GSSSB Call Latter 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ 3ની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તાજેતરમાં અરજીઓ મંગાવી હતી. જોકે, હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર પણ જાહેર કર્યો છે.
GSSSB Call Latter 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કોલ લેટર જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વિવિધ પોસ્ટની ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. GSSSB આગામી 1 એપ્રીલ 2024થી 8 મે 2024 દરમિયાન પરીક્ષા યોજશે. જ્યારે 21 માર્ચ 2024ના રોજ બપોરે બે કલાકથી પરીક્ષા શરૂ થયાના એક કલાક પહેલા ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોને ખાસ ધ્યાન રહે કે આ પરીક્ષા CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવાશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારો માટે અગત્યની સૂચના
ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પાતનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે.
કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરુ થયાના 15 મીની પહેલા ઉમેદવારોને પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે
આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ તારીખ અને સમય બદલી શકાય તેમ નથી.