GPSC Bharti 2023 – ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે

GPSC Bharti 2023 – ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ગુજરાત રાજ્ય સરકારમાં વિવિધ જગ્યાઓ માટે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ તકનો લાભ લો અને સ્થાપિત કટઓફ તારીખ પહેલા યોગ્ય રીતે અરજી સબમિટ કરતા પહેલા યોગ્યતાના ધોરણોને પૂર્ણ કરવા માટે જરૂરી લાયકાતોની સંપૂર્ણ સમીક્ષા કરો.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી છે, જેમાં નીચે જણાવેલ વિવિધ પોસ્ટની જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. GPSC Bhartiની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. વધુ વિગતો માટે આ આર્ટીકલ આખો વાંચો.

GPSC Bharti 2023

સંસ્થાનું નામગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટ ટાઇટલGPSC Bharti 2023
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા47
ફોર્મ ભરવાની તારીખો૧૫-૫-૨૦૨૩ થી ૩૧-૫-૨૦૨૩
જોબ લોકેશનગુજરાત
વેબસાઈટgpsc-ojas.gujarat.gov.in

GPSC ભરતી 2023

GPSC માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ ભરતી જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવનો દિવસ 31-05-2023 છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ ભરતી જાહેરાત કાળજીપૂર્વક વાંચે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, GPSC Recruitment 2023 માટેની છેલ્લી તારીખ સંબંધિત વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.

GPSC Bharti 2023

પોસ્ટનું નામ

  • અધિક્ષક, આર્કાઇવ્સ નિયામકની કચેરી, વર્ગ-2: 04 જગ્યાઓ
  • નાયબ બાગાયત નિયામક, વર્ગ-1: 06 પોસ્ટ
  • બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ-જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી વર્ગ-2: 07 જગ્યાઓ
  • ટેકનિકલ ઓફિસર, ગુજરાત બોઈલર સર્વિસ, વર્ગ-2: 01 પોસ્ટ
  • ENT સર્જન (સ્પેશિયાલિસ્ટ), વર્ગ-1: 15 જગ્યાઓ
  • નાયબ નિયામક (હોમિયોપેથી), વર્ગ-1: 01 પોસ્ટ
  • ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-1: 02 જગ્યાઓ
  • ઔદ્યોગિક પ્રમોશન અધિકારી, વર્ગ-2: 05 જગ્યાઓ
  • કાયદો અધિક્ષક (જુનિયર ફરજ), વર્ગ-2: 03 જગ્યાઓ
  • નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, વર્ગ-1: 03 જગ્યાઓ

47 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અધિક્ષક ની 04, નાયબ બાગાયત નિયામક ની 06, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની 07, ટેક્નિકલ ઓફિસર ની 01, ઈ.એન.ટી સર્જન ની 15, નાયબ નિયામક (હોમીયોપોથી) ની 01, ભૂસ્તરશાસ્ત્રી ની 02, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર ની 05, કાયદા અધિક્ષક ની 03 તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની 03 જગ્યા આમ કુલ 47 જગ્યા ખાલી છે.

લાયકાત

GPSC Bharti 2023 મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગાર ધોરણ

GPSC ની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી હોવાથી ઉમેદવારને સારા પગારની સાથે સાથે અન્ય સરકારી લાભ પણ મળવાપાત્ર રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

GPSC ભરતી નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQ

  1. GPSC ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

    અરજી કરવાની છેલ્લી તારીખ:- 31 મેં 2023 છે.

  2. GPSC ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે?

    47 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો