ગુજરાતના ગ્રંથાલયો: ગ્રંથભંડાર હડાણા વડોદરા સુરત- Hadana library in gujarat

hadana gujarat, hadana library in gujarat gujarat library gujarat library list gujarat library address gujarat public library act, ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ગ્રંથાલયોની યાદી

ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર

1હંસા મહેતા ગ્રંથાલયવડોદરા
2જયસિંહરાવ ગ્રંથાલયવડોદરા
3એન્ડ્રુઝ લાઈબ્રેરીસુરત
4હડાણા ગ્રંથાલયહડાણા
5હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરપાટણ
6એમ.જે.લાઈબ્રેરીઅમદાવાદ
7સેન્ટ્રલ લાઈબ્રેરીવડોદરા
8બાર્ટન લાઈબ્રેરીભાવનગર
9ડાહી લક્ષ્મી ગ્રંથાલયનડિયાદ
10લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરીસુરત
11ભો.જે. વિદ્યાભવનઅમદાવાદ
12બ્રિટીશ લાઈબ્રેરીઅમદાવાદ
13લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરઅમદાવાદ
14ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયઅમદાવાદ
15પ્રાચ્ય વિદ્યામંદિરવડોદરા
16શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડારવડોદરા
17શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રકોબા (ગાંધીનગર)
18ગુજરાતી ભાષાભવનસૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ)
19ચુનીલાલ ગાંધી વિદ્યાભવનસુરત
20જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડારસુરત
21ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટશારદાપીઠ (દ્વારકા)
22વિમલગચ્છ જૈન ગ્રંથભંડારપાટણ
23મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિરડભોઈ
24મેહરજી પુસ્તકાલયનવસારી
25પીટીટ સાર્વજનિક પુસ્તકાલયબીલીમોરા
26બેંગ લાઈબ્રેરીરાજકોટ
27લખધીરજી લાઈબ્રેરીરાજકોટ
28ભગવતસિંહજી લાઈબ્રેરીગોંડલ
29તખ્તસિંહજી લાઈબ્રેરીબોટાદ
30શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરીભાવનગર
31કાવસજી ગઝદર પુસ્તકાલયગણદેવી
32વોકનેર લાઈબ્રેરીઅમરેલી

૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ગ્રંથાલયોની યાદી

ક્રમગ્રંથાલયનું નામજિલ્લોસ્થાપના વર્ષ
લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય, રાજકોટરાજકોટ૧૮૫૬
હિમાભાઇ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદઅમદાવાદ૧૮૫૭
લીલાઘર સાર્વજનિક પુસ્તકાલય, ધોળકાઅમદાવાદ૧૮૫૭
રાયચંદ દીપચંદ લાયબ્રેરી, ભરુચભરુચ૧૮૫૮
સરકારી જિલ્લા પુસ્તકાલય, જુનાગઢજુનાગઢ૧૮૬૫
સ્ટુઅર્ટ લાયબ્રેરી ટ્રસ્ટ, ગોધરાપંચમહાલ૧૮૬૬
બારોડેલ સાર્વજનિક પુસ્તકાલય, ધંધુકાઅમદાવાદ૧૮૬૭
મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજકચ્છ૧૮૬૮
ઘી વિકટોરીયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યુટ લાયબ્રેરી(ટ્રસ્ટ), પાલનપુરબનાસકાંઠા૧૮૭૨
૧૦પરીખ સી.કે.સાર્વજનિક પુસ્તકાલય, પેટલાદઆણંદ૧૮૭૩
૧૧શેઠશ્રી હરિલાલ નરોત્તમદાસ ભવાનભાઇ પુસ્તકાલય, મહુવાભાવનગર૧૮૭૭
૧૨પારેખ વી.એચ.જનરલ લાયબ્રેરી, વિસનગરમહેસાણા૧૮૭૮
૧૩શ્રી મો.ન.અમીન સાર્વજનિક પુસ્તકાલય, વસોખેડા૧૪
૧૪સાર્વજનિક રમણ પુસ્તકાલય, પ્રાંતિજસાબરકાંઠા૧૮૮૧
૧૫બાર્ટન સાર્વજનિક પુસ્તકાલય, ભાવનગરભાવનગર૧૮૮૨
૧૬ઘી જે.બી.પીટીટ પબ્લીક લાયબ્રેરી એન્ડ ફ્રી રીડીંગરૂમ, બીલીમોરાવલસાડ૧૮૮૨
૧૭સાર્વજનિક પુસ્તકાલય, પાદરાવડોદરા૧૮૮૩
૧૮પટેલ લલ્લુભાઇ નારાયણદાસ સાર્વજનિક પુસ્તકાલય, વાલમમહેસાણા૧૮૮૫
૧૯હુડ હાઉસ લાયબ્રેરી, ઇડર, જિ. સાબરકાંઠાસાબરકાંઠા૧૮૮૬
૨૦દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝ.હ.ગ્રંથાલય, પોરબંદરપોરબંદર૧૮૮૬
૨૧ધી જે.એન.પીટીટ લાયબ્રેરી, અંકલેશ્વરભરુચ૧૮૮૮
૨૨શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય, ડભોઇવડોદરા૧૮૮૯
૨૩મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલય, દામનગરઅમરેલી૧૮૯૦
૨૪શ્રીમંત ફતેહસિંહસાવ સાર્વજનિક પુસ્તકાલય, પાટણપાટણ૧૮૯૦
૨૫વિક્ટોરીયા જ્યુબિલી લાયબ્રેરી, જલાલપોરનવસારી૧૮૯૭
૨૬અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડીયાદખેડા૧૮૯૮
૨૭શ્રી સયાજી વૈભવ સાવજનિક પુસ્તકાલય, નવસારીનવસારી૧૮૯૮
૨૮શ્રી સી.એસ.બુટાલા અને બ્રધરહુડ લાયબ્રેરી, મોડાસાસાબરકાંઠા૧૯૦૦
૨૯જાફરાબાદ કેળવણી મંડળ સંચાલિત ત્રિ. મા. લાયબ્રેરી, જાફરાબાદઅમરેલી૧૯૦૨
૩૦બિસ્મીલાખાનજી સાર્વજનિક પુસ્તકાલય, રાધનપુરપાટણ૧૯૦૩
૩૧અલોની સાર્વજનિક પુસ્તકાલય, સાવલીવડોદરા૧૯૦૪
૩૨શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક સાર્વજનિક પુસ્તકાલય, વડનગરમહેસાણા૧૯૦૫
૩૩શ્રી છગનલાલ ગલિયારા સાર્વજનિક પુસ્તકાલય, કઠોરસુરત૧૯૦૫
૩૪શ્રી સુર્યપુર સંસ્કૃત્ત પાઠશાળા મંડળ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય, આમલીરાનસુરત૧૯૦૫
૩૫સાર્વજનિક પુસ્તકાલય, પલાણા, તા.નડિયાદ, જિ.ખેડાખેડા૧૯૦૬
૩૬સાર્વજનિક પુસ્તકાલય, ભાયલીવડોદરા૧૯૦૭
૩૭શ્રી સયાજી ગોલ્ડન જ્યુબિલી સાર્વજનિક પુસ્તકાલય, વિજાપુરમહેસાણા૧૯૦૯
૩૮શેઠશ્રી, એમ.આર.સાર્વજનિક પુસ્તકાલય, ઉંઝામહેસાણા૧૯૦૯
૩૯શ્રી ઉમેદભાઇ સવજીભાઇ મહિલા પુસ્તકાલય, શેરથાગાંધીનગર૧૯૧૧
૪૦વૈદ્ય એ.એસ.સાર્વજનિક પુસ્તકાલય, સંખેડાવડોદરા૧૯૧૨
૪૧શ્રી મગનભાઇ લલ્લુભાઇ સાર્વજનિક પુસ્તકાલય, સોખડાવડોદરા૧૯૧૨
૪૨સાર્વજનિક પુસ્તકાલય, પીજખેડા૧૯૧૩
૪૩સાર્વજનિક પુસ્તકાલય, વેડાગાંધીનગર૧૯૧૪
૪૪શેઠ ગોપાલદાસ ઉકારામ સાર્વજનિક પુસ્તકાલય, સુંઢીયામહેસાણા૧૯૧૪

જ્ઞાનની પ્રજવલિત જયોતનો દૈદીપ્યમાન પ્રકાશ સમાજમાં રેલાવતા ગ્રંથાલયો અને સરસ્વતીના તીર્થધામો છે. ગુજરાતમાં ગ્રામીણ સ્તર સુધી ગ્રંથાલય સેવાઓનો વિસ્તાર આવરી લેવાય તે આશયથી સરકારશ્રી ધ્વારા સ્વતંત્ર ગ્રંથાલય ખાતાની રચના કરેલ છે. નિયામકશ્રી, ગ્રંથાલય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રગતિના સોપાન સર કરે છે.

રાજયમાં ૧૫૫ સરકારી જાહેર ગ્રંથાલયો, ૩૨૧૪ વિવિધ કક્ષાના અનુદાનીત જાહેર ગ્રંથાલયો, ૧૪૨ ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો સરકારી જાહેર ગ્રંથાલયોની સેવાઓને કોમ્પ્યુટરાઇઝ કરવાના ભાગરૂપે હાલમાં ૨૬ – જિલ્લા ગ્રંથાલયો, ૨ – મધ્યસ્થ ગ્રંથાલયો, વડોદરા અને ગાંધીનગર, ૧ – કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, મહેસાણા અને ૧ – રવિશંકર રાવળ આર્ટ ગેલેરી, અમદાવાદ અને ર૦ સરકારી તાલુકા પુસ્‍તકાલયની ની સેવાઓને કોમ્પ્યુટરાઇઝેશનનું કાર્ય પુર્ણ થયેલ છે. જયારે અન્ય સરકારી ગ્રંથાલયોમાં તબકકાવાર આ કાર્ય હાથ ધરાશે. ગુજરાતના ગ્રંથાલય સેવા વિહોણા બાકીના વિસ્તારોમાં પણ ગ્રંથાલય સેવા શરૂ કરવા ગ્રંથાલય ખાતાએ વિવિધ યોજનાઓ શરૂ કરેલ છે.

રાજયમાં ૨૦૦૧-૨૦૦૨ના વર્ષમાં રાજય સરકારશ્રી દ્વારા ગુજરાત જાહેર ગ્રંથાલય અધિનિયમ-૨૦૦૧ પસાર કરેલ છે. આગામી વર્ષોમાં આ વિધેયકની જોગવાઇઓના અમલથી ગ્રંથાલય સેવાઓનો વ્યાપ વિસ્તરશે.

ગ્રંથાલય ખાતાની સેવાઓ વહીવટી માળખું, વિભાગીય કચેરીઓ, સરકારી જાહેર ગ્રંથાલયો ખાતાની વિવિધ યોજનાઓ વગેરે બાબતો અંગેની પ્રજાજનોને ઉપયોગી માહિતી વેબસાઇટ ઉપર મુકવા માટેની તક સરકારશ્રી તરફથી મળેલ છે. જે બદલ હું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો આભાર માનું છું.

તારીખ- ૦૧-૦૪-૧૯૮૩થી ગ્રંથાલય તંત્રની કામગીરી શિક્ષણ વિભાગની સીધી દેખરેખ અને નિયંત્રણ હેઠળ મુકવામાં આવી હતી. ૧૯૯૭-૯૮ના વર્ષથી ગ્રંથાલય ખાતાને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવામાં આવેલ છે. ગ્રંથાલય ખાતા હસ્તક નીચેની યોજનાઓ અને કાર્યક્રમો સંકળાયેલા છે.

૧.સરકારી ગ્રંથાલયો
૨. ફરતા ગ્રંથાલયો
૩. શહેર અને શહેરશાખા ગ્રંથાલયો
૪. નગરકક્ષા-૧ અને નગરકક્ષા-૨ના ગ્રંથાલયો
૫. બાળ અને મહિલા ગ્રંથાલયો
૬. ગ્રામ ગ્રંથાલયો, ગ્રામ ગ્રંથાલયો સહ-સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવા
૭. બ્રેઇલ ગ્રંથાલયો
૮. ગ્રંથાલય સેવા એવોર્ડ
૯. રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના
૧૦. પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુકસ એકટ

રાજયની પ્રજાએ મેળવેલું શિક્ષણ ટકાવી રાખવા, લોકો ગ્રંથાલયાભિમુખ બને તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારશ્રી સંચાલિત ગ્રંથાલયો ખોલવામાં આવે છે. રાજયમાં એક(૧)-કેન્દ્રિય અનામત ગ્રંથભંડાર, ૨-મધ્યસ્થ ગ્રંથાલયો, ૨૬-જિલ્લા ગ્રંથાલયો, ૮૪-તાલુકા ગ્રંથાલયો, ૨-મહિલા ગ્રંથાલયો અને ૮-ફરતા ગ્રંથાલયો આવેલા છે. ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં રાજયના બિન-આદિજાતિ વિસ્તારમાં ૧૧૪ અને આદિજાતિ વિસ્તારમાં ૨૮- ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. ૨૦૦૯ ના વર્ષમાં ૩૨-સરકાર માન્ય તાલુકા ગ્રંથાલયો શરૂ કરવામાં આવેલ છે.

સરકારી ગ્રંથાલયો ઉપરાંત રાજયમાં જુદી-જુદી કક્ષાના જાહેર ગ્રંથાલયો આવેલા છે. અને જાહેર ગ્રંથાલયોને ખાતા તરફથી દર વર્ષે માન્ય ખર્ચના ૭૫ ટકા પ્રમાણે અનુદાન આપવામાં આવે છે. જે અન્વયે શહેર ગ્રંથાલયોને વધુમાં વધુ – ૧,૦૦,૦૦૦/, શહેર શાખા ગ્રંથાલયોને વધુમાં વધુ ૫૦,૦૦૦/-, નગરકક્ષા-૧ ગ્રંથાલયોને વધુમાં વધુ ૩૫,૦૦૦/-, નગરકક્ષા-૨ ગ્રંથાલયોને વધુમાં વધુ ૩૦,૦૦૦/-, બાળ ગ્રંથાલયોને વધુમાં વધુ ૨૦,૦૦૦/-, મહિલા ગ્રંથાલયોને વધુમાં વધુ ૨૦,૦૦૦/- અને ગ્રામ ગ્રંથાલયોને વધુમાં વધુ ૧૦,૦૦૦/- લેખે અનુદાન આપવામાં આવે છે.

ગ્રંથાલય ખાતા હસ્તક રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતા સાથે સહયોગ સાધી જાહેર ગ્રંથાલય સહાયક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજયમાં આવેલ જાહેર ગ્રંથાલયોને વાંચન સામગ્રી, દશ્યશ્રાવ્ય સામગ્રી, ફર્નિચર વગેરે માટે સહાય આપવામાં આવે છે.

રાજય સરકાર ધ્વારા ગ્રંથાલય સેવાઓ માટે જે નીતિ નકકી કરવામા઼ આવે છે તેનો અસરકારક અમલ કરવા માટે રાજય કક્ષાએ ગ્રંથાલય નિયામકશ્રીની કચેરી ધ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ગ્રંથાલય ખાતા હસ્તક છ(૬) વિભાગીય કચેરીઓ આવેલી છે. ગ્રંથાલય ખાતાનો વહીવટીતંત્રનો ખ્યાલ આપતું પત્રક અલગથી સામેલ કરેલ છે.

ગુજરાત પુસ્તકાલય

Hadana Library

હડાણા ગુજરાત, ગુજરાતમાં હડાણા પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલયની સૂચિ, ગુજરાત પુસ્તકાલયનું સરનામું, ગુજરાત જાહેર પુસ્તકાલય અધિનિયમ,

Download Learn With Google Apk

ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર
ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર

Leave a Comment