Gyan Sadhana Scholarship 2025: જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી?, જુઓ સંપૂર્ણ માહિતી

By Jadav Harshid

Published On:

Follow Us
Gyan Sadhana Scholarship 2025

Gyan Sadhana Scholarship: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2025 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ Gyan Sadhana Scholarship Yojana છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. જેથી આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી.

Gyan Sadhana Scholarship 2025

વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
પરીક્ષા તારીખ29-3-2025
વેબસાઇટwww.sebexam.org

જ્ઞાન સાધના સ્કોલરશીપ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025 લાગુ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમને આ સ્કોલરશીપનો લાભ મળશે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે. ધોરણ 10 થી 11 સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા અને ધોરણ 12 થી Graduate સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 રૂપિયા મળશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ કે જેઓ અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

પરીક્ષાનો કાર્યક્રમ

Gyan Sadhana Scholarship 2025

જ્ઞાન સાધના સ્કોલરશીપનો હેતુ

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ સ્કોલરશીપ મળશે. સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા

Gyan Sadhana Scholarship: આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

  • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
  • અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

પરીક્ષા ફી– Exam Fees

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.

કસોટીનુ માળખુ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.

  • આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.

કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પધ્ધતિ

  • પરીક્ષામાં માત્ર multiple-choice question એટલેકે MCQ હશે.
  • પરીક્ષા 120 ગુણની હશે અને તેનો સમયગાળો 1:30 કલાકનો છે
  • પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતીમાં હશે.

સ્કોલરશીપ ની રકમ

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

  • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
  • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો