BEL Bharti 2023: સરકારી કંપનીમાં 428 જગ્યાઓ પર ભરતી, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડમાં ભરતી

BEL Bharti 2023: સરકારી કંપનીમાં 428 જગ્યાઓ પર ભરતી, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડમાં ભરતી, BEL ભરતી 2023 વિશે માહિતી જોઈએ છે? Bharat Electronics Limited ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે તાજેતરમાં સરકારી ક્ષેત્રમાં 428 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી અભિયાન તાલીમાર્થી ઈજનેર અને પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ માટે છે, જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 મે 2023 છે. ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક સાથે જોડાવા અને એન્જિનિયર તરીકે તમારી કારકિર્દીને સુરક્ષિત કરવાની આ તકનું અન્વેષણ કરો.

BEL Bharti 2023 Bharat Electronics Limited

BEL Bharti 2023 Bharat Electronics Limited

સંસ્થાનું નામભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 મે 2023
કુલ ખાલી જગ્યાઓ428
વેબસાઈટhttps://bel-india.in/

મહત્વની તારીખ

BEL Bharti 2023: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે 4 મે, 2023ના રોજ ભરતીની સૂચના બહાર પાડી. ભરતી ફોર્મ 4 મે, 2023થી ભરી શકાશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 મે, 2023 છે.

પોસ્ટનું નામ

BEL Bharti 2023: નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BEL કંપની ટ્રેની એન્જિનિયર અને પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી રહી છે.

કુલ ખાલી જગ્યા

BEL Bharti 2023: જાહેરાતમાં જણાવ્યા અનુસાર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની દ્વારા ટ્રેઈની એન્જીનીયર માટે 101 તથા પ્રોજેક્ટ એન્જીનીયર માટે 327 જગ્યા પર આમ કુલ 428 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પ્રોજેક્ટ એન્જીનીયર ખાલી જગ્યાઓ

પ્રોજેક્ટ એન્જીનીયરખાલી જગ્યાઓ
ઇલેક્ટ્રોનિક્સ164
મિકેનિકલ106
કોમ્પ્યુટર સાયન્સ47
ઇલેક્ટ્રિકલ07
કેમિકલ01
એરોસ્પેસ એન્જીનીયરીંગ02
ખાલી જગ્યાઓ327

ટ્રેઈની એન્જીનીયર ખાલી જગ્યાઓ

ટ્રેઈની એન્જીનીયરખાલી જગ્યાઓ
ઇલેક્ટ્રોનિક્સ100
એરોસ્પેસ એન્જીનીયરીંગ01
ખાલી જગ્યાઓ101

ભારત ઇલેક્ટ્રોનિક ભરતી લાયકાત

આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક અને અન્ય લાયકાતની આવશ્યકતા છે, જે જાહેરાતમાં જોઈ શકાય છે અને અરજી કરતા પહેલા વાંચી શકાય છે.

ભારત ઇલેક્ટ્રોનિક ભરતી પગાર ધોરણ

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કંપની દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે. પગાર સિવાય તમને સરકાર દ્વારા અન્ય ભથ્થાઓ તથા સુવિધાઓ નો પણ લાભ મળી શકે છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
ટ્રેઈની એન્જીનીયરપ્રથમ વર્ષ- 30,000, બીજું વર્ષ-35,000 અને ત્રીજું વર્ષ- 40,000
પ્રોજેક્ટ એન્જીનીયરપ્રથમ વર્ષ- 40,000, બીજું વર્ષ- 45,000, ત્રીજું વર્ષ- 50,000 અને ચોથું વર્ષ – 55,000

પસંદગી પ્રક્રિયા

ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ BEL કંપની દ્વારા યોગ્યતાના આધારે અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે. સિલેક્ટ થયેલા ઉમેદવારનું નામ સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે જેથી લેખિત પરીક્ષા આપ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ચેક કરતુ રહેવું.

અરજી કઈ રીતે કરવી?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • બેલ ની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો