Gujarati Jokes 2022 હાસ્યનો ખજાનો હસાવી હસાવીને લોટપોટ કારી દે તેવા જોક્સ jokes in Gujarati, હાસ્યની મેહફીલ 

સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો. દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ? સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી મારે છે. 

શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ? નોકર : મારાં લગ્ન છે. શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ? નોકર : તમારી દીકરી. 

પપ્પા, પપ્પા ! એન્ટાર્કટિકા ક્યાં છે ?' 'મને હેરાન ન કર. આ ઘરમાં બધી વસ્તુઓ તારી મમ્મી મૂકે છે એને પૂછ !' 

ડોક્ટર - દિલ ખોલીને હસવું જોઈએ. રાજેશ - મેં તો અત્યાર સુધી લોકોને મોં ખોલીને જ હસતાં જોયા છે.

Gujarati Jokes હાસ્યનો ખજાનો

એક શેઠ ટેલિસ્કોપથી આકાશમાં જોઈ રહ્યા હતા. તેની પાસે નોકર ઊભો હતો. અચાનક એક તારો તૂટયો. નોકર : 'વાહ શેઠ, શું નિશાન લગાવ્યુ છે!' 

એક ભિખારી એક કાકા પાસે આવીને કહે છે : કાકા, કાકા, બસ એક રૂપિયાનો સવાલ છે…. કાકા કહે છે : 'જા પેલા ગણિતના સરને પૂછ !'

પતિ- (પત્નીને) હું રાત્રે સપનુ જોયુ. પત્ની - શુ જોયુ. પતિ - કે તુ પ્રેમ કરી રહી છે. પત્ની - કોને ? પતિ - એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો. 

પોસ્ટ ઑફિસની ભરતીની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો : 'પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ?' એક ઉમેદવારે જવાબ લખ્યો : 'જો પૃથ્વી પરથી ચંદ્ર પર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી

બટુક : 'મમ્મી, પરી ઊડી શકે ?' મમ્મી : 'હા બટુક, પણ તું શા માટે પૂછે છે ?' બટુક : 'આપણી નવી કામવાળી ઊડી શકે ? પપ્પા તેને પરી કહેતા હતા.' મમ્મી : 'એ પરી કાલે ઊડી સમજ !'

મમ્મી-- અરે બંટી જરા બજારમાંથી કપૂર તો લઈ આવ. બંટી- અરે પણ એ તો બતાવો કે કયો કપૂર લાઉં? શકિત કપૂર, અનિલ કપૂર કે શાહિદ કપૂર લાઉં?

ટીચર - જે પોતાને મૂર્ખ સમજતો હોય તે ઉભો થઈ જાય. ત્યારે પપ્પુ ઉભો થઈ જાય છે. ટીચર - તુ પોતાને સાચે જ મૂર્ખ સમજે છે ? પપ્પુ - નહીં સર, હું તો તમને સાથ આપવા ઉભો છું.

શિક્ષક : 'બટુક ! ખંડ કેટલા છે?' બટુક : 'સાહેબ ! ખંડ ત્રણ છે. લોખંડ, પાખંડ અને શીખંડ.'

Gujarati Jokes હાસ્યનો ખજાનો

પિતા: અગર તું એક્ઝામમેં ફેઈલ હુઆ તો મુજે પાપા મત બોલના.. પિતા તેના બાળકને: ક્યાં રીઝલ્ટ આયા? બાળક: દિમાગ કા દહીં મત કર રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હૈ..

લાલો:-અલા બકા,તારો ભાઈ આજકાલ શું કરે છે? બકો:-એક દુકાન ખોલી હતી,હવે જેલમાં ચક્કી પીસે છે? લાલો:-અરે,કેમ જેલમાં? બકો:-દુકાન હથોડો મારીન  ખોલી હતી.

શિક્ષકે વર્ગમાં નિબંધ લખવા કહ્યો.  વિષય હતો :- આળસ કોને કહેવાય ?  બે પાના છોડીને ચિંટૂએ લખ્યું આને આળસ કહેવાય.

ટીચર :- નાલાયક, કલાસમાં છોકરીઓ જોડે આટલી બધી વાતો કેમ કરે છે ?  છોકરો :- મેડમ, ગરીબ છું. મોબાઈલમાં મેસેજ ફ્રી નથી.

સર (ચિંટૂથી)  :- તમે હોમવર્ક કેમ નથી કર્યું? ચિંટૂ (ભોલાપણથી ) :- કારણ કે અમે તો હોસ્ટેલમાં રહીએ છીએ.

ટીચર :- તું એક વર્ષથી આંકડા શીખે છે છતાં તને હજી સુધી છ સુધીના અંક આવડ્યા નથી. આગળ જઇને તું શું કરીશ?  વિદ્યાર્થી :- ક્રિકેટ અમ્પાયર બનીશ.

માસ્ટરે  એક છોકરાના ટિફિનની  રોટલી ખાઈ લીધી.   માસ્ટર :-  (છોકરાને ધમકાવીને) બેટા ઘરે જઈને તુ તારી મમ્મીને કહી દઈશ ?    છોકરો:- ના સર હું કહીશ કે બા મેં રોટલી એક ભૂખ્યા કૂતરાને ખવડાવી દીધી.

રાજુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?" ડોક્ટર: "ચોક્કસ, સો ટકા" રાજુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો"