ગુજરાત અગ્નિવીર ભરતી 2022:- ભારતીય આર્મી દ્વારા ગુજરાતમાં અગ્નિવીરો ની ભરતી માટે ARO અમદાવાદ અને જામનગર માં આર્મી ભરતી મેળો યોજવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.ધોરણ 08 થી 12 પાસ યુવાનો આ ભરતીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 05 ઓગસ્ટ થી 03 સપ્ટેમ્બર 2022 સુધી આર્મી ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને કરી શકાશે.
ગુજરાત અગ્નિવીર ભરતી 2022
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરો ની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે.ઝોન વાઇઝ આર્મી દ્વારા 17.5 થી 23 વર્ષના યુવાનોએ આ ભરતીમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.ગુજરાતમાં અગ્નિવીરો ની ભરતી માટે અમદાવાદમાં રેલીનું આયોજન 15 ઓક્ટોબર થી 09 નવેમ્બર 2022 અને જામનગરમાં રેલીનું આયોજન 20 ઓક્ટોબર થી 12 નવેમ્બર સુધી કરવામાં આવેલ છે.ગુજરાત ના તમામ જિલ્લાના યુવાનો ઝોન વાઇઝ ફોર્મ ભરી શકશે.
સંસ્થાનું નામ | ઇન્ડિયન આર્મી |
પોસ્ટનું નામ | અગ્નિવીર |
કુલ જગ્યાઓ | 20000 થી વધુ (All India) |
ફોર્મનો પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ | 05 ઓગસ્ટ 2022 |
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ | 03 સપ્ટેમ્બર 2022 |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ઓફિશિયલ વેબસાઈટ | joinindianarmy.nic.in |
ગુજરાત અગ્નિવીર ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
અગ્નિવીર (જનરલ ડ્યુટી) | ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક હોવા જોઈએ |
અગ્નિવીર (ટેક્નિકલ) | ધોરણ 12 પાસ (વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર,ગણિત,રસાયણશાસ્ત્ર અને અંગ્રેજી વિષયમાં 50% માર્ક અને દરેક વિષયમાં 40% માર્ક હોવા જરૂરી છે. |
અગ્નિવીર (ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિકલ) | ધોરણ 12 પાસ (આર્ટસ,કોમર્સ,સાયન્સ) માં 60% અને દરેક વિષયમાં 50% માર્ક્સ |
અગ્નિવીર (ટ્રેડસમેન) 10 પાસ | ધોરણ 10 પાસ |
અગ્નિવીર (ટ્રેડસમેન) 08 પાસ | ધોરણ 08 પાસ |
અગ્નિવીર ભરતી ઉંમર મર્યાદા
અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની ઉંમર ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ.કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ગુજરાત અગ્નિવીર ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આર્મીની ઓફિશિયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.જે ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હશે તે જ રેલીમાં ભાગ લઈ શકશે.રજીસ્ટ્રેશન કરવા માટેની છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2022 છે.
અગ્નિવીર ભરતી સિલેક્શન પ્રોસેસ
આર્મીમાં અગ્નિવીર તરીકે જોઈન થવા માટે ઉમેદવારે શારીરિક પરીક્ષા,લેખિત પરીક્ષા અને મેડિકલ ટેસ્ટ માં પાસ થવું જરૂરી છે,આ ત્રણેય પરીક્ષામાં પાસ થનાર ઉમેદવાર ને ફાઇનલ મેરિટના આધારે નોકરી માટે સિલેક્ટ કરવામાં આવશે.
અગ્નિવીર પગાર ધોરણ
અગ્નિવીરો નીચે મુજબ વર્ષ પ્રમાણે પગાર ધોરણ મળશે:
પ્રથમ વર્ષ | રૂ.30,000 |
બીજું વર્ષ | રૂ.33,000 |
ત્રીજું વર્ષ | રૂ.36,500 |
ચોથું વર્ષ | રૂ.40,000 |
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અમદાવાદ|જામનગર |
ફોર્મ ભરવા | Registration|Login |
અગ્નિવીર ભરતી FAQ
અગ્નિવીર ભરતીમાં ફોર્મ કોણ ભરી શકે?
મહિલા અને પુરૂષ વાર બંને અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
અગ્નિવીર નું પગાર ધોરણ શુ છે?
અગ્નિવીર ને પ્રથમ વર્ષ માટે રૂ.30,000,બીજા વર્ષ માટે રૂ.33,000 ત્રીજા વર્ષ માટે ર.36,500 અને ચોથા વર્ષ માટે રૂ.40,000 પગાર આપવામાં આવશે.
અગ્નિવીર ભરતી માટે વય મર્યાદા શુ છે?
અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર ની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષ સુધીની જોવી જોઈએ.
અગ્નિવીર ભરતીના ફોર્મ ભરવા માટે વેબસાઈટ કઈ છે?
લાયકાત ધરાવતા ઉમેદવાર આર્મીની ઓફિશિયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.