Article: “A An And The” એ એક વ્યાપક લેખ છે જે વાક્યોમાં અંગ્રેજી લેખોનો ઉપયોગ કરવાની મૂળભૂત બાબતો સમજાવે છે. લેખ વિવિધ પ્રકારના લેખોને આવરી લે છે – ચોક્કસ, અનિશ્ચિત અને શૂન્ય લેખો – અને વાચકોને દરેક પ્રકારનો યોગ્ય રીતે ઉપયોગ ક્યારે કરવો તે સમજવામાં મદદ કરવા સ્પષ્ટ ઉદાહરણો પ્રદાન કરે છે. વધુમાં, લેખમાં અંગ્રેજી શીખનારાઓ લેખોનો ઉપયોગ કરતી વખતે થતી સામાન્ય ભૂલોની ચર્ચા કરે છે અને આ ભૂલોને ટાળવા માટે મદદરૂપ ટીપ્સ આપે છે. ભલે તમે તમારા જ્ઞાનને તાજું કરવા માંગતા સ્થાનિક વક્તા હોવ અથવા લેખો સાથે સંઘર્ષ કરી રહેલા અંગ્રેજી શીખનાર હોવ, આ લેખ અંગ્રેજીમાં લેખોની તમારી સમજણ અને ઉપયોગને સુધારવા માટે એક મૂલ્યવાન સ્ત્રોત બની રહેશે.
અંગ્રેજીમાં સામાન્ય નામની આગળ આર્ટીકલ લખવો પડે છે.
આર્ટીકલના બે પ્રકાર છે.
- અનિશ્ચિત આર્ટીકલ (Indefinite Articles) : A અને An
- નિશ્ચિત આર્ટીકલ (Definite Article) : The
અનિશ્ચિત આર્ટીકલ (Indefinite Articles) : A અને An
- A અને An નો અર્થ “એક” અથવા “કોઈ પણ એક” એવો થાય છે.
- A અને An ફક્ત એકવચન નામની આગળ જ લાગે છે.
- એક કુતરો – a dog
- એક હાથી – an elephant
- એક છોકરી – a girl
A નો ઉપયોગ ક્યારે થાય
- જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો A આર્ટીકલ આવે છે.(ક, ખ, ગ, ઘ)
- A mango
- A classroom
- A lion
- A monkey
- શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ A આવે.
- A European
- A University
- A unit
- A one-way road
- A one rupees note
An નો ઉપયોગ ક્યારે થાય
- જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો An આર્ટીકલ આવે છે.(અ,આ,…, અ:)
- An ox
- An actor
- An engineer
- જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય, પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો પણ an આવે.
- An hour
- An heir
- An honest man
- An honorable man
- An S.P.
નિશ્ચિત આર્ટીકલ (Definite Articles) : The
The કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો નિર્દેશ કરે છે.
The નું ગુજરાતી “એ” એવું થાય છે.- કોઈ વસ્તુ કે પ્રાણીની વાત પહેલા થઈ ચુકી હોય અને તે જ વસ્તુ કે પ્રાણીની વાત ફરીથી કરીએ ત્યારે તે નિશ્ચિત બને છે અને તેને The આર્ટીકલ લાગે છે.
- This is camel. The camel is tall.
- This is an apple. The apple is red.
- કોઈ નામ જયારે આખા વર્ગનો, સમુહનો કે જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે તેની આગળ The આર્ટીકલ વપરાય છે.
- The cow is give a milk.
- The rose color is red.
- જયારે આપણે કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણીની વાત કરાવી હોત ત્યારે The આર્ટીકલ મુકવો પડે છે.
- Open the window.
- I like the flower of red color.
- જે વસ્તુ દુનિયામાં એક અને માત્ર એક જ હોય તેની આગળ The આર્ટીકલ વપરાય છે.
- The sun
- The sea
- The sky
- The Tajmahal
- નદીઓના નામ, પર્વતોની હાર માળાના નામ, ટાપુઓના નામ, ખંડોના નામ, મહાસાગરોના નામ, દિશાઓના નામ, ધાર્મિક ગ્રંથોના નામ, વર્તમાન પત્રોના નામ આગળ The આર્ટીકલ વપરાય છે.
- The Yamuna
- The Himalaya
- The West
- The Bhagwat Geeta
- કોઈ પણ દેશના કે જ્ઞાતિના કે અમુક વર્ગના લોકોનો સમુહ બતાવવા માટે The આર્ટીકલ વપરાય છે.
- The Hindus
- The Indian
- The poor men
- ક્રમ વાચક સંખ્યાઓની આગળ The આર્ટીકલ વપરાય છે.
- The first
- The last
આર્ટીકલ ન લાગે
- ખાસ નામને આર્ટીકલ લાગતો નથી.
- Jalpesh
- Hardik
- Bhavnagar
- ભાષા અને રમત-ગમતના નામને આર્ટીકલ લાગતો નથી.
- Gujarati
- Cricket
- Hokey
- વારના નામ, મહિનાના નામને આર્ટીકલ લાગતો નથી.
- Tuesday
- Friday
- April
- June
- સમુહવાચક કે બહુવચન નામને આર્ટીકલ લાગતો નથી.
- Men
- Teeth
- દ્રવ્ય વાચક નામને આર્ટીકલ લાગતો નથી.
- Water
- Gold
- Silver
- Steel
- સબંધ બતાવતા અને ભાવવાચક નામને આર્ટીકલ લાગતો નથી.
- Father
- Love
- રોગોના નામને આર્ટીકલ લાગતો નથી.
- Fever
- Cholera
- તહેવારો અને ઋતુઓના નામને આર્ટીકલ લાગતો નથી.
- Holi
- Summer
- વિશેષણને આર્ટીકલ લાગતો નથી.
- Good
- Clever
- Big