Gujarat Na Jilla: ગુજરાત ના જિલ્લા અને તાલુકા, ગુજરાત ના જિલ્લા

Gujarat Na Jilla: ગુજરાતના કુલ ગામો આશરે 18,860 જેટલા છે, જે ભારતના વહીવટી વિભાગોની માહિતીને લગતા છે. તેમાં ગુજરાતના કુલ તાલુકાઓ, ગુજરાતના જિલ્લાઓ, બનાસકાંઠા જિલ્લામાં તાલુકાઓની સંખ્યા, ગુજરાતના કુલ જિલ્લાઓ, ગુજરાતના સૌથી નાના તાલુકાઓ, તાલુકાઓના નામો અને ગુજરાતના તાલુકાઓ અને જિલ્લાઓ વિશેની વિગતોનો સમાવેશ થાય છે. અધિકૃત સરકારી વેબસાઈટ ગુજરાતમાં તાલુકાઓ અને જિલ્લાઓની કુલ સંખ્યાની વ્યાપક માહિતી પૂરી પાડે છે, જેમાં દરેક તાલુકાની વિગતો જેમ કે તેમના નામ, સીમાઓ, વસ્તી અને વહીવટી સેટઅપનો સમાવેશ થાય છે. વધુમાં, વપરાશકર્તાઓ PDF દસ્તાવેજો અને ગુજરાતના તાલુકા અને જિલ્લાઓની વિગતવાર માહિતી ધરાવતા નકશા શોધી શકે છે. વિગતોમાં પશ્ચિમ ગુજરાત જિલ્લાના કુલ ગામો, બોટાદ જિલ્લામાં તાલુકાઓની સંખ્યા, ગાંધીનગરમાં તાલુકાઓની સંખ્યા, સાણંદ તાલુકાના ગામડાઓ, ગુજરાતમાં કુલ ગામડાઓ અને પાટણ જિલ્લાના તાલુકાઓની સંખ્યાનો પણ સમાવેશ થાય છે.

Gujarat na Jilla ગુજરાત ના જિલ્લા

ગુજરાત કુલ 1,96,024 ચોરસ કી.મી (75,686)ના વિસ્તાર સાથે ભારતનોં કુલ 6% ભાગ રોકે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમા નંબરનું રાજય છે. ગુજરાત રાજયને ભૌગોલિક રીતે 5 ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેવા કે 1). કચ્છ 2). સૌરાષ્ટ્ર 3). ઉત્તર ગુજરાત 4). મધ્ય ગુજરાત 5). દક્ષિણ ગુજરાત જેમાં 33 જિલ્લા અને 252 તાલુકાનોં સમાવેશ થાય છે. ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે. અહીં નીચે ઉત્તર ગુજરાતમાં આવેલા જિલ્લાઓના નામની યાદી આપવામાં આવી છે.

ગુજરાત જિલ્લાના કુલ ગામો

ગુજરાત કુલ 1,96,024 ચોરસ કી.મી (75,686)ના વિસ્તાર સાથે ભારતનોં કુલ 6% ભાગ રોકે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમા નંબરનું રાજય છે. ગુજરાતના કુલ ગામો આશરે 18,860 જેટલા છે, જે ભારતના વહીવટી વિભાગોની માહિતીને લગતા છે.

આ રીતે સમગ્ર ગુજરાત રાજ્ય 5 વિભાગોમાં વહેંચાયેલું છે. જે અંગેની માહિતી નીચે મુજબ છે

  • ઉત્તર ગુજરાતના જિલ્લાઓ
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ
  • મધ્ય ગુજરાતના જિલ્લાઓ
  • સૌરાષ્ટ્રના જિલ્લાઓ (પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ)
  • કચ્છના જિલ્લાઓ. નો સમાવેશ થાય છે.

ગુજરાતનો કુલ જિલ્લો 33 છે અને ગુજરાતના તાલુકા 2023 મુજબ કુલ તાલુકા 252 છે અને તેના આશરે લગભગ 18,860 ગામોનો સમાવેશ થાય છે.

ગુજરાતના 33 જિલ્લાનાં 5 વિભાગો | ગુજરાતના જિલ્લાઓના નામ

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

આ શ્રેણી હેઠળનાં પાનાંઓ ગુજરાત રાજ્યનો ઉત્તર ભાગ કે જે ઉત્તર ગુજરાત તરીકે ઓળખાય છે, તેના વિશે માહિતી ધરાવે છે.

આ શ્રેણીમાં કુલ ૫ પૈકીનાં નીચેનાં ૫ પાનાં છે.

  1. અ: અરવલ્લી જિલ્લો
  2. પ: પાટણ જિલ્લો
  3. બ: બનાસકાંઠા જિલ્લો
  4. મ: મહેસાણા જિલ્લો
  5. સ: સાબરકાંઠા જિલ્લો

Aravalli – અરવલ્લી

અરવલ્લી જિલ્લાના તાલુકા : Modasa, bhiloda, Dhansura, Bayad , Meghraj, Malpura

અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે

Banaskantha – બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના તાલુકા : Palanpur, Tharad, Dhanera, Vav, Diyodar, Disa, Thara, Danta, Dantiwada, Vadgam, Lakhani, Bhabhar, Suigam, Amirgadh

ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

Gandhinagar – ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના તાલુકા : Gandhinagar, Kalol, Dehgam, Mansa

ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે વિશેષ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર નગરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના દિવસે થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. નગરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.

ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે. આ અગાઉ પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથુ વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું.

Gujarat na Jilla – ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ

Mehsana – મહેસાણા

મહેસાણા જિલ્લાના તાલુકા : Mehsana, Kadi, Kheralu, Becharaji, Vadnagar, Visnagar, Vijapur, Unjha, Jotana, Satlasana, Gojaria

ચાવડા વંશના રાજપૂત મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે વિક્રમ સંવત ૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ શહેરનું તોરણ અને મંદિર બંધાવ્યું હતું.[૩] તેનું વર્ણન ૧૯૩૨માં જયસિંહ બ્રહ્મભટ્ટે કર્યું હતું.

ગાયકવાડે વડોદરા જીતીને પાટણને ઉત્તર ગુજરાતનું સંચાલન મથક બનાવ્યું હતું, જે પછીથી કડી અને ત્યારબાદ ૧૯૦૨માં મહેસાણામાં ખસેડાયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી તે ભારત સંઘમાં ભળ્યું હતું અને બોમ્બે રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. ૧૯૬૦માં તે ઉત્તર ગુજરાતમાં અલગ જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યું.

૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ રાજમહેલ તરીકે ઓળખાય છે.

Patan – પાટણ

પાટણ જિલ્લાના તાલુકા : Patan, Radhanpur, Siddhapur, Chansma, Santalpur, Harij, Sami, Saraswati, Shankeshwar

સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મુખ્યમથક છે. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. Gujarat na Jilla

Sabarkantha – સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના તાલુકા : Himmatnagar, KhedBrahma, Prantij, Idar, Talod, Poshina, Vijayanagar, Wadali

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લા રાજસ્થાન રાજ્યનો સરહદી જિલ્લો છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

દક્ષિણ ગુજરાત ભારતના ગુજરાત રાજ્યનો એક પ્રદેશ છે. આ પ્રદેશ ભારતના સૌથી ગીચ વસ્તી વિસ્તારોમાંનો એક છે. આ ક્ષેત્રનો પશ્ચિમી વિસ્તાર લગભગ દરિયાઇ છે અને તે કાંઠા વિસ્તાર તરીકે ઓળખાય છે. તેનો પૂર્વીય ભાગ ડુંગર વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. જે સમુદ્ર સપાટીથી ૧૦૦ થી ૧૦૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે, તેનું સૌથી ઊંચુ શિખર છે જે ડાંગ જિલ્લાના સાપુતારામાં આવેલું છે.

મુખ્ય શહેરો અને જિલ્લાઓ: સુરત આ પ્રદેશનું સૌથી મોટું શહેર છે અને ગુજરાતનું બીજું સૌથી મોટું અને ભારતનું આઠમું સૌથી મોટું શહેર છે. તે દક્ષિણ ગુજરાત પ્રદેશનું મુખ્યમથક પણ છે. આ પ્રદેશના જિલ્લાઓમાં સુરત જિલ્લો, ભરૂચ જિલ્લો, નવસારી જિલ્લો, ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો અને નવરચિત તાપી જિલ્લો છે. મહત્વપૂર્ણ શહેરોમાં ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વ્યારા, વલસાડ, બારડોલી, વાપી, જંબુસર, બીલીમોરા, રાજપીપલા અને સોનગઢ નો સમાવેશ થાય છે.

પ્રવાસનનાં સ્થળો 

  • સાપુતારા – સુરતથી ૧૭૨ કિ.મી. દૂર આવેલું આ એક ગિરિ મથક છે. તે દક્ષિણ ગુજરાતની સહયાદ્રી પર્વતમાળાઓ પર આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિ મથક (હિલ-સ્ટેશન) છે. આહવા, ગીરા ધોધ, અભયારણ્ય, ટેબલ ટોપ, સનસેટ પોઇન્ટ, બોટિંગ, રોપ-વે, પેરાગ્લાઈડિંગ વગેરે સાપુતારાના મુખ્ય આકર્ષણ છે.
  • દાંડી – સુરતથી ૪૫ કિમી દૂર, દાંડી સત્યાગ્રહ માટે પ્રચલિત, આ એક જાણીતી ચોપાટી છે. બ્રિટીશ યુગ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૦માં અહીં મીઠા પર લગાવવામાં આવેલા કર વિરુદ્ધ સત્યાગ્રહ યોજવામાં આવ્યો હતો.
  • ઉભરાટ બિચ – સુરતથી ૪૫ કિ.મી. અને નવસારીથી 30 કિ. મી. દૂર આવેલ એક પ્રસિદ્ધ બીચ છે.
  • ડુમસ બિચ – સુરત શહેરમાં આવેલો આ પ્રસિદ્ધ બીચ છે.
  • સુંવાળી બિચ – સુરત મુખ્ય શહેરથી ૩૫ કિ.મી. દૂર આવેલો આ જાણીતો બીચ છે.
  • તિથલ બિચ – સુરતથી ૧૦૦ કિમી અને વલસાડથી ૭ કિમી દૂર્ આવેલ આ એક પ્રસિદ્ધ બીચ છે.
  • ઉમરગામ – આ એક પ્રસિદ્ધ સ્થળ છે જ્યાં પૌરાણિક નાટક /કથા શ્રેણી ના શુટિંગ માટેનો સ્ટુડિયો છે. (બીઆર ચોપરા દ્વારા નિર્મિત મહાભારતનું શુટિંગ અહીં થયું હતું.)
  • બરુમાળ, ધરમપુર, વલસાડ – અહીં શંકર ભગવાનનું પ્રખ્યાત મંદિર છે.
  • કબીરવડ – કબીરવડ નર્મદા નદીના નાના નદી ટાપુ પર આવેલું એક વડનું વૃક્ષ છે. તે ભરૂચ જિલ્લામાં છે.
  • સુરત – સુરત દક્ષિણ ગુજરાતનું વ્યાપારી અને આર્થિક કેન્દ્ર છે, તે તેના હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. સુરત એક્વેરિયમ, હેરિટેજ ગોપી તળાવ, ડુમસ બીચ, સુંવાળી બિચ, શ્યામ પ્રસાદ મુખર્જી ઝૂ (સાર્થના ઝૂ), બોટનિકલ ગાર્ડન વગેરે સુરતમાં જોવાલયક જગ્યાઓ છે. સુરતનું અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોલ, મલ્ટિપ્લેક્સ અને ગૌરવ પથ શહેરી જીવનના પ્રેમીઓ માટે આકર્ષક છે.

Bharuch – ભરૂચ

ભરૂચ જિલ્લાના તાલુકા : Bharuch, Ankleshwar, Amod, Wagra, Hansot, Jambusar, Netrang, Valia, Jagdia

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે.

જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે બ્રૉચ (Broach) તરિકે ઓળખાતું હતું.

ભરૂચ એક સમયે ફક્ત નાનું ગામ હતું, પરંતુ નર્મદા નદી પરનાં તેના અગત્યનાં સ્થાનને કારણે કે જેણે તેને નદી માર્ગે મધ્ય અને ઉત્તર ભારતનાં શહેરો-નગરો સાથે જોડ્યું, અને ખંભાતના અખાતમાં પણ તેનું જે સ્થાન છે, તેને કારણે દરિયામાર્ગે યાતાયાત થતો હતો તેવા સમયમાં ભરૂચનો ઉત્તરોત્તર અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થ્તો જ ગયો. થોડા સમય પહેલાં સુધી વાહનવ્યવહારનો એકમાત્ર ઉપાય હતો જળમાર્ગ, આ ગાળા દરમ્યાન તેના આગવા ભૌગોલિક સ્થાનને કારણે ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક ગંગા કાંઠા અને દિલ્હી સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું. (Gujarat na Jilla )

ચોક્કસપણે એ વાતનાં પુરાવા મળી આવે છે કે ઈ.પૂ. ૫૦૦ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક ઇજિપ્ત, ગ્રીસ, પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતા અને માટે છેક આ બધા પ્રદેશોમાં પણ ભરૂચ જાણીતું હતું. એમ માનવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી કે ફોનેશિયનો પણ ભરૂચ વિષે જાણતા હતાં અને તે કારણે ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા છેક યુરોપ સુધી થતાં વૈભવી દ્રવ્યોનાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું.

Dang – ડાંગ

ડાંગ જિલ્લાના તાલુકા : Ahva, Waghai, Subir

જિલ્લાના તાલુકા ડાંગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગનો વિસ્તાર ૧૭૬૪ ચો.કિમી. અને વસ્તી ૨,૨૮,૨૯૧ (૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે) છે. [Gujarat na Jilla ] ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. આયોજન પંચ મુજબ, ડાંગ ભારતના ૬૪૦ જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે. જિલ્લાની ૯૪% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે. માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. ૧૮૪૨ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે.

Narmada – નર્મદા

નર્મદા જિલ્લાના તાલુકા : Nandod, Sagbara, Dediapada, Garudeshwar, Tilakvada

આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો.

Navsari – નવસારી

નવસારી જિલ્લાના તાલુકા : Navsari, Gandevi, Chikhli, Vasanda, Jalalpore, Khergam

નવસારી પુર્ણા નદીના કિનારે વસેલું શહેર છે. નવસારી શહેર દિલ્હીથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર આવેલું છે. વળી નવસારી શહેર બારડોલી, સુરત, મહુવા, ગણદેવી, અબ્રામા, મરોલી જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર અમદાવાદથી મુંબઇ જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ સુરત અને વલસાડની વચ્ચે આવતું સ્ટેશન છે.

આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જૂના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.

Surat – સુરત

સુરત જિલ્લાના તાલુકા : Surat City, Kamrej, Bardoli, Mangrol, Mahuva, Olpad, Mandvi, Choryasi, Palsana, Umarpada

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. Gujarat na Jilla , સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર, અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.

Tapi – તાપી

તાપી જિલ્લાના તાલુકા : Vyara, Dolvan, Kukarmunda, Songadh, Nizar, Valod, Uchchal

તાપી જિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે. ૨ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ સુરત જિલ્લાના અમુક તાલુકાઓ છૂટા પાડી તાપી જિલ્લાની રચના કરવામાં આવી છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે.

Valsad – વલસાડ

વલસાડ જિલ્લાના તાલુકા : Valsad, Kaprada, Pardi, Vapi, Dharampur, Umargam

વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે.

