પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની સહાય @esamajkalyan.gujarat.gov.in

પાલક માતા પિતા યોજના :- અહીં અમે તમને જણાવીશું પાલક માતા પિતા યોજના વિશે. અહીંથી પાલક માતા પિતા યોજના માટે ઓનલાઇન ફોર્મ esamajkalyan.gujarat.gov.in પરથી ભરો.

પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

પાલક માતા પિતા યોજના

યોજનાં નું નામપાલક માતા પિતા યોજના ગુજરાત
સહાયબાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકારઓનલાઈન

પાલક માતા પિતા યોજના વિષે માહિતી

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

પાલક માતા પિતા યોજના, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.

પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તરણમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તરણમાં 36,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.

પાલક માતા પિતા યોજના યોગ્યતાના માપદંડ

  • જે બાળક કે જેના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.3000/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ પાલક માતા પિતા યોજના સહાય DBT થી ચુકવવામાં આવે છે.
  • પાલક માતા-પિતા યોજનામાં 0 થી 18 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા છે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • અરજદારના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.

પાલક માતા પિતા યોજના એજેન્ડા

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

પાલક માતા પિતા યોજના માં બાળક ના પાલન તેમજ અભ્યાશ માટે માસિક 3000 રૂપિયા તેમજ વાર્ષિક 36000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

પાલક માતા પિતા યોજનાના લાભો

પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે. આ યોજના ની અરજી કર્યા બાદ નિરધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય રુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને ૧૮ વરસ ની ઉમર થાય ત્યા સુધી મળશે.

પાલક માતા પિતા યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ

  1. અનાથ બાળક નું જન્મ પ્રમાણપત્ર
  2. માતા-પિતા નું મૃત્યુ પ્રમાણપત્ર
  3. જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા બીજા લગ્ન કર્યા છે તેવું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
  4. બાળક ની શાળા નું બોનોફાઇડ પ્રમાણપત્ર (બાળક અભ્યાસ કરે છે તેવું પ્રમાણપત્ર)
  5. બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયેથી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા બાળક સાથે સંયુક્ત બેન્ક ખાતું ખોલાવી શકશે.)
  6. પાલક માતા પિતા ની વાર્ષિક આવકનો દાખલો
  7. પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની નકલ.
  8. પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો.
  9. બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  10. પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
  11. પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

પાલક માતા પિતા યોજના ફોર્મ PDF

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે પાલક માતા પિતા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

પાલક માતા પિતા યોજના ક્યાં રાજ્યોમાં સહાય મળવા પાત્ર છે?

પાલક માતા પિતા યોજના ફક્ત ગુજરાત રાજ્ય માં સહાય મળવા પાત્ર છે.

ઑફિસિયલ વેબ સાઈટesamajkalyan.gujarat.gov.in
પાલક માતા પિતા યોજના ફોર્મPDF ફોર્મ

પાલક માતા પિતા યોજના સંપર્ક

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ મંડળ
  • બ્લોક નંબર 19, ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, સેક્ટર 10, ગાંધીનગર, ગુજરાત. ફોન: 079 – 232 42521/23 ફેક્સ: 079 – 232 42522 ઈ-મેલ: gujarat.icps@gmail.com, gscps.icps@gmail.com, sara.gujarat@gmail.com
  • પાલક માતા પિતા યોજના સંપર્ક:

પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની સહાય @esamajkalyan.gujarat.gov.in

પાલક માતા પિતા યોજના FAQ

પાલક માતા પિતા યોજનામાં કોણ લાભ લઇ શકે છે?

ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો માટે ની છે.

પાલક માતા પિતા યોજના માં ક્યાં ક્યાં લાભો મળે છે?

પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.

પાલક માતા પિતા યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan ની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો