DSSSB Recruitment 2024: આ વિભાગોમાં નિકળી છે બમ્પર ભરતી, ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી

DSSSB Recruitment 2024: સરકારી નોકરી માટેની ખૂબ જ સારી તક દેશની રાજધાની દિલ્હીમાં છે. દિલ્હી સબોર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ, DSSSBના વિવિધ વિભાગોમાં મલ્ટી ટાસ્કિંગની ભરતી નિકળી છે. આ માટે 567 પદ પર ભરતી નિકળી છે. તેમાં મહિલા અને બાળ વિકાસ, સમાજ કલ્યાણ, યોજના વિભાગ સહિત અન્ય વિભાગોમાં પદનો સમાવેશ થાય છે.

DSSSB Recruitment 2024

ભરતીનું નામમહિલા અને બાળ વિકાસ, સમાજ કલ્યાણ, યોજના વિભાગ સહિત અન્ય વિભાગોમાં
કુલ જગ્યાઓ567
જાહેરાત તારીખ8 ફેબ્રુઆરી 2024
છેલ્લી તારીખ8 માર્ચ 2024
Websitedsssb.delhi.gov.in

ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી

  • મહિલા અને બાળ વિકાસ- 194 જગ્યા
  • સામાજીક કલ્યાણ- 99 જગ્યા
  • તાલીમ અને ટેકનિકલ શિક્ષણ- 86 જગ્યા
  • મુખ્ય હિસાબનીસ અધિકારી-64 જગ્યા
  • વિધાનસભા સચિવાલય સચિવ-32 જગ્યા
  • ચીફ ઈલેક્ટોરલ ઓફિસર-16 જગ્યા
  • દિલ્હી સબોર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ- 13 જગ્યા
  • ડિરેક્ટોરેટ ઓફ ઈકોનોમીક્સ એન્ડ સ્ટેટીસ્ટીક્સ- 13 જગ્યા
  • પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ- 13 જગ્યા
  • ડિરેક્ટોરેટ ઓફ ટ્રેઈનિંગ- 12 જગ્યા
  • જમીન અને નિર્માણ વિભાગ- 7 જગ્યા
  • પૂરાતત્વ વિભાગ- 6 જગ્યા
  • કાયદો, ન્યાય અને લેજીસ્લેટીવ બાબત- 5 જગ્યા
  • ડિરેક્ટોરેટ ઓફ ઓડિટ- 4 જગ્યા
  • દિલ્હી આર્કાઈવ્ઝ- 3 જગ્યા

મહત્વની તારીખો

DSSSB એમટીએસ ભરતી ચાલુ રાખવા માટે નોટિફિકેશનના પદો માટે ઉમેદવારો માટે 8 ફેબ્રુઆરીથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. તેના માટે કેન્ડિડેટ્સ dsssb.delhi.gov.in પર જઈને અરજી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજી જમા કરવાની અંતિમ તારીખ 8 માર્ચ સુધી છે.

શૈક્ષણિક લાયકાત

DSSB એમટીએસ ભરતી માટે શૈક્ષણિક યોગ્યતામાં 10મા ધોરણમાં પાસનું સર્ટીફિકેટ માંગવામાં આવેલ છે. જ્યારે ઉંમરની વાત કરવામાં આવે તો લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ છે. ઉંમરમાં ઓબીસી વર્ગને 3 વર્ષ, એસસીને 5 વર્ષ અને એસટી વર્ગને 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ભરતી અંતર્ગત નોકરી મેળવવા માટે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે, જેની પેટર્ન અને સિલેબર્સની માહિતી નોટિફિકેશનથી પ્રાપ્ત કરી શકાશે. તેમા સફળતા મેળવનાર ઉમેદવારોને સ્કીલ ટેસ્ટ તથા દસ્તાવેજની ખરાઈ કરવી પડશે.

Leave a Comment