જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023: Clerk Exam ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 જાહેર કરવામાં આવી છે. આપડે આજે જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ અને જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 29-01-2023 આયોજન કરવામાં આવ્યું છે.
જે મિત્રો જુનિયર ક્લાર્કની તૈયારી કરે છે તેઓ માટે ખાસ અભ્યાસક્રમ મહત્વનો હોય છે. દરેક વિષય પ્રમાણે માર્ક્સ ફાળવવામાં આવ્યા હોય છે ટો ચાલો આપડે વિષય અને કેટલા માર્ક્સનું પુછાય શકે તેની માહિતી મેળવીએ.
જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ).
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માં નીચેની કેટેગરીનો સમાવેશ થશે.
આ કેટેગરીમાં સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ના થોડા જટિલ કહી શકાય તેવાપ્રશ્નો પુછાય છે.દરરોજ ની પ્રેક્ટિસ અને સખત મહેનત કરવાથી આ કેટેગરી ના પ્રશ્નો ના જવાબ આરામથી આપી શકાય છે.
ગુજરાતનો ઈતિહાસ.
આ કેટેગરીમાં ગુજરાતનો ઇતિહાસ વિશેના પ્રશ્નો પુછાય છે, જે થોડા સરળ હોય છે.
ભારતનો ઈતિહાસ.
આ કેટેગરીમાં ભારતનો ઈતિહાસ વિશેના પ્રશ્નો પુછાય છે, જે થોડા સરળ હોય છે.
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
આ કેટેગરીમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશેના પ્રશ્નો પુછાય છે, જે પણ થોડા સરળ હોય છે. આ કેટેગરી વાઇઝ દરેક માહિતીને ઝીણવટપૂર્વક અભ્યાસ ખૂબ જરૂરી છે.
ભારતનો સાંસ્કૃતિક વારસો.
આ કેટેગરીમાં ભારતનો સાંસ્કૃતિક વારસો વિશેના પ્રશ્નો પુછાય છે, જે પણ થોડા સરળ હોય છે. આ કેટેગરી વાઇઝ દરેક માહિતીને ઝીણવટપૂર્વક અભ્યાસ ખૂબ જરૂરી છે.
ગુજરાતનું ભૂગોળ.
આ કેટેગરીમાં ગુજરાતની ભૂગોળ ના પ્રશ્નો પુછાય છે તેને મધ્યમ જટિલ કેટેગરીના કહી શકાય છે. ગુજરાત ના જિલ્લા અને તાલુકા , ગુજરાતની નદીઓ અને બંધ , ગુજરાત ના બંદરો , ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતની ડેરીઓ, ભારતની નદીઓ , ભારતના રાજ્યો અને રાજધાની વગેરે જેવા ટોપિક પર પ્રશ્નો પુછાય છે.
ભારતનું ભૂગોળ.
આ કેટેગરીમાં ભારતની જીયોગ્રાફી ના પ્રશ્નો પુછાય છે તેને મધ્યમ જટિલ કેટેગરીના કહી શકાય છે.
રમતજગત.
આ કેટેગરીમાં ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ઓલમ્પિક વગેરે જેવી સ્પોર્ટ્સ કેટેગરીના લેટેસ્ટ પ્રશ્નો પુછાય છે. માટે રોજબરોજના સ્પોર્ટ્સ ન્યુઝ અપડેટ મેળવતા રહેવું જરૂરી છે.
પંચાયતી રાજ.
આ કેટેગરીમાં પંચાયતી રાજ વિષય પર પ્રશ્નો પુછાય છે.
ભારતનું બંધારણ અને રાજનીતિ.
આ કેટેગરીમાં ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો પુછાય છે, જે મધ્યમ જટિલ કેટેગરી ન ગણી શકાય.
ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ.
આ કેટેગરીમાં ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ કેટેગરીમાં સરળ પ્રશ્ન પુછાય છે.
ભારતની કલ્યાણકારી યોજનાઓ.
આ કેટેગરીમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ કેટેગરીમાં સરળ પ્રશ્ન પુછાય છે.
ભારતીય અર્થતંત્ર અને આયોજન.
આ કેટેગરીમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન વિષય પર વિવિધ પ્રશ્નો પુછાય છે.
સામાન્ય વિજ્ઞાન.
આ કેટેગરીમાં સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજી વિષય પર વિવિધ પ્રશ્નો પુછાય છે.
પર્યાવરણ.
ટેકનોલોજી.
કરંટ અફેર : પ્રાદેશિક, રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય.
આ કેટેગરીમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર વિષય પર વિવિધ પ્રશ્નો પુછાય છે.
Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.