LRD Constable Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગમા 12472 જગ્યાઓ પર મોટી ભરતી

LRD Constable Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંંગતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ વિભાગમા 12472 જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથે અરજીઓ મંંગાવવામા આવી છે. વનારા સમયમાં 12472 જગ્યાઓ માટે ભરતી ના ફોર્મ 4 એપ્રિલ ના રોજ ભરાશે.

આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમો પ્રવર્તામાન જોગવાઈઓ મુજબ પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી અરજી કરી સક્સે તેમજ Ojas.Gujarat.gov.in પર જઈ પોલીસ ભરતીની અરજી કરી સક્સે.

LRD Constable Bharti 2024

LRD Constable Bharti 2024 : ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.

જગ્યાનુ નામખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ જગ્યાઓ12472

ગુજરાત પોલીસ ભરતી 2024

LRD Constable Bharti 2024: ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas gujarat gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે. ૩૮ પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉંપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

12472 પોલીસની ભરતી થશે

LRD Constable Bharti 2024 ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત.

પોલીસ ભરતી 2024

  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી
  • લેવાની રહેશે.
  • ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
  • ઘર- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
  • આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે.

લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ lrdgujarat2021.in પર મૂકવામાં આવેલ છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો