Railway Vadodara Recruitment 2023: વડોદરા રેલ્વેમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી 2023

Railway Vadodara Recruitment 2023: રેલ્વે વડોદરા ભરતી 2023 વિશે માહિતી જોઈએ છે? પરીક્ષા વિના આ સીધી ભરતીની તક હવે રસ ધરાવતા ઉમેદવારો માટે ઉપલબ્ધ છે. અરજી કરવાની અંતિમ તારીખ ઝડપથી નજીક આવી રહી છે, છેલ્લી તારીખ 7મી મે, 2023 છે. અરજી કરવા માટે, ફક્ત https://gsv.ac.in/ પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. વડોદરા રેલ્વેમાં જોડાવાની અને રેલ ઉદ્યોગમાં રોમાંચક અને લાભદાયી કારકિર્દી તરફ પ્રથમ પગલું ભરવાની આ તક ગુમાવશો નહીં.

Railway Vadodara Recruitment 2023

Railway Vadodara Recruitment 2023

સંસ્થાનું નામગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (ભારતીય રેલવે)
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 મે 2023
વેબસાઈટhttps://gsv.ac.in/

મહત્વની તારીખ

Railway Vadodara Recruitment 2023: ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, ભારતીય રેલ્વે હેઠળની સંસ્થા, 23 માર્ચ, 2023 ના રોજ એક ભરતી સૂચના બહાર પાડી. અરજી પ્રક્રિયા તે જ દિવસે શરૂ થઈ અને 7 મે, 2023 ના રોજ સમાપ્ત થશે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય રેલવેની આ ભરતીમાં એસોસિયેટ પ્રોફેસર તથા આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની આ ભરતીમાં એસોસિયેટ પ્રોફેસરની 07 તથા આસિસ્ટન્ટ પ્રોફેસરની 25 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.

પગારધોરણ

Railway Vadodara Recruitment 2023: ભારતીય રેલવેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 1,50,000 થી લઇ 2,20,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે તથા અન્ય ભથ્થાઓનો લાભ પણ મળવાપાત્ર રહેશે. તમામ માહિતી માટે ઓફિશ્યિલ વેબસાઈટ પર જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયન રેલવે સંચાલિત સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://gsv.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો