Ganesh Chaturthi Shayari in Gujarati: ગણેશ ચતુર્થી શાયરી, SMS, Quotes અને શેર કરીને પાઠવો શુભેચ્છાઓ

Happy Ganesh Chaturthi Shayari in Gujarati: ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ સૌના પ્રિય છે. આપણા દેશમાં ગણપતિજીના જન્મદિવસને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) તરીકે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

Ganesh Chaturthi Shayari

Happy Ganesh Chaturthi : ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર, આ પાવન દિવસે પ્રથમ પૂજનીય દેવ ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે. ગણેશ ચતુર્થીના દિવસ થી 10 દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. આ પાવન દિવસે તમે તમારા મિત્રો, સંબંધીઓને સુંદર Photos, Quotes, Shayari, પ્રેમ ભર્યા સંદેશ દ્વારા ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપો.

ગણેશ ચતુર્થી શુભેચ્છાઓ

Happy Ganesh Chaturthi Shayari in Gujarati: ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ સૌના પ્રિય છે. આપણા દેશમાં ગણપતિજીના જન્મદિવસને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) તરીકે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે, જો તમે પણ તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા માંગો છો તો અમે તમારા માટે ખાસ શાયરી લઈને આવ્યા છે, જે તમે શેર કરી શકો છો.

Ganesh Chaturthi Shayari in Gujarati

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા ।
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!

1, 2, 3, 4, ગણપતિ કી જય જયકાર
5, 6, 7, 8, ગણપતિ હૈ સબકે સાથે
Happy Ganesh Chaturthi 2024

ગણેશજીનું સ્વરૂપ અનન્ય છે,
ચહેરો પણ ખૂબ જ નિર્દોષ છે.
જેને પણ આવે છે કોઈ પણ મુશ્કેલી,
તેમણે જ તો તેમની સંભાળ લીધી છે.
ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ!

તમારો અને ખુશીઓનો જીવનભરનો સાથ હોય,
તમારી પ્રગતિની વાત સૌના હોઠ પર હોય,
જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે ભગવાન ગણેશ હંમેશા તમારી સાથે રહે.
ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ!

હું દિલથી કરું છું ગણપતિજીને ફરિયાદ,
સાંભળી લો મારા મોર્યા મારા દિલની વાત,
કોઈને ન કહી શકું શું છે મનમાં,
તમે જાણો છો ભક્તોની દરેક ભાવના.
Happy Ganesh Chaturthi


ગણેશજીની જ્યોતિથી પ્રકાશ મળે છે,
તમામના દિલોને સુરૂર મળે છે,
જે પણ જાય છે ગણેશના દ્વાર,
કંઈકને કંઈક તેમને ચોક્કસપણે મળે છે.
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!

નવા કાર્યની શરૂઆત સારી રહે,
તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય,
હંમેશા ગણેશજીનો મનમાં વાસ રહે,
ગણેશ ચતુર્થી પર પ્રિયજનોની નજીક રહો.
ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ!

ઢોલ-તાશોનો જોર છે,
ભજનમાં ભક્ત મગ્ન છે,
ગણપતિ બાપ્પાનો નાદ છે,
આવો દિલ જ તો પ્યાર છે.
Happy Ganesh Chaturthi

Ganesh chaturthi quotes shayari suvichar in gujarati text

દિલથી જે પણ માંગશો તે મળશે,
આ ગણેશજીનો દરબાર છે,
દેવોના દેવ વક્રતુંડા મહાકાયને,
પોતાના બધા ભક્તોથી પ્રેમ છે.
ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ!

ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ ,
બન્યા રહે હંમેશા તમારા પર,
દરેક કાર્યમાં સફળતા મળે,
જીવનમાં ન આવે કોઈ ગમ.
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!

માતા પાર્વતીના જાયા ગજાનનઓ ગણરાયા,
ઓ દાદા ગણરાયા સદા પહેલા પૂજાયા…

વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય

મૂષકની કરતા સવારી,
મૂર્તિ લાગે મને બહુ પ્યારી,
ગણપતિબાપા મોરિયા…

નાગનનાય શ્રુતિ પજ્ઞ વિભુતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.

દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાજી માતા અને રિધ્ધિ સિધ્ધિ નાર છે,
ગણપતિ એનું નામ છે એવા ગજાનનને મારા નમન છે.

નાગનનાય શ્રુતિ પજ્ઞ વિભુતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.

ભક્તો ને તમે દર્શન દેતા મંગલમૂર્તિ પોરિયા,
ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા…

વિધ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય,
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય.

Ganesh chaturthi wishes In gujarati

ગણપતિ બાપ્પાના આગમનથી આપના જીવનમાં ભરપૂર
સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે એવી પ્રાર્થના.
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા

તમારા મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય,
સૌને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શાંતિ, આરોગ્ય મળે
બાપ્પા ના ચરણોમાં મારી પ્રાર્થના…
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા…!!!

દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાંજી માતા અને રિદ્ધિ સિદ્ધિ નાર છે,
ગણપતિ એનું નામ છે,
એવા ગજાનનને મારા નમન છે.
ગણેશ ચતુર્થીની શુભકામના

સર્વને ગણેશ જયંતિની હાર્દિક શુભેચ્છા,
આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
સર્વેને સુખ, સમૃદ્ધિ ઐશ્વર્ય, શાંતિ, આરોગ્ય,
લાભો, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના..
ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમુર્તી મોરિયા..

ભગવાન ગજાનંદ, ગણપતિ મહારાજ સૌ મિત્રોને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
Happy Ganesh Chaturthi

ગણેશની જ્યોતિથી નૂર મળે છે,
ભક્તના દિલોને સુરૂર મળે છે,
જે પણ જાય છે ગણેશને દ્વાર,
કઈંક ને કઇંક જરૂર મળે છે.

વક્રતુંડ મહાકાય,
સૂર્યકોટી સંપ્રભ…
નિર્વિઘ્ને કરુમે દેવે સર્વ
કાર્યેષુ સર્વદા….
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના..

આજથી શરૂ થતાં ગણેશ ઉત્સવની
તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા
બુદ્ધિના દેવતા શ્રી ગણપતિ બાપ્પા
આપણને બધાને સુખ-સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિ માટે
આશીર્વાદ આપે, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના
ગણપતિ બાપ્પા મોરિયા…

આજના આ મંગલ દિવસે
સર્વ ગણેશ ભક્તોના મનની સર્વ ઇચ્છિત
મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે,
એવી ગણપતિના ચરણોમાં પ્રાર્થના,
સર્વ ગણેશ ભક્તોને
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.

Ganesh jayanti wishes in gujarati

શ્રી ગણેશજી આપણા સૌના
સર્વ દુઃખ દર્દ દૂર કરી
નવી આશાનો અને ખુશીની લહેર,
પ્રસરાવે તેવી શુભેચ્છા.

હેપ્પી ગણેશ ચતુર્થી
ગણેશજીનું રૂપ અનોખું છે
ચેહરો પણ કેટલો ભોળો છે,
જેના પર પણ આવે છે મુસીબત
તેને ગણેશજીએ જ સાચવ્યા છે.

પ્રભુ તારા દ્વારા આપવામાં
આવેલી અણમોલ ભેટ છે,
વિસર્જન વગર
સર્જન અશક્ય છે.
Happy Ganesh Chaturthi

જે એક દાંતથી સુશોભિત છે,
વિશાળ શરીરવાળા છે,
લંબોદર છે, ગજાનન છે તથા જે
વિધ્નહર્તા દેવ છે,
હું એ દિવ્ય ભગવાનને પ્રણામ કરું છું.

સુપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભકાર્ય પૂજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સૂંઢાળા દેવને કોટી કોટી નમન.

Ganpati Visarjan Quotes in Gujarati

Ganpati Visarjan Wishes In Gujarati: હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી પર બાપાનું ધામધૂમથી વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવે છે. દર વખતે આ તહેવાર અનંત ચતુર્દશી (Anant Chaturdarshi) અને ગણેશ પર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનંત ચતુર્દશીનો દિવસ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને સમર્પિત છે અને ગણપતિ બાપ્પા (Ganpati Bappa) ની પૂજા કરવામાં આવે છે, તે ગણપતિ બાપ્પાના ભક્તો માટે મહત્વનો દિવસ છે.

ભક્તો ઢોલ વગાડીને બાપ્પાને વિદાય આપે છે અને બાપ્પાને આવતા વર્ષે આવવાની પ્રાર્થના કરવામાં આવે છે અને તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાપ્પા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. આ ખાસ પ્રસંગે, ડિજિટલ યુગમાં તમારા પ્રિયજનો અને મિત્રોને શુભેચ્છાઓ મોકલવાની પણ એક અલગ મજા છે. તો ચાલો જોઈએ બાપ્પાને પ્રસન્ન કરતા અમૂક શુભેચ્છા સંદેશ.

કેવી પરિસ્થિતિનું સર્જન છે આજે, દુનિયાનાં સર્જનહારનું વિસર્જન છે.

💝 ગણપતિ બાપ્પા મોર્યા

સૂંઢ સમી લાંબી જિંદગી હોય તમારી, મોદક સમા મધુરા રોજ દિવસ હોય તમારા.!!

🌹 અનંત ચતુર્દર્શીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

વક્રતુંડ મહાકાય સુર્ય કોટી સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેશુ સર્વદા.

💐 અનંત ચતુર્દર્શીની હાર્દિક શુભકામનાઓ 💐

દિલ સે જો ભી માંગોગે મિલેગા યે ગણેશજી કા દરબાર હૈ, દેવો કે દેવ વક્રતુંડ મહાકાયા કો અપને હર ભક્ત સે પ્યાર હૈ.

🌹 હેપી અનંત ચતુર્દર્શી 🌹

વિઘ્નહર્તા-દુંદાળા દેવના આસ્થાપર્વ ગણેશ ચતુર્થીના પાવન અવસરે સૌ ગણેશ ભક્તોને જય શ્રી ગણેશ.

🌷 અનંત ચતુર્દર્શીનીની શુભેચ્છાઓ 🌷

અનંત ચતુર્દર્શીના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવનમાં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામનાઓ.

🙏 શ્રી ગણેશાય નમઃ 🙏

વિધ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ ઉપર આવેલ કોરોનારુપી વિધ્નને દુર કરે અને સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી પાર્થના.

🌸 ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🌸

સૌ મિત્રોને અનંત ચતુર્દર્શીની ખૂબ ખૂબ શુભકામનાઓ, ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ સૌ મિત્રોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

💐 Happy Anant Chaturdashi 💐

Ganpati slogan gujarati

Ganpati slogan gujarati: 10-10 દિવસ સુધી ઉત્સવ ઉજવ્યા બાદ ગણપતિનું વિસર્જન કરાશે. જો કે જેટલી ધામધૂમથી આ ગણેશોત્સવ ઉજવાય છે, એટલી જ ધામધૂમથી બાપ્પાને વિદાય અપાય છે. સાથે જ આવતા વર્ષે ફરી આમંત્રણ પણ અપાય છે.

“tapeli ma shiro, ganpatibapa hero”
“videocon samsung, ganpatibapa handsome.”
“Sev jalebi fafda, ganpatibapa aapda”
“Lal phool lilu phool ganpatibapa beautiful.”
“vatka ma chewingum ganpati bapa singham”
China ho ya korea, ganpati bappa morya……!

૧ દુધી ૨ દુધી ગણપતિ બાપા આપે બુદ્ધિ શેરીએ શેરીએ ટ્યુબલાઈટ ગણપતિને શુભ રાત્રી

આમ તો ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રીયનોનો પર્વ છે, જો કે હવે આખા દેશમાં આ તહેવાર ઉજવાય છે. ત્યારે જેવો દેશ એવો વેશની માફક સ્લોગનમાં પણ સ્થળ પ્રમાણેની ફ્લેવર જોવા મળે છે. જેમ કે, આ જ જોઈ લો.

રાજસ્થાન કી લાલ મિટ્ટી
ગણપતિ કી આઈ ચિટ્ઠી

અને વાત ગુજરાતીઓની હોય, તો વિસર્જનમાં પણ સ્વાદ ભૂલાતો નથી !

ગરમ ગરમ ગોટા
ગણપતિ બાપા મોટા

હવે દશેરા આવશે, તો વિસર્જનમાં જ ફાફડા જલેબીને યાદ કરી લઈએ.

ગરમ જલેબી ફાફડા
ગણપતિ બાપા આપડા

આખરે શીરાને પણ ગણપતિ બપ્પાના સ્લોગનમાં સમાવી લીધો છે.

તપેલીમાં શીરો
ગણપતિ બપ્પા હીરો

ગણપતિની સુંદરતાના કંઈક આવા વખાણ

ગલી ગલીમાં ઉંદર
ગણપતિ બાપા સુંદર

1 સિંગ બે સિંગ
ગણપતિ બાપા સુપરકિંગ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો