GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા વર્ગ 3ની ભરતી જાહેરાત, ઓજસ નવી ભરતી 2024

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ સહીતની પોસ્ટ છે. ઓજસ નવી ભરતી 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે. અરજી ફોર્મ 2 જાન્યુઆરી થી શરુ થશે.

GSSSB Bharti 2024

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામસંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3
કુલ જગ્યાઓ188
છેલ્લી તારીખ16 જાન્યુઆરી 2024
વેબસાઈટhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ભરતી 2024

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 188 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીએસએસએસબી દ્વારા સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે 2 જાન્યુઆરી 2024થી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 નિર્ધારીત કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદ, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ લાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં 188 જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૦૨/૦૧/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૧૬/૦૧/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે., ઓજસ નવી ભરતી 2024

જી.એસ.એસ.એસ.બી ભરતી 2024

ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું., ઓજસ નવી ભરતી 2024

જગ્યાઓની વિગતો:

GSSSB Bharti 2024
GSSSB Bharti 2024

અરજી કેવી રીતે કરવી, ઓજસ નવી ભરતી 2024

  • (૧) સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
  • (ર) “On line Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
  • (૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે
  • જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
  • (૪) જયારે “Apply now” પર click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક
  • કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  • (૫) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
  • (૬) ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  • (૭) હવે “save” પર click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • (૮) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type
  • કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.)

Leave a Comment