IPL schedule announced: IPL નું શિડ્યુલ થયું જાહેર, IPL schedule 2024, 22 તારીખ થી શરૂ થશે IPL 2024

February 26, 2024 4:15 PM
IPL schedule announced

IPL schedule announced: ક્રિકેટનો મહાકુંભ IPL 2024 શરૂ થવા જઇ રહ્યો છે. IPL ની આ સીઝન માટે પ્રથ્મ 21 મેચોનુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. આ વર્ષે લોકસભા ની ચૂંટણીઓ હોવાથી IPL ની બાકીની મેચોનુ શીડયુલ હવે પછી જાહેર કરવામા આવશે.

IPL schedule announced

ઈંડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17માં એડિશન માટે શિડ્યૂલ જાહેર થયું છે. આ ટી 20 લીગનો પહેલા ફેઝ 22 માર્ચથી શરુ થશે. ઉદ્ધાટન મેચમાં હાલના ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે થશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. સીએસકેની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે. દેશમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા શરુઆતી 17 દિવસ માટે આઈપીએલ 2024ના શિડ્યૂલની જાહેરાત કરી છે. જે પહેલા ફેઝ અંતર્ગત 21 મેચ રમાશે. આ અગાઉ વર્ષ 2019માં પણ આઈપીએલનું આયોજન અલગ અલગ ફેઝમાં થયું હતું.

IPL Schedule 2024

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 22 માર્ચ, 2024 થી 7 એપ્રિલ, 2024 સુધી શરૂ થનારી TATA ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ના પ્રથમ બે અઠવાડિયા માટે શીડયુલ જાહેર કર્યું છે. બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન, 21 મેચો રમાનાર છે. આ એમ્ચો 10 શહેરોમાં રમાશે, જેમાં પ્રત્યેક ટીમ ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ પાંચ મેચ ગોઠવવામા આવ્યા છે.

IPL ની આ 17 મી સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન અને પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ શુક્રવારે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ના મેચથી થનાર છે. પ્રથમ સપ્તાહના અંતે બે ડબલ હેડર મેચો યોજાશે. જેની શરૂઆત પંજાબ કિંગ્સ શનિવારે બપોરે દિલ્હી કેપિટલ્સ સામેના મેચથી થશે. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સાંજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ યોજાનાર છે. જ્યાં હોમ ટીમ રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે.

રવિવારની સાંજે હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ, 2022ની ચેમ્પિયન અને છેલ્લી સિઝનની ફાઇનલિસ્ટ પાંચ વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ સાથે આમને-સામને મેચ રમશે. વિશાખાપટ્ટનમમાં તેમની પ્રથમ બે ઘરેલું મેચ રમવાનું પસંદ કર્યા પછી, દિલ્હી કેપિટલ્સ પ્રથમ બંદર શહેરમાં 31મી માર્ચ, રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમાશે. અને ત્યારબાદ તે જ સ્થળે બુધવાર, 3જી એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

ભૂતકાળની જેમ, બીસીસીઆઈ સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરશે. 18મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય પછી, બોર્ડ પ્રથમ બે અઠવાડિયાના સમયપત્રકને લગતી કોઈપણ સમસ્યાઓની સમીક્ષા કરશે અને તેમા કોઇ સુધારો લાગે તો કરશે. ત્યારબાદ, BCCI મતદાનની તારીખોને ધ્યાનમાં લઈને, બાકીની સિઝન માટે શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે સ્થાનિક સતાતંત્ર સાથે મળીને કામ કરશે. પ્રથમ બે અઠવાડિયાના વિગતવાર કાર્યક્રમ અહીં ક્લિક કરીને ઍક્સેસ કરી શકો છો.

આઈપીએલ 2024 ઓક્શમાં વેચાયા હતા 72 ખેલાડી

આ અગાઉ ડિસેમ્બરમાં આયોજીત આઈપીએલ 2024 ઓક્શનમાં કુલ 72 ખેલાડી વેચાયા હતા. તેમાંથી 30 વિદેશી ખેલાડી હતા. કુલ 10 ફ્રેન્ચાઈઝીએ 230.45 કરોડ ખર્ચ કર્યા હતા. આ ઓક્શનમાં કોલકાતા નાઈટરાઈડર્સે ઓસ્ટ્રેલિયન પેસર મિચેલ સ્ટાર્કને સૌથી મોંઘો ભાવ આપીને ખરીદ્યો છે. કેકેઆરે સ્ટાર્કને 20.75 કરોડમાં પોતાનો ખેલાડી બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉંડર પેટ કમિંસને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો, જ્યારે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને 14 કરોડમાં ચેન્નઈએ પોતાની સાથે લીધો છે.

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો