ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તેવી રાહ જોઇને વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારે ધોરણ 10નુ પરિણામ જૂનમાં 15 જૂન સુધી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉનાળુ વેકેશન પુરુ થવા આવ્યું. હવે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે. ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ વચ્ચે થઇ હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓને બસ રિઝલ્ટની રાહ છે. જો કે થોડા જ દિવસોમાં તેમની આતુરતાનો અંત આવી જશે. કારણ કે જૂનમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે.
જૂન 2022 માં જાહેર કરાશે પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન 2022માં પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે. બોર્ડે HSC અને SSCનું પરિણામ જાહેર કરવા માટે કોઇ તારીખ કે સમય જાહેર કર્યો નથી. પરંતુ મળતા અપડેટ્સ મુજબ 15 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી શકે છે. ટૂંક સમયમાં જ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરશે. મહત્વનું છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરિણામની રાહ જોઇ રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
- સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 પર જાઓ.
- સ્ટેપ 2- વેબસાઈટ પર ‘GSEB HSC પરિણામ 2022 અથવા GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 3- તે પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 4- GSEB પરિણામ 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
ધોરણ 10નું રિઝલ્ટ | Click Here |
Technicalhelps Homepage | Click Here |