Useful apps for farmers: ખેડૂતો પોતાના ખેતરમાં ઋતુ અનુસાર પાકોની ખેતી કરતાં હોય છે. જુદા જુદા બિયારણો અને ઊંચા ભાવોના બિયારણો લઈને પાકોની ખેતી સાથે સારા એવા પાકો ઉગાડે છે. ત્યારે આ બધાની વચ્ચે ખેડૂતોને પાકોને દવાનો છટકાવ કરવાનો હોય છે તથા આ પાકોમાં ઇયળ, તથા અન્ય જીવાત વગેરેથી પાકોને કઈ રીતે બચાવી શકાય તે માટે મોબાઇલમા Useful apps for farmers બનાવવામાં આવી છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ક્યાં પાક માટે કઈ દવા ઉપયોગી બનશે અને પાકોને જીવાતથી કઈ રીત બચાવી શકાય તે માટે આ એપથી ખેડૂતોના પાકોને ફાયદો પણ થયો છે. લાખો ખેડૂતો આ એપ્લીકેશન નો ઉપયોગ કરી રહ્યા છે.
Useful apps for farmers
દર વર્ષે ખેડૂતોને તેમના પાકને ઉગાડવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે આ ઊભા પાકોમાં રોગ આવી જાય છે જેના લીધે આ પાકોમાં નુકશાની આવે છે અને સક પણ સારો થતો નથી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે આવી ઘણી એપ્લીકેશન છે જે તમને તરત જ જણાવેશે કે તમારા પાકમાં ક્યો રોગ છે તો આ મટે આજે આપણે જાણીશું કે Useful apps for farmers ની મદદથી ખેતરમાં ક્યો રોગ છે.
ભારત એગ્રી એપ – Bharat Agri App
Bharat Agri App એ ખેડૂતો માટેની શ્રેષ્ઠ એપ્લીકેશન માની એક છે. આ એફની મદદથી તમે Smart Farming વિષેની માહિતી મેળવી શકો છો. આ એપમાં 10 લાખથી પણ વધુ ખેડૂતો જોડાયા છે. અહી તમને નીચે મુજબની માહિતી આપે છે. જે ખેડૂતો માટે લાભદાયી છે. ખેડૂતોને સમયની સાથે આગળ વધારવું અને ખેતીમાં સારી ઉપજ કરવી માટેની માહિતી પ્રદાન કરે છે.
- વોટર ટેસ્ટિંગ
- સોઇલ ટેસ્ટિંગ
- ખાતર નિયંત્રણ
- હવામાન આગાહી
- ખેતીના સમાચાર
- મંડી ભાવ
- તાજેતરની ખેતી પધ્ધતિ
ઉપજ – Upaj App
Upaj App એ ખેતીમાં સુધારો કરવા અને ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતા પ્દ્કરોને દૂર કરવા માટેની શ્રેષ્ઠ એપ્લીકેશન છે. જો તમે પણ આ એપ્લીકેશનનો ઉપયોગ કરશો તો તમે પણ ખેતીને સરળ અને સારી બનાવી શકો છો. અહી તમને ઘણા પાક નિષ્ણાંતો મળે છે. જેમની પાસેથી તમે તમારા પાક વિશેની માહિતી મેળવી શકો છો. આ સિવાય અહી તમને હવામાન વિશેની માહિતી આપે છે. આ એપ્લીકેશનમાં તમને દરેક પાકને અસર કરતાં રોગો વિશેની માહિતી મળશે.
પ્લાન્ટીક્ષ – Plantix App
Useful apps for farmers માં Plantix App ખેડૂતો માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. આ એપ્લીકેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે કોઈપણ પાકને અસર કરતાં રોગ વિશે ત્વરિત માહિતી મેળવી શકો છો.આ ઉપરાંત જો તમે તમારી ઉપજ વધારવા માંગતા હોવ તો તેના માટે પણ તમે અહી ઉકેલ મેળવી શકો છો. અહી ખેતીને લગતી ઘણી માહિતી મળી રહે છે. અને ખેતીને સરળ બનાવી શકે છે. અત્યાર સુધીમાં આ એપ્લીકેશન 1 કરોડ થી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. જેમાં નીચે મુજબની સુવિધાઓ મળે છે.
- મફત પાક નિદાન
- ઝડપી સારવાર
- પાકના ઉત્પાદનમાં વેગ આપવો
- ખેતીની ટિપ્સ
- ફર્ટિલાઇઝેસર કેલ્ક્યુલેટર
- નિષ્ણાંતોના માર્ગદર્શન
- હવામાનની આગાહી
- પાક સલાહકાર
એગ્રી એપ – Agri App
Useful apps for farmers માં આ Agri App એ પાક ઉત્પાદનઅને સ્માર્ટ ફાર્મિંગ માટે ખૂબ જ ઉપયોગી એપ છે. તમે આ એપ્લીકેશનમાં વિવિધ ભાષાનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે ખેતી સબંધિત તમામ માહિતી મળે છે. આ એપનો ઉપયોગ કરીને તમે તમારા પાકને અસર કરતાં રોગો વિશેની માહિતી મેળવી શકો છો. ખેતી વિશેની માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત ઘણા બધ વિડીયો સમાચાર મળે છે જે માથી તમે ખેતીની નવી ટેક્નિક વિશેની માહિતી મેળવી શકો છો. આ એપમાં નીચે મુજબની માહિતી મળે છે.
- માટીના નામુનાનું વિશ્લેષણ
- એસેલાઇટ આંતર દ્રષ્ટિ
- ઉકેલ મેળવવા માટે
- સમાચાર અને વિડીયો
- હવામાન અને ભવિષ્યની આબોહવાની અપેક્ષાઓ
એગ્રી સેન્ટ્રલ – Agri Central App
આ ખેડૂત ઉપયોગી એપ્સમાં Agri Central App એ ટેક્નોલૉજી પર આધારિત છે. જેથી ભારતીય ખેડૂતો વધુ સારા નિર્ણય લઈ શકે છે. આ એપ ડેટા એનાલિટીક્સ, મસીન લર્નિંગના આધારે તૈયાર કરવામાં આવે છે. આમાં તમને હવામાનનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. જેથી તમે બંને ખેડૂતોનો રિપોર્ટ જોઈ શકો છો. અહી તમને ઘણી યોજના વિશેની પણ માહિતી આપવામાં આવે છે. જેમાં કૃષિ સબંધિત માહિતી મેળવી શકો છો. તથા નીચે મુજબની સુવિધા મળે છે અને આ એપ પણ 1 કરોડ ખેડૂતોએ ડાઉનલોડ કરી છે.
- ફાર્મ વોઇસ
- પાકની સંભાળ
- પાક યોજના
- બઝારની માહિતી
- હવામાન
- પ્રોફાઇલ
આ બધી જ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર પર આસાની થી મળી જશે, આ એપ ના મળે તો તમે અમને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, તેમજ વધુ માહિતી અમારા Whatsapp ગ્રુપમાં જોડાવું.