મિસ વર્લ્ડ-2023 માટે ભારતને યજમાન બનાવવાની મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનની જાહેરાત ઉત્તર પ્રદેશમાં યોજાશે આ સ્પર્ધા.

આ વખતે મિસ વર્લ્ડ-2023નું આયોજન ભારતમાં થશે અને ઉત્તર પ્રદેશ આકર્ષણનું કેન્દ્ર બનશે. વારાણસી અને આગ્રામાં ઘણી જગ્યાએ રેમ્પનું આયોજન કરાશે.

ભારતમાં 130થી વધુ દેશોના સ્પર્ધકો એકઠા થશે. ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપરા સુધી યુક્તા મુખીએ વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ જીતી છે. 

મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ચેરપર્સન અને સીઈઓ શ્રીમતી જુલિયા મોર્લીએ જણાવ્યું કે, 71મી મિસ વર્લ્ડ ફાઈનલ્સના નવા ઘર તરીકે ભારતની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.

71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી થઈ છે. આનાથી ભારતમાં 71મી મિસ વર્લ્ડ 2023થી કલ્ચરને પ્રોત્સાહન મળશે.

જેની ગૂંજ વિશ્વભરમાં જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સ્પર્ધા 28 દિવસ સુધી વિવિધ સ્થળોએ યોજાશે.

આ અંગેની જાહેરાત કરતા મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2023માં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેના એક મહિના પહેલા સહભાગીઓને શોર્ટલિસ્ટ કરવા માટે ઘણા રાઉન્ડ યોજાશે.