GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ પર ભરતી

GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2024 સુધી ભરી શકાશે ફોર્મ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં ખુશીની લહેર પ્રસરી.

GSSSB Bharti 2024

Gaun seva pasandgi mandal bharti 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાતમાં રહેતા નાગરિકો માટે એક સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા એક ભરતી ની જાહેરાત કરેલ છે. આ જાહેરાતમાં જણાવે મુજબ એડ નંબર 212 માં 4300 પદ પર ભરતી યોજવામાં આવી છે.

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ચાર જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. ભરતીની સંપૂર્ણ જાણકારી અમે તમને લેખમાં જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

GSSSB Recruitment 2024

સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા (GSSSB) તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે.

છેલ્લી તારીખ

તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી શકાશે ફોર્મ. રાત સુધીમાં વેબસાઈટ ઉપર મુકાઈ જશે જાહેરાત અને આવતીકાલ ના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

4 જાન્યુઆરી રોજ ના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત, રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

500 રૂપિયા ફી દરેક ઉમેદવારે ભરવાની રહેશે

તો બીજી તરફ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી, ઓજસ નવી ભરતી 2024

  • સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
  • “Online Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે
  • જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
  • જયારે “Apply now” પર click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક
  • કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  • Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
  • ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  • હવે “save” પર click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type
  • કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.)

Leave a Comment