General Knowledge Quiz – 5

Gneral Knowledge Mock Test – 5
ASI Fulll form

ASI નું પૂરું નામ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે. ભારતના પોલીસ દળોમાં, એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) નોન-ગેઝેટેડ પોલીસ અધિકારી છે જે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપર અને સબ-ઇન્સ્પેક્ટર (SI) ની નીચે હોય છે.

PSI full form in Gujarati | PSI નું પૂર્ણરુપ શું છે?

PSI full form in Gujarati: અહી અમે આપની સાથે પીએસઆઇ(PSI) નું પૂર્ણ સ્વરૂપ(Full Form) શું થાય તેના વિશે જાણકારી શેર કરીએ છીએ. અહી ઉપલબ્ધ જાણકારી એ ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ છે.

Wrong shortcode initialized

PSI full form in Gujarati English :

પોલીસ સબ ઇન્સપેક્ટર-Police sub-inspector

DDO full form in Gujarati

અહી આપને DDO Full Form in Gujarati વિશે જાણકારી આપવામાં આવી છે. અહી ઉપલબ્ધ DDO નું પૂર્ણરૂપ શું છે? જાણકારી ગુજરાતી ભાષા માં આપવામાં આવી છે.

ડ્રોઇંગ અને વિતરણ અધિકારી-Drawing and Disbursement Officer

ભારતના આઠ રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.

  1. મધ્ય પ્રદેશ
  2. ઝારખંડ
  3. મિઝોરમ
  4. રાજસ્થાન
  5. પશ્ચિમ બંગાળ
  6. ત્રિપુરા
  7. ગુજરાત
  8. છતીસગઢ

ગુજરાતના છ જિલ્લામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.

  1. અરવલ્લી
  2. મહેસાણા
  3. સાબરકાંઠા
  4. પાટણ
  5. ગાંધીનગર
  6. કચ્છ

ઝીરોની શોધ ક્યારે થઈ હતી?

સંખ્યા લખવામાં શૂન્ય ન હોય તો શું થાય ? આ કલ્પનાથી શૂન્ય કે ઝીરોનું મહત્વ સમજાઈ જાય. ઝીરો એટલે ભલે કશું જ નહીં પણ આંકડાની પાછળ લાગે  એટલે તેની કિંમત સમજાય, લિપિ અને અંકોની શોધ થયા પછી ગણિતશાસ્ત્ર, ભૂમિતિ અને વિજ્ઞાાનના સંશોધનોને સરળતાથી વેગ મળ્યો. અંકો નહોતા ત્યારે રોમન પધ્ધતિમાં સંખ્યા લખાતી.
તેમાં ‘X’ એટલે ૧૦, ‘c’ એટલે ૧૦૦ અને ‘m’ એટલે ૧૦૦૦  ગણાતા. એકડા માટે ‘i’ અને પાંચ માટે ‘v’ લખાતાં. ૫૦ લખવા હોય તો  ‘L’ એ ૫૦૦ માટે ‘D.’ ઘણી ઘડિયાળના ચંદામાં રોમન આંક જોવા મળે છે. આ બધી કડાકૂટથી બચવા ભારતમાં ‘શૂન્ય’ ની શોધ થઈ અને ૯મી સદીમાં આરબો દ્વારા ‘ઝીરો’ની શોધ સમગ્ર વિશ્વમાં પહોચી. જો કે ભારતમાં ૧ થી ૯ અંક લખવાની પ્રથા અગાઉથી જ હતી. પરંતુ શુન્યની શોધ પછી વિજ્ઞાાન, ઉદ્યોગો અને અંકશાસ્ત્રને ઘણો વેગ મળ્યો.

દુનિયાનો બીજો સૌથી મોટો મકબરો : ગોલ ગુંબજ

ગોલ ગુંબજ, કર્ણાટક રાજ્યના બીજાપુર શહેરમાં આવેલો છે. તે આદિલ સામ્રાજ્યના સમ્રાટ મોહમદ આદિલ શાહનો મકબરો છે. આ મકબરો તેની ખૂબ મોટી સાઈઝ અને અંદર અવાજ પરાવર્તનની ખૂબીને લીધે ખાસ જાણીતો છે. દુનિયાભરના પ્રવાસીઓ ગોલ ગુંબજ જોવા આવે છે, અને તેની ખૂબી જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. આદિલ શાહે જ તેનું બાંધકામ શરુ કરાવેલું અને ૧૬૫૬માં તે પૂરું થયું હતું. ઇન્ડો-ઇસ્લામીક સ્થાપત્ય ધરાવતો આ ઘુમ્મટ તે વખતના પ્રખ્યાત આર્કિટેક્ટ યાકુત ઓફ દાબુલે બનાવ્યો હતો. અહીં રાજા મોહમદ આદિલ શાહ, તેની પત્નીઓ, દિકરીઓ અને પૌત્રની કબરો છે.

ગોલ ગુંબજ મોટા ક્યુબ આકારનો છે, અને તેની ઉપર અર્ધગોળાકાર ઘુમ્મટ છે. ક્યુબની દરેક સાઈડ ૪૭.૫ મીટર લાંબી છે. બહારની દરેક સાઈડની દિવાલ પર ત્રણ કમાનો છે. વચ્ચેની કમાન વધારે પહોળી છે. ઉત્તર તરફની દિવાલ સિવાય, દરેક દિવાલની વચ્ચેની કમાનમાં બારણું છે. ઉપરના અર્ધગોળાકાર ઘુમ્મટનો બહારનો વ્યાસ ૪૪ મીટર અને અંદરનો વ્યાસ ૩૮ મીટર છે. ઘુમ્મટ શરુ થાય ત્યાં આગળ એની જાડાઈ ૩ મીટર છે. મકાનની અંદરના હોલમાં એક પણ થાંભલો નથી. થાંભલા વગર આટલો મોટો ઘુમ્મટ આ રીતે બાંધવો એ જ તો આ બાંધકામની ખૂબી છે. ભારતનો આ સૌથી મોટો ઘુમ્મટ છે. દુનિયામાં તે બીજા નંબરે છે. દુનિયાનો એક નંબરનો મોટો ઘુમ્મટ વેટીકન સીટીનો સેન્ટ પીટર બેસીલીકાનો ઘુમ્મટ છે.

ગોલ ગુંબજના અંદરના હોલનો વિસ્તાર ૧૭૦૩ ચો. મી. છે. એક જ હોલનો આટલો મોટો વિસ્તાર, એ પણ એક બેજોડ રચના છે. અંદર હોલમાં વચ્ચે ચોરસ પ્લેટફોર્મ છે, તેના પર ચડવા માટે ચારે બાજુ પગથિયાં છે. પ્લેટફોર્મ પર કબર ચણેલી છે. હોલમાં જમીનથી ૩૩ મીટરની ઉંચાઇએ, ઘુમ્મટની અંદરની સાઈડે ગેલેરી છે. તે સવા ત્રણ મીટર પહોળી છે. એને વ્હીસ્પરીંગ ગેલેરી કહે છે. ઘુમ્મટની ખરી ખૂબી આ ગેલેરીમાં અનુભવવા મળે છે. ગેલેરીમાં ઉભા રહી, નાનો સરખો અવાજ કરો તો પણ તે ગેલેરીમાં બધે સંભળાય છે. તાલી પાડો તો પડઘા રૂપે બીજી દસ તાળીઓ સંભળાય છે. આનું કારણ એ છે કે ઘુમ્મટની સપાટી પરથી અવાજનું વારંવાર પરાવર્તન થાય છે. દુનિયાનું આ અજોડ સ્થાપત્ય છે.

ગોલ ગુંબજની બહારના ચારે ખૂણે, ૭ માળવાળા અષ્ટકોણીય ટાવર છે. દરેક ટાવરમાં અંદર સીડી છે. ટાવરના ઉપલા માળમાંથી, સીડીમાંથી ઘુમ્મટ ફરતેની ગેલેરીમાં અવાય છે. અહીંથી આખું બીજાપુર શહેર દેખાય છે. બધા ટાવર પર પણ નાના ઘુમ્મટો છે. ગોલ ગુંબજની આગળ એક મ્યુઝીયમ છે. આ ઉપરાંત અહીં મસ્જીદ, નગારખાના અને ધર્મશાળા પણ છે.

General knowledge Mock test