IB Bharti 2023: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી, 797 જગ્યાઓ પર, અરજી પ્રક્રિયા તેમજ નોટિફિકેશન જુઓ

IB Bharti 2023: કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં 797 જેટલા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO), ગ્રેડ-2 (ટેકનિકલ)ની ભરતી થવા જઇ રહી છે. નોટિફિકેશન અનુસાર જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી માટે અરજી પ્રક્રિયા 3 જૂન 2023થી શરૂ થશે અને આ અરજી પ્રક્રિયા 23 જૂન સુધી ચાલુ રહેશે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 પરીક્ષા બાદ જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવશે.

IB Bharti 2023

આઇબીમાં જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો mha.gov.in પર જઇને ફોર્મ ભરીને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની વિસ્તૃત નોટિફિકેશન જાહેર થયા બાદ લાયકાત માપદંડ, અનામત, પરીક્ષાના અભ્યાસક્રમ વગેરેની માહિતી ઉપલબ્ધ થશે

મહત્વની તારીખ

અરજી કરવાની પ્રારંભિક તારીખ3 જૂન, 2023
અરજી કરવાની અંતિમ તારીખ23 જૂન, 2023

પગાર ધોરણ

જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદો પર ભરતી થયા બાદ લેવલ-4 (25,500- 81,1000) ગ્રેડની સેલેરી મળશે.

797 કુલ ખાલી જગ્યાઓ

બિનઅનામત325
EWS79
ઓબીસી215
SC119
ST59
કુલ ખાલી જગ્યાઓ797

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રીમાં B.Sc કરેલું હોવું જોઇએ.

વય મર્યાદા

જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ માટે વયમર્યાદા 18 થી 27 વર્ષ છે. ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 23 જૂન 2023 સુધીમાં કરવામાં આવશે

અરજી ફી

  • બિનઅનામત, ઇડબલ્યુએસ અને ઓબીસી – 500 રૂપિયા
  • અન્ય 450/- રૂપિયા

પરીક્ષા પેટર્ન

આઈબી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2023ની લેખિત પરીક્ષા કુલ 100 ગુણ માટે લેવામાં આવશે. દરેક પ્રશ્નમાં 1 માર્ક હશે. લેખિત પરીક્ષામાં 1/4નું નેગેટિવ માર્કિંગ થશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી માટે સૌ પ્રથમ ઓનલાઇન લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર બાદ સ્કિલ ટેસ્ટ લેવાશે. આ બંને સ્ટેપ ક્લિઅર કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં પાસ થનાર ઉમેદવારોના દસ્તાવેજ વેરીફિકેશન થશે અને ત્યારે બાદ તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે.

IB Bharti 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

IB Bharti 2023

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો