Sanedo Sahay Yojana: ખેડૂતોને ખેડૂતોને મળશે સનેડો ખરીદવા પર સહાય, સનેડો સહાય યોજના

Sanedo Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી Kishan Sammannidhi Yojana ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, Tractor Subsidy Yojana, ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકેલ છે. પરંતુ આજે આપણે Sanedo Sahay Yojana વિશે વાત કરીશું.

Sanedo Sahay Yojana

આ Sanedo Mini Tractor Yojana ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. આ સહાય યોજના મેળળ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનાર 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. લાભાર્થી ખેડૂતને આ યોજના હેઠળ ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં. આ સાધનનો ખેડૂતો માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરી શકશે.

સનેડો સહાય યોજના માહિતી

યોજનાનું નામSanedo Mini Tractor Yojana – સનેડો મીની ટ્રેક્ટર સહાય યોજના
કેટલી સહાય મળશે?આ યોજના હેઠળ કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
છેલ્લી તારીખ29/01/2024
નોંધઆ યોજનાનો લાભ ખેડૂતને 7 વર્ષમાં એક જ વાર મળશે.
વેબસાઈટikhedut.gujarat.gov.in

સનેડો મીની ટ્રેક્ટર સહાય યોજના

રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડા સાધનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મીની ટ્રેકટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે તેમ છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે Mini Tractor Sanedo ખરીદવા સહાયની જાહેરાત કરી છે. આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા ઉપર ખેડૂતોને સહાય મળશે.

સનેડો સહાય યોજનામાં લાભ લેવા પાત્રતા અને નિયમો

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
  • જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
  • ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
  • આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
  • આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.

સનેડો સહાય યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્‍ટ

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
  • લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્‍સ ધરાવતા હોવા જોઈએ.

છેલ્લી તારીખ

સનેડો સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 28/01/2024 છે. તેથી કરીને ઉમેદવારો એ તે પહેલા અરજી કરવી.

સનેડો સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ
  • ત્યાર બાદ તેમાં યોજનાઓ પર ક્લિક કરો.
  • યોજનાઓ પર ક્લિક કર્યા પછી ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરો.
  • ખેતીવાડી યોજનાઓ પર ક્લિક કર્યા પછી રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) પર ક્લિક કરો.
  • રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) પર ક્લિક કર્યા પછી જમણી બાજુ અરજી કરો પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
  • તે ફોર્મ ને સંપૂર્ણ રીતે ભરીદો એટલે તમારી અરજી થઇ જશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. સનેડો શું છે?

    સનેડો એક સ્વયં-ચાલિત મલ્ટીપર્પઝ ટૂલબાર છે જેનો ઉપયોગ ખેતીવાડીના અનેક કાર્યો જેમ કે ખેડાણ, બિજાણુનું છંટકાવ, અને અન્ય જમીન સંભાળ કાર્યો માટે થાય છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો