Dosti Shayari Gujarati: દોસ્તી શાયરી ગુજરાતીમાં, 200 થી પણ વધુ દોસ્તી શાયરી

By Jadav Harshid

Published On:

Follow Us
Dosti Shayari Gujarati

Dosti Shayari Gujarati: આજે તો મિત્રો હું તમારા માટે Dosti Friendship Quotes And Shayari લઈને આવ્યો છું. જે તમે તમારા દોસ્તી શાયરી અને Quotes મોકલી ને તેના હોઠો પર એક મધુર સ્મિત 😊 લાવી શકો, કેમકે વ્યવસાય હોય કે પછી દોસ્તી ગુજરાતી તો ભુક્કા જ બોલાવી દે સાચું ને. દોસ્તી શાયરી અને Quotes જે તમારા જીવ થી વાલા દોસ્તો ને મોકલ્સો એટલે એનું દિલ ભાઈ આવશે.

Dosti Shayari Gujarati

“Dosti Shayar And Quotes અમારા ક્યુરેટેડ સંગ્રહ સાથે તમારા ભાવનાત્મક જોડાણોને મજબૂત બનાવો. મિત્રતાના હૃદયપૂર્વકના અભિવ્યક્તિઓનું અન્વેષણ કરો જે તમારા આત્મા સાથે પડઘો પાડે છે. કરુણ છંદોથી લઈને ઉત્કર્ષક સંદેશાઓ સુધી, સૌહાર્દના બંધનોની ઉજવણી કરવા માટે સંપૂર્ણ શબ્દો શોધો. શું તમે પ્રેરણા મેળવો છો. મિત્રને હૃદયપૂર્વક નોંધ કરો અથવા ફક્ત તમારા હૃદયની વાત હોય તેવા શબ્દોની ઇચ્છા રાખો, અમારી વિવિધ પસંદગીમાં દરેક માટે કંઈક છે. દોસ્તી શાયરી અને અવતરણોની દુનિયામાં ડૂબકી લગાવો અને દરેક શબ્દ સાથે તમારી મિત્રતાને ખીલવા દો.”

દોસ્તી શાયરી અને Quotes

અમારા મિત્રોનો સ્વભાવ
પણ સમુદ્રના આ પાણી જેવો છે,
ખારો ભલે હોય પણ ખરો છે !!

સ્ટોરીમાં
મેન્શન કરે એ નહીં,
આપણી ગેરહાજરીનું ટેન્શન
કરે એ સાચો મિત્ર !!

પૈસા મુકવા બેંક મળી શકે,
દાગીના મુકવા લોકર મળી શકે,
પણ હૈયાની વાત મુકવા માટે તો
એક મિત્રની જ જરૂર પડે !!

એક સારો મિત્ર
સમય આવ્યે સંસારના
બધા સંબંધ નિભાવવાની
તાકાત રાખે છે !!

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,
દુનિયામાં માત્ર દોસ્તો જ હોય છે જે
ક્યારેય સાથ નથી છોડતા !!

મહેંદી અને મિત્ર
બંને સમાન કાર્ય કરે છે,
મહેંદી આપણા હાથને રંગે છે
જયારે મિત્ર હૈયાને !!

મિત્ર આ હૈયું જે હળવું છે,
એનું કારણ તારું મળવું છે !!

થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ,
નહીં કરવી પડે મનની સાથે કુસ્તી,
જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી
તો જીવનમાં મળશે ઘણી મસ્તી !!

ઈશ્વર જે લોકોને લોહીના
સંબંધમાં બાંધવાનું ભૂલી જાય છે,
એમને પરમ મિત્ર બનાવી દે છે !!

કોઈ કાન ભરે
અને દોસ્તી તૂટી જાય,
એવા કાચા દોસ્ત નથી અમે !!

તું મારો એ દોસ્ત છે
જેને મેં હંમેશા મારો નાનો
ભાઈ જ માન્યો છે !!

મિત્ર હંમેશા
એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ
આગળ વધવા પ્રેરિત કરે !!

મિત્ર હંમેશા
એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ
આગળ વધવા પ્રેરિત કરે !!

આ દુનિયાની
જરૂર પણ કોને છે,
મને સંભાળવા માટે મારો
દોસ્ત મારી સાથે છે !!

દુનિયાની સૌથી મોટી
ભેટ એટલે એક સારો મિત્ર જે
કિંમતથી નહીં કિસ્મતથી મળે છે !!

જિંદગીમાં એક
મિત્ર તો એવો હોવો જોઈએ
જે હાલ પૂછે તો કોઈ સંકોચ વગર
તમે એને સત્ય કહી શકો !!

મારા માટે
સૌથી મોટી દોલત
એટલે મારો મિત્ર !!

નારાજ ના થઈશ
મારી મજાક મસ્તીથી દોસ્ત,
કેમ કે આ જ એ ક્ષણો છે જે
કાલે યાદ આવશે !!

Best Friends
સાથેની Conversation,
બીજા લોકો કોઈ દિવસ
સમજી જ ના શકે !!

મિત્ર ભલે ગમે
એટલો હોંશિયાર હોય,
કામ તો એ હંમેશા ગાળો
ખાવાના જ કરે છે !!

મનથી ભાંગી પડેલાને
એક મિત્રો જ સાચવી શકે છે,
બાકી આ સંબંધીઓ તો ખાલી
વ્યવહાર સાચવે છે !!

ખોટા કામમાં
સાથ આપનાર નહીં,
સાચી રાહ દેખાડે એનું
નામ દોસ્તી !!

દોસ્તી મજબુત રાખજો,
દુનિયા તમારા રસ્તામાં ખાડા
ખોદી દે તો પણ મિત્રો તમને
એમાં પડવા નહીં દે !!

કોઈ ફરક ના પડે ભલે
આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય,
બસ એક કૃષ્ણ જેવો દોસ્ત તમારી
સાથે હોવો જોઈએ !!

ચિંતા ના કર,
તારો ભાઈ તારી સાથે છે,
બસ એક આવું કહેવા વાળો
દોસ્ત હોય તો જિંદગીમાં
બીજું કંઈ ના ઘટે !!

ચિંતા ના કર,
તારો ભાઈ તારી સાથે છે,
બસ એક આવું કહેવા વાળો
દોસ્ત હોય તો જિંદગીમાં
બીજું કંઈ ના ઘટે !!

દોસ્તી મજબુત રાખજો,
દુનિયા કદાચ મૂળ કાપી નાખે
તો પણ દોસ્ત પડવા નહીં દે !!

ઘણા દોસ્તો
લાઈફમાં આવ્યા ને ગયા,
પણ અમુક બાળપણના દોસ્તો
આજે પણ કાળજાનો કટકો છે !!

મિત્રો હંમેશા એવા
બનાવો કે એમને વાત કર્યા
પછી કહેવું ના પડે કે આ વાત
બીજા કોઈને કરતા નહીં !!

બીજા કોઈ
સાથે હોય કે ના હોય,
બસ દોસ્તો સાથે હોવા જોઈએ !!

પ્રેમ અને દોસ્તી
તો અભણ સાથે જ જામે,
ભણેલા તો લાગણીની પણ
ગણતરી કરતા હોય છે !!

દરેક વ્યક્તિ
એક હનુમાન હોય છે,
બસ ખાલી શક્તિઓ યાદ
અપાવવા માટે જાંબુવાન જેવા
મિત્રની જરૂર હોય છે !!

સો સંબંધોમાં
સૌથી શ્રેષ્ઠ સંબંધ
એટલે મિત્રતા !!

મિત્ર એટલે મિત્ર,
એમાં વળી શું સ્ત્રી
અને શું પુરુષ !!

મન હળવું કરવા માટે,
Best Friends થી વધારે સારી
બીજી કોઈ Medicine નથી !!

જિંદગીમાં એક
દોસ્ત એવો પણ બનાવજો,
જે પોતાની સાથે તમને પણ
સફળતાના રસ્તે લઇ જાય !!

જેમની પાસે
સારા દોસ્ત હોય છે,
એ ક્યારેય જમીન
દોસ્ત નથી થતા !!

સાયકલમાં સીટ નથી
અને ગાડીમાં ભલે ગીત નથી,
પણ મિત્રો એવા મળ્યા છે કે હવે
કોઈના બાપની બીક નથી !!

જે મિત્ર આવી ઠંડીમાં એમ
કહી દે કે ભાઈ તું પાછળ બેસી જા,
બાઈક હું ચલાવી લઈશ એની મિત્રતા
પર ક્યારેય શક ના કરતા !!

અમુક દોસ્ત
દોસ્તથી પણ વધારે હોય છે,
તેઓ ભાઈ બની જાય છે !!

વાતો ભલે અમારી
GF-BF જેવી હોય છે,
પણ છીએ તો અમે માત્ર
બેસ્ટ ફ્રેન્ડ જ !!

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો