફરી યોજાશે. અગાઉ 29 જાન્યુાઆરી, 2023ના રોજ પેપર લીક થતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર આ પરીક્ષા રદ કરતા ભારે હોબાળો મચ્યો હતો.
Gujarat Junior Clerk exam
Gujarat Junior clerk examની ફરી પરીક્ષા યોજાઇ રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ 29 જાન્યુઆરી 2023ના રોજ યોજવામાં આવી હતી જો કે કમનસીબે પરીક્ષાનું પેપર ફુટી જતા સમગ્ર એક્ઝામ કેન્સલ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની આ પરીક્ષા આજે 9 એપ્રિલ, 2023ના રોજ ફરી યોજવામાં આવી રહી છે. ગુજરાતભરમાં આજે બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે.
વર્ગ ખંડમાં ઉમેદવારોને મોબાઇલ પાકિટ લઇ જવાની મનાઇ
આજે ગુજરાતભરમાં 3000 કેન્દ્રો પર 9.55 લાખથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે કડક તપાસ બાદ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવાનું શરૂ થઇ ગયું છે. કોઇ પણ ગેરરીતિ ન થાય તેની માટે પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરકારની નોકરીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને માત્ર આઈકાર્ડ, કોલલેટર અને પેન સાથે પરીક્ષા કેન્દ્રોની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. તો પ્રતિબંધ ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ, પાકીટ સહિતની વસ્તુઓ વર્ગખંડની અંદર લઇ જવાની મનાઇ છે.
3000 કેન્દ્ર પર 9 લાખથી વધુ ઉમેદવારો
અઢી મહિના પહેલા કેન્સલ કરાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે 9 એપ્રિલ, 2023ના રોજ ફરી યોજવામાં આવી રહી છે. જેની માટે ગુજરાતના 3000 જેટલા પરીક્ષા કેન્દ્રો પર એક્ઝામની વ્યવસ્થામાં કરાઇ છે જ્યારે 9.55 લાખથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. જેમાં રાજકોટમાં 150 કેન્દ્રો પર 43 હજારથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. તેવી જ રીતે વડોદરામાં 120 કેન્દ્રો,
1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
તમામ પરીક્ષા કેન્દ્રો CCTV થી સજ્જ, ઉપરાંત પરીક્ષામાં ઉપયોગ લેવાનારા તમામ વાહનોમાં પણ જીપીએસ (GPS) સિસ્ટમ હશે. જેનાથી વાહનોની ગતિવિધિ પર સીધી નજર રહેશે. એક કલાકના પેપરમાં ઓએમઆર (OMR) પધ્ધતિથી 60 પ્રશ્નો પુછાશે. રાજ્યમાં જનરલ કેટેગરીની 585 મળી 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પંચાયત સેવા પસંદગી મંડળે (Gujarat Panchayat Service Selection Board) Gujarat Junior clerk exam પરીક્ષા માટે ઓનલાઇન અરજી મગાવી હતી.
આ પણ વાંચો
ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે
બોડી વોર્ન કેમેરા અંગે તેમણે ઉમેર્યું હતું કે, આ કેમેરામાં સતત રેકોર્ડિંગ થતું હોય છે એટલે પરીક્ષા કેન્દ્રોની અંદર જે ઉમેદવારો પ્રવેશ કરશે ત્યારે અમે ઉમેદવારોની વીડિયોગ્રાફી લઈ શકશું. Gujarat Junior Clerk exam કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે એટલે આ એક વધારાની વ્યવસ્થા કરાઈ છે. સતત રેકોર્ડિંગ ચાલુ રહેશે, સાથે જ ઉમેદવાર કોઈ ખોટી વસ્તુ લાવ્યા હશે તોપણ પકડાઈ જશે.