How to use 2 WhatsApp in one phone: Whatsapp એ સૌથી વધુ વપરાતી લોકપ્રીય સોશીયલ મીડીયા એપ. છે. લગભગ દરેક સ્માર્ટફોન ધારક વોટ્સએપ વાપરતા હોય જ છે. એમા પણ ઘણા લોકો 1 ફોનમા 2 વોટ્સએપ યુઝ કરતા હોય છે. 1 રેગ્યુલર વોટ્સએપ અને બીજુ બીઝનેશ વોટ્સએપ. પરંતુ હવે 2 વોટ્સએપ વાપરવા માટે અલગ અલગ 2 એપ. ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. 1 જ એપ. મા 2 વોટ્સએપ વાપરી શકો છો. આ કઇ રીતે વાપરી શકાય તેની સ્ટેપવાઇઝ ડીટેઇલ જાણીએ.
How to use 2 WhatsApp in one phone
લોકો મા સૌથી વધુ લોકપ્રીય એપ. વોટ્સએપમાં હંમેશા કોઈને કોઈ નવું ફીચર આવતુ રહે છે, જેના કારણે યુઝર્સ આ એપ ય્ઝ કરતા લોકોના કામ સરળ બને છે. આ વખતે વોટ્સએપે એક એવું ફીચર લાવવાનું શરૂ કર્યું છે જેની યુઝર્સ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વાસ્તવમાં, હવે યુઝર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કર્યા વગર એક જ ફોન પર બે અલગ-અલગ વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકશે. આવો અમે તમને વોટસઅપ ના આ ખાસ ફીચર વિશે જણાવીએ.
વોટ્સએપ મલ્ટીપલ એકાઉન્ટ ફીચર
Whatsapp Multiple Accaount Feature મલ્ટીપલ એકાઉન્ટના ફીચરની છેલ્લા ઘણા સમયથી યુઝર્સ રાહ જોઇ રહ્યા હતા. પરંતુ વોટ્સએપે અગાઉ આ ફીચરને માત્ર બીટા યુઝર્સ માટે ટેસ્ટિંગ માટે જ રાખ્યું હતું. હવે આ ફીચર સામાન્ય યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામા આવ્યુ છે. વોટ્સએપ મા આવતા નવા ફીચર ની અપડેટ ઓફીસીયલ વોટસઅપ સ્ટેટસ અપડેટ દ્વારા જણાવતુ રહે છે. હવે વોટસઅપે સ્ટેટસ અપડેટ દ્વારા જણાવ્યુ છે કે યુઝર્સ એક જ ફોન પર બે અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. એક જ એપ. મા 2 વોટસઅપ એકાઉન્ટ કઇ રીતે યુઝ કરવા તેની સ્ટેપવાઇઝ પ્રોસેસ જાણીએ. પરંતુ તે પહેલા તમારે તમારું WhatsApp અપડેટ કરવું પડશે.
WhatsApp અપડેટ કર્યા પછી, નીચે દર્શાવેલ સ્ટેપ્સ અનુસરો અને તે પછી પણ, જો તમારા ફોનમાં બે વોટ્સએપનો ઉપયોગ કરવાનો વિકલ્પ દેખાતો નથી, તો તમારે આવનારા થોડા દિવસો સુધી રાહ જોવી પડશે. શક્ય છે કે થોડા દિવસો પછી WhatsApp તમારા ફોનમાં તે સુવિધા અપડેટ કરાવે, પછી તમે તમારા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ અપડેટ કરીને આ સ્ટેપસ મુજબ ફરીથી અનુસરી શકો છો.
એક ફોન માં 2 વોટ્સએપ કેવી રીતે યુઝ કરવા
- સૌ પ્રથમ તમારા ફોનમાં તમારું WhatsApp એકાઉન્ટ ઓપન કરો.
- ફોનની ઉપર-જમણી સ્ક્રીન પર દેખાતા 3 ડોટ આઇકોન પર ક્લિક કરો.
- તે પછી તળિયે દર્શાવેલ સેટિંગ્સ વિકલ્પ મા જાઓ.
- ત્યારબાદ પહેલા એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- આગળ તમને નીચેથી બીજા વિકલ્પ પર Add Account નવો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
- તે પછી, તમારું પોતાનું WhatsApp એકાઉન્ટ પ્રથમ નંબર પર દેખાશે અને બીજા નંબર પર + સાઇન સાથે Add Account વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરો.
- તે પછી Agree અને Continue પર ક્લિક કરો.
- હવે તમે આ ફોન પર જેનું WhatsApp એકાઉન્ટ વાપરવા માંગો છો તે અન્ય ફોન નંબર દાખલ કરો અને પછી Next પર ક્લિક કરો.
- તે પછી એક OTP આવશે અને પછી તમે તમારા ફોન પર બીજું WhatsApp વાપરી શકશો.
આ સમગ્ર પ્રક્રિયાને કર્યા પછી, તમે તેના પર ક્લિક કરીને બેમાંથી કોઈપણ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો. આ તે જ રીતે કામ કરશે જે રીતે તેનો ઉપયોગ એક ફોનમાં બે અથવા વધુ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે થાય છે.