Indian Navy Bharti 2024: ઇન્ડિયન નેવીમાં બમ્પર ભરતી, છેલ્લી તારીખ 10 માર્ચ 2024

Indian Navy Bharti 2024: ઈન્ડિયન નેવીમાં બમ્પર ભરતી જાહેરાત આવી છે. Indian Navy એ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાન દ્વારા સંગઠનમાં SSC અધિકારીઓની 254 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઈચ્છુક અને લાયક ઉમેદવારો નેવીની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને આ નોકરી માટે અરજી કરી શકે છે.

Indian Navy Bharti 2024

નોંધણી પ્રક્રિયા 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે. લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે ઉમેદવારો સૂચના જોઈ શકે છે.

ખાલી જગ્યા અને જગ્યાનું નામ

આ ભરતી અભિયાન દ્વારા SSC ઓફિસરની 254 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

  • એક્ઝિક્યુટિવ બ્રાન્ચ- 136
  • એજ્યુકેશન બ્રાન્ચ – 18
  • ટેકનિકલ બ્રાન્ચ – 100
જગ્યાનું નામખાલી જગ્યા
જનરલ સર્વિસ50
પાયલોટ20
નવલ એર ઓપરેશન્સ ઓફિસર18
એર ટ્રાફિક કંટ્રોલર08
લોજિસ્ટિક30
નવલ આર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટે કેડર10
એડયુકેશન18
એન્જિનિયરિંગ બ્રાન્ચ (જનરલ સર્વિસ)30
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ (જનરલ સર્વિસ)50
નવલ કન્સ્ટ્રક્ટર20

લાયકાત

ઈન્ડિયન નેવીની આ ભરતી માટે ઉમેદવારો પાસે BE અથવા B.Techની ડિગ્રી હોવી જરૂરી છે. તો ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ઈન્ડિયન નેવીની આ ભરતીમાં કેડરવાઈઝ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરેની વિગતવાર સૂચના જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

Indian Navy ની આ ભરતીમાં ઉમેદવારોને નોર્મલાઇઝ્ડ સ્કોર અનુસાર શોર્ટલિસ્ટ કરવામાં આવશે. નોર્મલાઇઝ્ડ સ્કોર ક્વોલિફાઇંગ ડિગ્રીમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ કરવામાં આવેલા ઉમેદવારોને SSB ઈન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે. ઉમેદવારોને આ માહિતી ઈ-મેલ અથવા SMS દ્વારા આપવામાં આવશે. તેમજ SSB માર્ક્સ દ્વારા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ મેડિકલ ટેસ્ટમાં જગ્યાઓની સંખ્યા પ્રમાણે પાત્ર ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવશે.

પગાર ધોરણ

SSB દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોનો બેસિક પગાર 56100 રૂપિયા હશે. આ સાથે જ અન્ય ભથ્થા પણ મળવાપાત્ર રહેશે. વધુ માહિતી Indian Navy ની સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકો છો.

ઇન્ડિયન નેવીમાં અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી, જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો, તેમજ અરજી કરવા માટે અહીં ક્લિક કરી અરજી કરી શકો છો.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો