કેનેડા અંડર-19 ટીમનું સુકાનીપદ જશ શાહ સંભાળશે, પૌત્રનું સિલેક્શન થતાં શાહ પરિવારમાં આનંદ

ભારતમાં પુણે સ્થિત ક્રિકેટ ક્લબમાં તાલીમ મેળવી નવસારીના યુવાને સિદ્ધિ મેળવી

કેનેડાની અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં મૂળ નવસારીના વતની અને રોટરી સંસ્થા સાથે જોડાયેલા કાંતિભાઇ શાહ પરિવારના પૌત્રનું 8 માસ પહેલા સિલેક્શન થતા શાહ પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી. હવે જશ શાહ કેનેડા અંડર-19મા ટીમનું નેતૃત્વ કરશે.

જશ શાહની અંડર-19માં કેપ્ટન તરીકે પસંદગી Selection of Jash Shah as Captain in Under-19

મૂળ નવસારીના અને કેનેડામાં આશરે 17 વર્ષથી સ્થાયી થયેલા શાહ પરિવારનો પૌત્ર જશ હિમાંશુ શાહ કેનેડા ક્રિકેટ ક્લબમાં અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં 8 માસ પહેલા સિલેક્ટ થતા નવસારીના શાહ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. હવે તેની ક્રિકેટમાં સારું પ્રદર્શન જોઈને કેનેડા ક્રિકેટના અધિકારીઓએ જશ શાહની હવે અંડર-19માં કેપ્ટન તરીકે પસંદગી કરી હતી. નવસારીમાં રહેતા કાંતિલાલ શાહનો પુત્ર હિમાંશુ શાહ કેનેડામાં મોટેલ બિઝનેસ કરે છે અને તેમને એક દીકરો અને દીકરી છે.

પિતા પાસેથી વારસામાં ક્રિકેટનાં લક્ષણો મળ્યાં He inherited cricket from his father

જે પૈકી દીકરો જશ શાહ હાલમાં ધોરણ-12 પાસ કરીને બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે તેને તેના પિતા પાસેથી વારસામાં ક્રિકેટના લક્ષણો પણ મળ્યા છે, કારણ કે તેના પિતાને પણ બાળપણથી જ ક્રિકેટ રમવાનો લગાવ હતો, જેથી પુત્ર જશને પણ ક્રિકેટ પ્રત્યે લગાવ વધ્યો હતો.

જશ શાહ અંડર-19માં ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે Jash Shah will lead the under-19 cricket team

તેણે સાત વર્ષ સુધી ભારતમાં આવી પૂનામાં ક્રિકેટ ક્લબમાં ક્રિકેટની સઘન તાલીમ પણ લીધી હતી. જશ શાહ હવે અંડર-19માં ક્રિકેટ ટીમનું કેપ્ટન તરીકે નેતૃત્વ સંભાળશે. આ સાથે નેશનલ ક્રિકેટ ટીમમાંથી પણ રમવાનું આમંત્રણ મળતા જેની માહિતી નવસારીમાં રહેતા દાદા કાંતિલાલ શાહને મળતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

See also  CCRAS Recruitment 2022 - Apply Online for 310 Doctors, Pharmacist & Other Posts

અંડર-19મા 10 યુવા ક્રિકેટર મૂળ ગુજરાતી Under-19 10 young cricketers native Gujarati

નવસારીના બે યુવા ક્રિકેટરો જશ શાહ અને સિદ્ધ લાડની પસંદગી 8 માસ પહેલા કેનેડા અંડર-19ની ટીમમાં પસંદગી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડાની અંડર-19 ટીમમાં 15ની ટીમમાં 10 તો મૂળ ગુજરાતી ક્રિકેટર હોય ગુજરાત હવે કેનેડામાં રહી દેશનું નામ રોશન કરશે.

હારની બાજી જીતમાં પલટી સદી બનાવી Defeat made a century in victory

મારો પૌત્ર જે દિવસે કેનેડામાં સ્નો પડ્યો હોય તેવી પરિસ્થિતિમાં પણ ક્રિકેટની પ્રેકટીસ કરતો હતો. વર્લ્ડ કપમાં સિલેક્શન થયું હવે ટીમનો કેપ્ટન બન્યો અને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં રમવાનું જણાવતા હવે મારો પૌત્ર દેશ અને નવસારી ગુજરાતનું નામ રોશન કરશે. ક્રિકેટ મેચમાં જશની ટીમ હાર તરફ ધકેલાઇ રહી હતી. સામેની ટીમના સારા બોલરોની પણ ધોલાઈ કરીને ચારે તરફ શોર્ટ ફટકારી 119 બોલમાં 117 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોક્કા અને 3 સિક્સ ફટકારી તેની ટીમને વિજેતા બનાવી હતી. આ પ્રદર્શનને આધારે તેનું પ્રમોશન થયું છે.

કેનેડા-U19 એ અત્યાર સુધીની સફરમાં સતત ચાર હાર સાથે ભયંકર અભિયાન ચલાવ્યું છે. તેઓ ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહ્યા હતા અને બાદમાં પ્લેટ ક્વાર્ટર-ફાઈનલમાં આયર્લેન્ડ-U19 સામે 94 રનથી પરાજય થયો હતો. તેઓ આશા રાખશે કે તેમની ટીમ ફરીથી સંગઠિત થશે અને આ રમતમાં વસ્તુઓ ફેરવશે.

દરમિયાન, સ્કોટલેન્ડ-U19 સમાન દોડનો સામનો કરી રહી છે કારણ કે તેઓ પણ સતત ત્રણ હાર સાથે ગ્રુપ ડી રેન્કિંગમાં તળિયે છે. તેઓ ઝિમ્બાબ્વે-U19 સામેની છેલ્લી મેચમાં 108 રને કચડી ગયા હતા. તેમની બેટિંગ અને બોલિંગ બંને એકમો તેમના ધોરણોથી નીચે નહોતા જે આ સંકટમાં પરિણમ્યા છે.

હવામાન અહેવાલ

મંગળવારે 84% ભેજ અને 03 કિમી/કલાકની પવનની ગતિ સાથે તાપમાન આશરે 24°C રહેવાની ધારણા છે. વરસાદની કોઈ શક્યતા સાથે વાતાવરણ સ્વચ્છ રહેશે.

See also  Assam Forest Department Recruitment 2023
Updated: October 8, 2022 — 9:32 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *