Dwarka Dolphin Cruise શરૂ થશે: ગુજરાત એ ભારતનો સૌથી લાંબો દરિયો ધરાવતું રાજ્ય છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ. મી. નો દરિયા કિનારો છે. દરિયામાં અનેક જીવસૃષ્ટિ સમાયેલી છે. આને જે ધ્યાનમાં રાખીને દેશમાં પ્રથમ વખત Eco Tourismને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા Dwarkaના Arabian Sea માં Dolphin Cruise ચલાવવાની તૈયારીમાં છે. આના માટે સરકાર જાન્યુઆરીમાં Vibrant Gujarat Summitમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે Memorandum of Understanding (MOU) કરશે. ક્રૂઝનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ કરશે.
Thank you for reading this post, don't forget to subscribe!Dwarka Dolphin Cruise શરૂ થશે
સંભવિત રીતે આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે. અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ કહ્યું કે, આ પ્રોજેક્ટ સફળ થશે તો ભવિષ્યમાં ઈકો ટુરીઝમને વેગ આપવા માટે માંડવી અને વલસાડના દરિયામાં પણ આ પ્રકારની ક્રૂઝ મુકાશે. ક્રુઝ દ્વારા બોટલનોઝ ડોલ્ફિન્સ, સ્પોટેડ ડોલ્ફિન્સ, કાચબાઓ, ટ્રોપિકલ ફિશ, સ્પોટેડ ઇગલ વગેરે જેવા દરિયાઈ પ્રાણીઓ જોઈ શકશે. તે ઉપરાંત શિયાળામાં સ્થળાંતર થઈ વ્હેલ દ્વારકા નજીક આવતી હોય છે, તો તેને જોવાની પણ તક મળી શકે છે. દ્વારકા નજીક જોવા મળતી ડોલ્ફિન એક શક્તિશાળી કૂદકામાં સાત સ્પિન કરી શકે છે. લોકો સ્નોર્કલિંગ એટલે કે પાણીના અંદર ડીપ ડાઇવિંગ પણ કરી શકાશે. ક્રુઝમાં સર્ટિફાઇડ નેચરાલિસ્ટ દ્વારા ડોલ્ફિન્સની વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપશે. તે ઉપરાંત બાળકો માટે વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અપાશે
ક્રૂઝમાં બાળકો માટે વિવિધ એક્ટિવિટીઝ
ક્રૂઝમાં બાળકો માટે વિવિધ એક્ટિવિટીઝ ક્રૂઝમાં બાળકો માટે વિવિધ એક્ટિવિટીઝ અને ગેમ્સ હશે. તે ઉપરાંત મેડિકલ કીટ, એર કન્ડિશનર પણ હશે.
એક ટ્રીપ 2 કલાકની જેમાં 150 લોકો જઈ શકશે આ ક્રૂઝ દરિયામાં 3 કિલોમીટર એટલે કે 1.62 નોટિકલ માઇલ અંદર સુધી જશે. ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે અને એક ટ્રીપમાં 150 લોકો જઈ શકશે. આ રૂટમાં લોકો દુર્લભ મનાતી કૂદકો મારતી ડોલ્ફિન્સ સહિતની માછલીઓ જોવા મળશે.
200થી વધારે ડોલ્ફિન નોંધાઈ
જે વિસ્તારમાં Dolphin મળે તે જગ્યાએ ડોલ્ફિન ક્રૂઝ થઈ શકે છે. ગયા વર્ષે વન વિભાગ દ્વારા ઓખાના દરિયા વિસ્તારમાં Dolphinનો સર્વે કરાયો હતો. Jamnagar દરિયાઈ વિસ્તારમાં 200થી વધારે Dolphin નોંધાઈ હતી. Okha માં સામાન્ય રીતે Dolphin જોવા મળી જાય છે. > એન શ્રીવાસ્તવ, IFS, ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન