બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું. તમારા ફેફસા માં કાણું છે. બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે…

જજ: તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને? ફરિયાદી: કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.

ટીચર: આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો. પપ્પુ: મને નથી ખબર.. ટીચર: તું ફેઇલ.. તારું નામ શું છે? પપ્પુ: મારા પગ જોઈને લખી લ્યો….. 

અભણ પ્રેમી મળવા ગયા છોકરી છોકરાને એય સાંભળ આઇ એમ લવિંગ you છોકરો: તો આઇ એમ શુતળી બોંબ 💣

Gujarati Jokes 🤣 ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

બોયફ્રેન્ડ : મારી પાસે ગાડી છે, બંગલો છે ને બેન્ક બેલેન્સ પણ છે તારી પાસે શું છે? ગર્લફ્રેંડ : મારી પાસે તારા જેવા પાંચ છે.

એક બેન પ્રસંગમાં એમના પતિને ખભે હાથ મૂકીને ફોટોગ્રાફરને કહે "મારો પાડો".. 😂😂

Gujarati Jokes 🤣 ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

પત્ની એ પતિ નો મોબાઈલ ચેક કર્યો એમાં કસું મળ્યું નહિ તો દીવાલ માં માથું ભટકાડી ને બોલિ હે ભગવાન આને કોઈ ઘાસ નથી નાખતું અને હું આની સાથે ઝીંદગી કાઢું છું...

આજ અચાનક મારું વાઈફાઈ કામ આપતુ બંધ થઈ ગયુ.... પછી ખબર પડી કે બાજુ વાળાએ બીલ નથી ભર્યુ એટલે બંધ થયુ છે..! લોકો ટાઈમે બીલ ય નથી ભરતા બોલો.... 

છોકરીઓ બાયોડેટામાં લખે વજન ૫૦ કીલો,હાઈટ ૫‌ ફુટ, પણ કોઈ દી એમ નહીં લખે જીભડો ૧૦ ફુટ નો છે...😁😜😂

Gujarati Jokes 🤣 ગુજરાતી જોક્સ

પત્ની : મારી સાથે મેરેજ કર્યા પછી તમે મારી જોડે બહુ વાતચીત કેમ નથી કરતા ? પતિ : હું પરણેલી સ્ત્રીઓ જોડે બહુ લપ્પન છપ્પન નથી કરતો

ટીચર:- આજ થી બધા છોકરા કલાસ ની બધી છોકરીયુ ને બેન કેશે પાછળ થી એક  છોકરો બોલીયો: આ બધા ના મામેરા તારો બાપ કરશે.

વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે? જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

અમેરીકન : અમારે ત્યા તો ફરારી 🚗 ગાડી મળે    👱🏻‍♀ભુરી : અમારે ત્યા ફરારી 🍿 ચેવડો મળે...

Gujarati Jokes ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

ગઈ કાલે લાલ લાઈટને અડીને પાછા આવવાની સજા કહી હતી. તો તું અત્યારે આવ્યો છે? એ લાલ લાઈટ વડોદરાના ખટારાની હતી, સર!!

ટીનીયો: “તમે જ કહો સાહેબ, જે કામ કર્યું જ નથી તેની સજા કેમ મળે?” માસ્તર: “હા તેની સજા ના જ થવી જોઈએ.” ટીનીયો: “ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યું.”

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો? પતિ:  હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ

પુત્ર: પપ્પા કોકા પીવો લાભદાયક છે કે હાનીકારક? પપ્પા: જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાની કારક.

રાજુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો રાજુ : શું કરે છે? ભીખારી: ખાઉં  છું. રાજુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ? ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.