મધ્ય ગુજરાતના જિલ્લાઓ

મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારની જમીન ની ઉંડાઇ છીછરા થી વધુ ઉંડાઇ સુઘી વિસ્તરેલી છે. છીછરા પ્રકારની જમીન પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે. જમીનની પોત ભારે થી હલકાં પ્રકારની છે. જમીન ની નિતારશકિત મધ્યમ થી સારી તેમજ અમુક વિસ્તારમાં કાંઇક અંશે વધુ પડતી સારી જોવા મળે છે. જમીન ની ખારાશ સાઘારણ થી મધ્યમ છે. સમુદ્ર તરફ નાં વિસ્તારની જમીનમાં તિવ્રખારાશ જોવા મળે છે. જીલ્લાવાર જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ઉંડાઇ, પોત , નિતારશક્તિ, ખારાશ વિગેરે આ મુજબ છે.

આણંદ અને ખેડા જીલ્લામાં પશ્ચિમ તરફ ની જમીન ઉંડા પ્રકારની છે. જ્યારે વડોદરા અને પંચમહાલ જીલ્લા ની હદ ને સ્પર્શતા વિસ્તારમાં તે વધારે ઉંડાઇ ધરાવે છે. વડોદરા જીલ્લાની જમીન પૂર્વ વિસ્તારમાં છીછરા થી મધ્યમ ઉંડાઇ ધરાવે છે તે સિવાય નાં વિસ્તારમાં વધારે ઉંડાઇ ધરાવે છે. નર્મદા જીલ્લાની હદ તરફનાં વિસ્તારમાં મધ્યમ છીંછરી થી મધ્યમ ઉંડાઇ વાળી જમીન છે. દાહોદ જીલ્લામાં છીછરા થી મધ્યમ ઉડાઇ ધરાવતી જમીન છે.

આણંદ, ખેડા જીલ્લામાં જમીન ગોરાળુ પ્રકારની મધ્યમ પોત ધરાવે છે. પંચમહાલ વડોદરા જીલ્લાની હદ ને જોડતાં વિસ્તારમાં તે હલકી પોત એટલે કે (રેતાળ) પ્રકારની છે. પંચમહાલ જીલ્લામાં ભારે થી મધ્યમ પોતવાળી જમીનની સાથે હલકા પોત ધરાવતી જમીન પણ છે. વડોદરા, દાહોદ જીલ્લામાં મહંદઅંશે ભારેથી મધ્યમ પોત ધરાવતી જમીન છે અને નર્મદા, ગુજરાતના 33 જિલ્લા ના નામ, પંચમહાલ જીલ્લાની હદને જોડતાં વિસ્તારમાં હલકા પોત ની (રેતાળ) જમીન છે.

આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જીલ્લાની જમીન સારી નિતારશક્તિ ધરાવે છે. તે વડોદરા જીલ્લામાં મધ્ય ની તેમજ ભરુચ જીલ્લાની હદ ને સ્પર્શતા વિસ્તારની જમીન મધ્યમ સારા પ્રકારની નિતારશક્તિ વાળી છે. જ્યારે બાકીનાં વિસ્તારમાં જમીનની નિતારશક્તિ સારી છે.

આણંદ, જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારની જમીન મધ્યમ ખારાંશ ધરાવે છે. જ્યારે ઉત્તરીય વિસ્તારની જમીન સાઘારણ ખારાશ વાળી છે. ખંભાતની ખાડી તરફનાં વિસ્તારમાં મધ્યમ તિવ્ર ખારાશ વાળી જમીન છે. બાકીના વિસ્તારમાં જમીનમાં ખારાશ જોવા મળતી નથી. ખેડા જીલ્લામાં પશ્ચિમ ભાગની જમીન સામાન્ય થી મધ્યમ ખારાશ વાળી છે. વડોદરા જીલ્લામાં ભરૂચ જીલ્લાની હદને સ્પર્શતા વિસ્તાર તરફ જમીન સામાન્ય થી મધ્યમ ખારાશ ધરાવે છે. Gujarat na Jilla, સામાન્ય રીતે જોતાં વડોદરા, આણંદ ખેડા, પંચમહાલ અને દાહોદ જીલ્લાઓની જમીનમાં મોટા ભાગે ખારાશ જોવા મળતી નથી

મધ્ય ગુજરાત એ ભૌગોલિક રીતે ભારતના ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો પ્રદેશ છે. તેના તમામ જિલ્લાઓ લગભગ સમાન બોલી, સંસ્કૃતિ અને વારસો ધરાવે છે.

તેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે:

  • અમદાવાદ
  • વડોદરા
  • આણંદ (ચરોતર તરીકે ઓળખાય છે)[૧]
  • ખેડા
  • પંચમહાલ
  • દાહોદ
  • છોટાઉદેપુર
  • નર્મદા

Ahmedabad – અમદાવાદ

અમદાવાદ જિલ્લાના તાલુકા : Ahmedabad City, Bavla, Sanand, Dholera, Dhandhuka, Dholka, Daskroi, Detroj-Rampura, Mandal, Viramgam

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૧ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.

અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. Gujarat na Jilla તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.

Anand – આણંદ

આણંદ જિલ્લાના તાલુકા : Anand, Khambhat, Borsad, Petlad, Tarapur, Sojitra, Anklav, Umreth

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

Chhota Udaipur – છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના તાલુકા : Chotta udaipur, Sankheda, Jetpur-Pavi, Kvat, Bodeli, Nasvadi

આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી.

Dahod – દાહોદ

દાહોદ જિલ્લાના તાલુકા : Dahod, Jhalod, Dhanpur, Singhwad, Fatepura, Garbada, Devgadh Baria, Limkheda, Sanjeli

દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. Gujarat na Jilla દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.

આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.

આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.

Kheda – ખેડા

ખેડા જિલ્લાના તાલુકા : ખેડા, Nadiad, Kathlal, Mehmedabad, Kapadvanj, Thasara, Mahudha, Galteshwar, Matar, Vaso

૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો.[૨] ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ ચાર તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડીઆદ તાલુકો અને પેટલાદ તાલુકો.[૩] જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા.

૨૦મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩નો બોરસદ સત્યાગ્રહ, અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.

Mahisagar – મહીસાગર

મહીસાગર જિલ્લાના તાલુકા : Lunavda, Kadana, Khanpur, Balasinore, Virpur, Santrampur

મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો.[૧][૨] ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો. પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.

Panchmahal – પંચમહાલ

પંચમહાલ જિલ્લાના તાલુકા : Godhra, Halol, Kalol, Ghoghamba, Jambughoda, Shehra, Morva-Hadaf

પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.

Vadodara – વડોદરા

વડોદરા જિલ્લાના તાલુકા : Vadodara, Karajan, Padra, Dabhoi, Savli, Shinor, Desar, Vaghodia

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા વડોદરા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.

વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાતના જિલ્લા)

સૌરાષ્ટ્ર (અથવા સોરઠ કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો અખાત આવેલાં છે.

સૌરાષ્ટ્રમાં ગુજરાતના નીચેના જિલ્લા તેમજ વિસ્તારોનો સમાવેશ થાય છે:

  • દેવભૂમિ દ્વારકા
  • જામનગર
  • મોરબી
  • રાજકોટ
  • પોરબંદર
  • જુનાગઢ
  • ગીર સોમનાથ
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • સુરેન્દ્રનગર
  • અમદાવાદનો ભાગ {ધંધુકા તાલુકો}

ઇતિહાસ

પ્રાચીન ભારતીય રાજ્યોનો નકશો.

સુરાષ્ટ્રા જે પાછળ થી અપભ્રંશ થઈ “સૌરાષ્ટ્ર” થયું તેના નામ પાછળનો મતલબ – “શ્રેષ્ઠ ધરા” છે. મહાભારતમાં, પeનીનીની ગણપથામાં, રુદ્રદમન, સ્કંદગુપ્ત અને વલ્લભી કાળના ઘણાં તામ્રપટમાં પણ તેના મબલક પાક ઉપજાવવાના ગુણ વાળી ધરતી ને કારણે “સુરાષ્ટ્રા” તરીકે ઉલ્લેખ છે.

આ સિવાય વિદેશી નોંધમાં, ઇજિપ્તીયન ગણિતશાસ્ત્રી, ભૂગોળવેત્તા ટોલેમી (ઇ. સ. ૧૫૦) તથા ગ્રીક હસ્તપ્રત પેરિપ્લસમાં (ઇ. સ. ૨૧૦) “સુરસ્ત્રેન / સુરસ્ટ્રેણ” તરીકે કાઠીયાવાડ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Amreli – અમરેલી

અમરેલી જિલ્લાના તાલુકા : Amreli, Bagsara, Babra, Jafarabad, Rajula, Khambha, Dhari, Lathi, Savarkundla, Liliya, Kukavav

અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. અહીં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.

Bhavnagar – ભાવનગર

ભાવનગર જિલ્લાના તાલુકા : Bhavnagar, Ghogha, Mahuwa, Gariyadhar, Umrala, Jessar, Palitana, Shihore, Talaja, Valbhipur

ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.

Botad – બોટાદ

બોટાદ જિલ્લાના તાલુકા : Botad, Gadhada, Barvala, Ranpur

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી.[૧] બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે.[૨][૧] ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું.

બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.

Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા : Dwarka, Kalyanpur, Bhanwad, Khambhaliya

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.

Gir Somnath – ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના તાલુકા : Veraval, Kodinar, Una, Sutrapada, Gir Gadhada, Talala

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.

Jamnagar – જામનગર

જામનગર જિલ્લાના તાલુકા : Jamnagar, Jamjodhpur, Jodia, Lalpur, Dhrol, Kalavad

જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.

Junagadh – જુનાગઢ

જુનાગઢ જિલ્લાના તાલુકા : Junagadh City, Junagadh Rural, Bhesan, Keshod, Manavdar, Mendara, Malia-Hatina, Mangrol, Visavdar, Vanthali

જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે.

Morbi – મોરબી

મોરબી જિલ્લાના તાલુકા : Morbi, Maliya Miyana, Halvad, Vankaner, Tankara

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાજકોટ જિલ્લામાંથી ચાર તાલુકા (મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર) અને એક તાલુકો (હળવદ) સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકાઓનો નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.

Porbandar – પોરબંદર

પોરબંદર જિલ્લાના તાલુકા : Porbandar, Ranavav, Kutiyana

પોરબંદર જિલ્લો ૧૯૯૭માં જુનાગઢ જિલ્લામાંથી છૂટો પાડીને રચવામાં આવ્યો હતો.

Rajkot – રાજકોટ

રાજકોટ જિલ્લાના તાલુકાના નામ : Rajkot, Gondal, Dhoraji, Jamkandorana, Jetpur, Jasdan, Kotdasangani, Paddhari, Upleta, Lodhika, Vichya

રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. રાજકોટ ગુજરાતનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭થી ગુજરાતનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.

Surendranagar – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા : Wadhwan, Patdi, Chotila, Dasada, Lakhtar, Dhrangadhra, Limbadi, Thangadh, Saila, Chuda

સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે.

Kutch – કચ્છ

કચ્છ જિલ્લાના તાલુકાના નામ : Bhuj, Bhachau, Anjar, Abdasa(Naliya), Mandvi, Mundra, Rapar, Gandhidham, Lakhpat, Nakhtrana

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.

ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? 

ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓ અને 225 તાલુકાઓ (પેટા-જિલ્લા)નો સમાવેશ થાય છે જેમાં 18,618 ગામો અને 242 નગરોનો સમાવેશ થાય છે. કચ્છ તેના કુલ ભૌગોલિક વિસ્તારના 23 ટકા હિસ્સો ધરાવતો રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે.

વસ્તી ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા જિલ્લા કયા છે?

  • 1) Ahmedabad – અમદાવાદ – 74.86 લાખ
  • 2) Surat – સુરત – 61 લાખ
  • 3) Rajkot – રાજકોટ – 38 લાખ
  • 4) Vadodara – વડોદરા – 36.5 લાખ
  • 5) Banaskantha – બનાસકાંઠા – 31.2 લાખ

ગુજરાતના કુલ ગામડા કેટલા છે?

ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે.

ગુજરાતના કુલ તાલુકા કેટલા છે?

ગુજરાતના કુલ તાલુકા 267 જેટલા છે.

ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે?

ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે.

Leave a Comment