એકસાથે 600 કર્મચારીઓને દેખાડ્યો બહારનો રસ્તો: વધુ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીમાં હડકંપ.

એકસાથે 600 કર્મચારીઓને દેખાડ્યો બહારનો રસ્તો: મોટીમોટી ટેક કંપનીઓ બાદ ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે એક વખત ફરી મોટાપાયે છટણી કરી છે. શેરચેટે 20 ટકા વર્કફોર્સને નોકરીમાંથી કાઢી મુક્યા છે.

ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે એક વખત ફરી છટણી કરી છે. પહેલા પોતાના ફેંટસી ગેમિંગ પ્લેટફોર્મને બંધ કરી 5 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. હવે એક વખત ફરી છટણીની જાહેરાત કરી છે. આ વખતે 600 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ છટણીમાં એવા કર્મચારીઓને શામેલ કરવામાં આવ્યા છે જે નોન-પરફોર્મર હતા. કંપનીના સીઈઓએ એક ટાઉનહોલ રાખ્યો છે જેમાં આશંકા દર્શાવવામાં આવી છે કે આગળ બીજા પણ મોટા નિર્ણય કરવામાં આવી શકે છે.

શેરચેટ અને MOJ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માલિકિ હક રાખતી કંપની મોહલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડે પોતાના 20 ટકા વર્કફોર્સને ઘટાડી દીધો છે. તેનો મતલબ છે કે કંપનીના 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. હાલ આ સ્પષ્ટ નથી કે કયા ડિપાર્ટમેન્ટમાં આ છટણી થઈ રહી છે. ગયા મહિને પણ મોહલ્લા ટેકના ફેંટેસી ગેમિંગ પ્લેટફોર્મ Jeet11ને બંધ કરતા 100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.

શેરચેટે આપ્યુ નિવેદન

છટણીને કન્ફર્મ કરતા શેરચેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે એક કંપની તરીકે અમારા ઇતિહાસમાં કેટલાક સૌથી મુશ્કેલ અને દુખદ નિર્ણયો લેવા પડ્યા છે અને અમારા અવિશ્વસનીય રીતે ટેલેન્ટેડ કર્મચારીઓમાં લગભગ 20 ટકાને જવા દેવા પડ્યા છે. જે આ સ્ટાર્ટઅપ યાત્રામાં અમારી સાથે રહ્યા. “પ્રવસ્તાએ આગળ કહ્યું કે કર્મચારીઓનો ખર્ચ ઓછો કરવામાં નિર્ણય ખૂબ જ સમજી વિચારીને કર્યો છે.”

પ્રભાવિત કર્મચારીને મળ્યા આ બેનિફિટ્સ

શેરચેટનું માનવું છે કે માર્કેટને જોતા આ વર્ષે રોકાણ માટે ખૂબ જ સતર્ક રહેવુ પડશે. કંપનીનો પ્રયત્ન રહેશે કે લાઈવ સ્ટ્રીમિંગ અને જાહેરાત દ્વારા કમાણી બે ઘણી કરી દેવામાં આવશે. ત્યાં જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા કર્મચારીઓને તેમના નોટિસ પીરિયડની સંપૂર્ણ સેલેરી, કંપનીની સાથે જોડાયેલા દર વર્ષ માટે બે અઠવાડિયાની સેલેરી અને ડિસેમ્બર 2022 સુધીના વેરિએબલ પેની 100 ટકા ચુકવણી મળશે. આ ઉપરાંત બાકી રજાઓના બદલે 45 દિવસનું પેમેન્ટ પણ મળશે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો