Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12000 ની ભરતી, ટૂંક સમયમાં થશે જાહેર

March 8, 2024 1:12 PM
Gujarat Police Bharti 2024

Gujarat Police Bharti 2024; લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર: Police Bhartiને રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.

ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે 12000 ની ભરતી

જેલ મહિલા સિપાહીની 85 સહિત 12 હજાર Police Bharti થશે. PSIની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે જો કે, PSIની ભરતીના નિયમો ફરેફાર કરાયા છે. ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. વજન ધ્યાન પર નહીં લેવાય, 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. બે પેપર રહેશે, એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે તો બીજું પેપર 100 માર્કનું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

બુધવાર સુધીમાં જાહેરાત થશે

પોસઈના પરીક્ષા નિયમો,‌ ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું‌ તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે. ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પડનાર છે. ત્યારબાદ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ રાખેલ છે.

Gujarat Police Bharti 2024 New Rules

Gujarat Police PSI New RR 2024; પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા (MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (GENERAL STUDIES (MCQ) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

PSI ની ભરતીના નવા નિયમો

LRD બાદ હવે PSI ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. PSIની પરીક્ષામાં LRD ની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2021માં PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. ટૂંક સમયમાં PSI ની નવી ભરતી બાબતે ગૃહવિભાગ નિર્ણય લઈ શકે છે.

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો