GPSC Call Letter: GPSC કેવી રીતે મેળવવું કોલ લેટર, GPSC Call Letter જાહેર

GPSC દ્વારા 7 જાન્યુઆરી ના રોજ લેવાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી, સેવા વર્ગ-૨ પરીક્ષા માટેના GPSC Call Letter જાહેર કરવામા આવેલ છે. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ httns://ansetamination.in/.પર ઉપલબ્ધ છે.

GPSC કોલ લેટર જાહેર

GPSC વર્ગ 1 અને 2 અને TDO હોલ ટિકિટની અહીં ચર્ચા કરવામાં આવશે. GPSC વર્ગ 1 અને 2 અને TDO પ્રિલિમ્સની પરીક્ષાની તારીખ, હોલ ટિકિટ રિલીઝની તારીખ અને ડાઉનલોડ લિંક હવે ઉપલબ્ધ છે. ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાતના નાગરિકો માટે રાજ્યભરમાં નવી ભરતી લઈને આવ્યું છે. GPSC વર્ગ 1 અને 2 અને TDO પરીક્ષાની તારીખ 2023 – તેઓ જે જગ્યાઓ ભરતી માટે આવ્યા છે તે અલગ અલગ વર્ગ 1 અને 2 અને TDO પોસ્ટ્સ છે. તેના માટે, GPSC ની અધિકૃત વેબસાઇટ પર એપ્લિકેશન પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. ઘણા રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોસ્ટ માટે અરજી કરી દીધી છે.

GPSC Call Letter

  • દર્શાવેલ બન્ને જાહેરાતો, જાહેરાત ક્રમાંક: ૪૦/૨૦૨૩-૨૪ અને ૪૭ ૨૦૨૩-૨૪, OMR પધ્ધતિથી લેવાશે.
  • આ જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે, જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.
  • પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) https://gpsc- jas.gujarat.gov.in પર જવું. (૨)“Call Letter/Form” >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form” પર “Click” કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની “Job Select” કરવી તથા “Confirmation Number” અને “Birth Date” ટાઈપ કરવાના રહેશે. (૪) હવે “Print Call Letter” પર “Click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પ્રવેશપત્રમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. આયોગની તમામ પરીક્ષામાં ઉમેદવારોએ ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે, તેમજ ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્રમાં હાલનો ફોટો ચોંટાડવાનો રહેશે અને સહી કરવાની રહેશે.
  • પોસ્ટઓફિસ ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે. છ-૩ સર્કલ પાસે. “છ” રોડ. સેક્ટર-૧૦-એ. ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે અથવા https://gpsc-ojas.gujarat.gov.in માં ->FEES MODULE માં->PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કન્ફમેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦ ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પધ્ધતિ થી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયુલમાં વિગતો ભરીને “CHECK YOUR PAYMNET STATUS” પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી.
  • ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા ps2sec-gpsc- ahdo gujarat.gov.in પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્ર્મ, કન્ફર્મેશન અને અરજી ક્રમ ની વિગત મોકલવી.

GPSC Call Letter Process

  • સૌ પ્રથમ આ માટેની ઓફીસીયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ તેમા Call Letter મા Preliminary call Letter ઓપ્શન પર કલીક કરો
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા સીલેકટ જોબ ઓપ્શન મા તમે જે પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
  • ત્યારબાદ તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
  • તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકસો.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો