Lakshadweep Tourism Best 5 Places: દેશમાં લક્ષદ્વીપને લઈને ભારે ચર્ચા થઈ રહી છે,લક્ષદ્વીપમાં મુલાકાત લેવા માટે બેસ્ટ 5 સ્થળ

By Jadav Harshid

Published On:

Follow Us
Lakshadweep Tourism Best 5 Places

Lakshadweep Tourism Best 5 Places: આજકાલ દેશમાં લક્ષદ્વીપને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ લક્ષદ્વીપનો પ્રવાસ કર્યા પછી દેશવાસીઓને પણ અહીં ફરવાની સલાહ આપી છે. જે બાદ લોકો સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી રહ્યા છે અને તેની સ્વચ્છતાના પણ વખાણ કરી રહ્યા છે. કેટલાય લોકોએ આગામી દિવસોમાં લક્ષદ્વીપ ફરવા જવાનો પ્લાન પણ બનાવી લીધો છે. જો તમે પણ વિચારી રહ્યા હો કે લક્ષદ્વીપ ક્યારે જવું, કેવી રીતે જવું, રૂટ શું, કેટલો ખર્ચ થશે અને ત્યાં જઈને ક્યાં-ક્યાં ફરવું? તો આ બધી જ માહિતી અહીં તમને આપીશું.

Lakshadweep Tourism Best 5 Places – લક્ષદ્વીપ પ્રવાસન શ્રેષ્ઠ 5 સ્થળો

Lakshadweep Tourism: ભારતના સૌથી મહત્વપૂર્ણ ટાપુઓમાંથી એક લક્ષદ્વીપ તેની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે 36 ટાપુઓનો સમૂહ છે જેની દરિયાઈ સીમા અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ સમુદ્રને સ્પર્શે છે. પીએમ મોદીની મુલાકાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ટાપુઓનો આ સમૂહ ચર્ચામાં છે.

Agatti Island – અગાતી ટાપુ

જો તમે ફ્લાઈટ દ્વારા લક્ષદ્વીપ આવો છો, તો તમારે પહેલા અગાતી આઈલેન્ડ (Agatti Island) પર ઉતરવું પડશે. અહીંની પ્રાકૃતિક હરિયાળી અને સુંદર બીચ તમારા વેકેશનને પરફેક્ટ બનાવી બનાવશે. આ સિવાય અહીંની રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ જીવો તમને મંત્રમુગ્ધ કરશે. તમે આ ટાપુ પર પેશન્ટ મ્યુઝિયમ પણ જોઈ શકો છો.

અગાતી ટાપુ ફૂડ લવર્સ માટે એક પરફેક્ટ સ્પોટ છે. આ જગ્યા પર તમને સી ફૂડથી લઈને વેજિટેરિયન ફૂડ સુધીના ઘણા ફૂડ વિકલ્પો મળી શકે છે. અહીં ઘણા રિસોર્ટ્સ પણ છે, જે તમારા વેકેશનને વધુ ખાસ બનાવવામાં મદદ કરી શકે છે. તેમજ આ જગ્યા સ્નોર્કલિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે, તેથી જો તમે ઇચ્છો તો પાણીની અંદર સ્નોર્કલિંગનો પણ આનંદ માણી શકો છો.

Kavaratti Island – કાવરત્તી ટાપુ

કાવરત્તી દ્વીપ (Kavaratti Island) 3.93 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, તે લક્ષદ્વીપની રાજધાની છે, અહીંના સફેદ રેતીના દરિયાકિનારા ફોટોગ્રાફી માટે યોગ્ય સ્થળ છે. તમે આ ટાપુ પર મોટરબોટ રાઈડ અને કાયાકિંગનો આનંદ માણી શકો છો.

જો તમે પ્રકૃતિનો આનંદ માણવા માંગો છો, તો આ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની શકે છે. બીચ પર ફેલાયેલી સફેદ રેતી અને સુંદર સૂર્યાસ્તનો નજારો આ સ્થળની વિશેષતા છે. તેથી, તમે તમારા પરિવાર અથવા જીવનસાથી સાથે અહીં આરામ કરી શકો છો, પ્રકૃતિનો આનંદ માણી શકો છો.

Kadmat Island – કદમત આઇલેન્ડ

જ્યારે પણ તમે લક્ષદ્વીપ આવો ત્યારે કદમત આઇલેન્ડ (Kadmat Island) ની મુલાકાત લો, સિલ્વર બીચ, બ્લુ લગૂન, તેજસ્વી કોરલ રીફ્સ તમારું દિલ જીતવા માટે પૂરતા છે, અહીં આવીને તમને માલદીવ જેવો અનુભવ કરાવશે. આ ટાપુ પર તમને દરિયાઈ કાચબા પણ જોવા મળશે.

આ જગ્યાએ તમે સ્થાનિક વાનગીઓ ટ્રાય કરી શકો છો. આ સાથે તમે અહીં ફ્રેશ સી ફૂડ ખાવાની પણ મજા માણી શકો છો. આ સ્થળ કાઈટ સર્ફિંગ, સ્નોર્કલિંગ અને ડીપ સી ડાઈવિંગ માટે પ્રખ્યાત છે. અહીં તમે ઘણી રમતોનો આનંદ લઈ શકો છો અને તમારી સફરને વધુ યાદગાર બનાવી શકો છો.

Kalpeni Island – કલપેની ટાપુ

લક્ષદ્વીપનો કલપેની ટાપુ (Kalpeni Island) આરામ કરવા માટે એક ઉત્તમ સ્થળ છે, કારણ કે અહીં બીચ પર ચાલવાથી જબરદસ્ત શાંતિનો અહેસાસ થાય છે. અહીં તમે શિપ ટૂર અને લોકલ ફૂડનો આનંદ માણી શકો છો.

કલ્પેની ટાપુ ખૂબ પ્રખ્યાત પર્યટન સ્થળ નથી, તેથી જો તમે ઘોંઘાટથી દૂર થોડો સમય પસાર કરવા માંગતા હોવ, તો આ સ્થળ તમારા માટે યોગ્ય છે. અહીં તમે ઘણી ખાસ વાનગીઓની સાથે સ્કુબા ડાઇવિંગનો આનંદ માણી શકો છો.

Amini Island – અમિની આઇલેન્ડ

જો તમે દરિયાઈ સાહસના શોખીન છો, તો અમિની આઈલેન્ડ Amini Island નો બીચ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે, અહીં તમે સ્નોર્કલિંગ (Snorkeling), સ્કુબા ડાઈવિંગ (Scuba Diving), રીફ વૉકિંગ (Reef Walking), અને કાયાકિંગ (Kayaking) નો આનંદ માણી શકો છો.

લક્ષદ્વીપમાં જોવાલાયક સ્થળો: મિનિકોય આઇલેન્ડ, કદમત આઇલેન્ડ, કાવારત્તી આઇલેન્ડ, મરીન મ્યુઝિયમ, પિટ્ટી બર્ડ સેંક્ચ્યુરી, થિન્નાકારા આઇલેન્ડ, કાલપેની આઇલેન્ડ, બંગારામ એટોલ, અગાટી આઇલેન્ડ, કિલ્તાન આઇલેન્ડ, અમિની બીચ, એન્ડ્રોટ આઇલેન્ડ એવા કેટલાક પ્રખ્યાત સ્થળો છે, (Places to visit in Lakshadweep) જ્યાં તમે મુલાકાત લઈ શકો છો.

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો