Career Options After 12th: ધોરણ 12 પછી શું?, ધોરણ 12 પછી કરિયર માટે બેસ્ટ ઓપ્શન શું?

By Jadav Harshid

Published On:

Follow Us
Career Options After 12th

Career Options After 12th: ધોરણ 12 પછી શું?, ધોરણ 12 પછી ખુલે છે આટલા રસ્તા, દેશભરમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા છે. એવામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના મનમાં ક્યાંકને ક્યાંક એક સવાલ ચોક્કસથી થતો હોય છે કે, આખરે ધોરણ 12 પછી Best career option શું છે? તો ચાલો આજે આપણે આ ચિંતાને દૂર કરવા સરળ શબ્દોમાં જાણકારી મેળવીએ કે ધોરણ 12 પછી સારું કરિયર બનાવવા શું કરી શકાય.

Career Options After 12th – આર્ટસના વિદ્યાર્થીઓ માટે કેટલા ઓપશન શ્રેષ્ઠ

જે વિદ્યાર્થીઓ આ વર્ષે આર્ટસની પરીક્ષા આપી રહ્યા છે તેઓ માટે ધોરણ 12 પછી BA, LLB,BHM,BFA,BBA. Fashion designing, બેચરલ ઈન સોશિયલ વર્ક જેવા કોર્સના દ્વારા ખુલી જાય છે. આ સિવાય જો તમને ટીચિંગમાં રુચિ ધરાવો છો તો તમે વિશ્વવિદ્યાલય માં ચાલતા ચાર વર્ષીય BEd નો અભ્યાસ પણ કરી શકો છો.

કોમર્સના વિદ્યાર્થીઓ માટે career option

જે વિદ્યાર્થીઓ આ વખતે કોમર્સમાં પરીક્ષા આપવા આપશે તેમના માટે CA કરીઅર માટેની એક ઉત્તમ પસંદ છે. જેમાં તે તેમની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. આ સિવાય B.com, BBA અને પછી M.com, MBA કરીને બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવી શકાય છે. આ બધા સિવાય ટૂર એન્ડ ટ્રાવેલિંગ, હોટલ મેનેજમેન્ટ અને જર્નાલિઝમ જેવા કોર્સમાં પણ જો આપ રુચિ દાખવો છો ચોક્કસથી તમારે તે દિશામાં આગળ વધવું જોઈએ.

સાયન્સના વિદ્યાર્થી માટે ભવિષ્યમાં ઉત્તમ શું?

સાયન્સ અને મેથ્સ વિષયના વિદ્યાર્થીઓ આગળ JEE mains ની તૈયારી કરી શકે છે. જેમાં તેઓ આગળ એન્જિનિયરિંગમાં પોતાનું ભવિષ્ય ઘડી શકે છે. જો તે દિશામાં આગળ નથી વધવું તો તે સિવાય BSc અને BScIT જેવા અભ્યાસક્રમમાં અભ્યાસ કરી શકે છે. જો મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવું હોય તો પણ વિદ્યાર્થીઓ માટે અનેક ઓપ્શન ઉપલબ્ધ છે.

ધોરણ 12 ફેલ થાય તો શું?

જો કોઈ વિદ્યાર્થી આ વર્ષે કોઈ કારણોસર ધોરણ 12 પાસ નથી કરી શકતું તો તેમણે પણ નાસીપાસ થવાની જરૂર નથી કારણ કે તેમના માટે પણ ઘણા બધા શ્રેષ્ઠ રસ્તાઓ ખુલ્લા જ છે. તેઓ Video Editing, Graphic Design અને આવનારા સમયનું ભવિષ્ય એટલે કે AI પરના કોઈ કોર્સમાં નિપુણતા મેળવી પોતાનું કરીઅર આગળ વધારી શકે છે.

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો