Ayodhya Ram Mandir Live Updates: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટ; રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે તમે ઘરે બેઠા તમામ લાઇવ અપડેટ આ વેબસાઇટ Technicalhelps.in માં જોઈ શકશો. અને Ram Mandir માં ભગવાન રામ રામ લલ્લાના ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખા ભારતમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો.
Ayodhya Ram Mandir Live Updates
22 જાન્યુઆરી એ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. માત્ર એટલા માટે નહીં કે તે દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કોઈ સામાન્ય તારીખ નથી. તેની પાછળ એક મહત્વનું કારણ છે. પંચાંગ અનુસાર આ દિવસ અભિજિત મુહૂર્ત છે. આ દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત 22 જાન્યુઆરીએ બપોરે 12:29 મિનિટે 8 સેકન્ડથી શરૂ થશે. શુભ મુહૂર્ત શરૂ થતાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ ઝડપથી શરૂ થઈ જશે.
આવતી કાલ દરેક ભારતીય માટે ખાસ દિવસ છે
ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને કહ્યું, “આવતી કાલ દરેક ભારતીય માટે ખાસ દિવસ છે, પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય… આવતીકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરેક ભારતીય માટે એક ખાસ પ્રસંગ છે. તે માત્ર રામ મંદિર જ નથી, તે એક છે. સ્વાભિમાનનું મંદિર.
અંદાજિત 1,800 કરોડ રૂપિયાના ખર્ચે
આ સમારોહનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ ભવ્ય રામ મંદિર બનાવવા માટે અંદાજિત 1,800 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું હોવાનું અનુમાન છે. રામ મંદિરનું બાંધકામ અને ડિઝાઈન લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ની ટેકનિકલ સહાયથી કરવામાં આવી રહી છે.
22 જાન્યુઆરીને લઈને કરવામાં આવી છે વિશેષ તૈયારીઓ
- ગુજરાત : તમામ લોકો પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 22 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની જાહેર રજા રાખવામાં આવેલી છે
- ઉત્તરપ્રદેશ : 22 જાન્યુ.એ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાશે તે દિવસે રાજ્યમાં માંસ, માછલી અને દારૂની દુકાનો બંધ રહેશે. સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.
- મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે પણ તે દિવસે શાળા-કોલેજો બંધ રાખવા ઉપરાંત લોકોને તહેવાર ઊજવવા પ્રોત્સાહિત કર્યા છે. તે દિવસે ‘ડ્રાય-ડે’ જાહેર કરાયો છે. ઉપરાંત માંસ અને માછલીની દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. ભાંગની દુકાનો પણ બંધ રહેશે. આ નિર્ણય જન-ભાવનાને વશમાં રાખી કરાયું છે.
- ગોવા : ગોવામાં પણ તે દિવસે ‘ડ્રાય-ડે’ જાહેર કરાયો છે. સરકારી ઓફીસો અને સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવાયું છે.
- છત્તીસગઢ : અહીં તમામ સરકારી સ્કૂલો-કોલેજો બંધ રહેશે. સરકારી કચેરીઓ પણ બંધ રહેશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે પોસ્ટ પર જણાવ્યું છે કે -સીયારામને સમગ્ર જગત જાણે છે. હું તેઓને પ્રમાણ કરૃં છું તે દિવસે સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.
- હરિયાણા : હરિયાણા સરકારે પણ ૨૨ જાન્યુઆરીએ સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવ્યું છે. સાથે રાજ્યભરમાં દારૂ, માંસ, માછલીની દુકાનો બંધ રખાશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં લોકોને જશ્ન ઉજવવા અનુરોધ કર્યો છે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ
- હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે.
- 22 જાન્યુઆરીના રોજ Ayodhya Ram Mandir માં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે.
- 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રાયશ્ચિત પૂજા અને કર્મકુટી પૂજા સાથે સાત દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો મંગળવારથી પ્રારંભ થયો હતો. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી.