GVK EMRI Bharti 2023: 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી

GVK EMRI Bharti 2023: 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી, “GVK EMRI 108 Bharti: 17મી મે 2023ના રોજ ઇન્ટરવ્યુ આધારિત જોબની તક બહાર પાડવામાં આવી.

GVK EMRI Bharti 2023

GVK EMRI Bharti 2023

સંસ્થાનું નામEMRI ગ્રીન હેલ્થ સર્વિસીઝ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશન થયા તારીખ તારીખ17 મે 2023
વેબસાઈટhttps://www.emri.in/

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

નોકરીનું સ્થળ

ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનું નોકરીનું સ્થળ અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના અન્ય શહેરો પર રહેશે.

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10:00 થી 2:00 કલાક સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.ઇન્ટરવ્યુના તમામ સ્થળની માહિતી નીચે મુજબ છે.

  • અમદાવાદ – એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ
  • સુરત – 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર, સુરત
  • વડોદરા – 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
  • વલસાડ- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
  • રાજકોટ – 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક, રાજકોટ
  • ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • જૂનાગઢ – 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે, જૂનાગઢ
  • કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
  • પાટણ – 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ
  • સાબરકાંઠા – 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

પગાર ધોરણ

GVK EMRIની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત

GVK EMRI 108 ની આ ભરતીમાં મેડિકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે BHMS અથવા BAMS કરેલું હોવું જોઈએ જયારે લેબર કાઉન્સિલર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે MSW કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ ઉમેદવારો પણ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.

નોકરીની જાહેરાત વાંચો
સત્તાવાર વેબસાઈટ
હોમપેજ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો