Gujarat Gyan Guru Quiz 2.0 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં કેવી રીતે રજીસ્ટર કરવું?

Gujarat Gyan Guru Quiz 2.0 એ રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz 2.0 (G3Q)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જેમા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા પણ ભાગ લઇ શકે છે. Gujarat Gyan guru Quiz Registration, Gujarat Gyan guru Quiz Question Bank, Gujarat Gyan guru Quiz Winning Prize. Gujarat Gyan guru Quiz Winner Name અને અન્ય માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

Gujarat Gyan Guru Quiz G3Q 2024 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન શરૂ છે.| G3q Quiz Registration form | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

Gujarat Gyan Guru Quiz 2.0

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

Gujarat Gyan Guru Quiz 2.0 G3Q માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

G3q Quiz Registration And Login 2024

  • આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
  • આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
  • દર શનિવારે વિજેતા જાહેર થશે.
  • દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
  • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
  • પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
  • આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં કેવી રીતે રજીસ્ટર કરવું?

ક્વિઝની જાહેરાત 24 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2023 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

Leave a Comment